યે આગ કબ બુઝેગી?
પહેલે ફેઝ કી આગ
આજ શામ કો
વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીઓએ ટિકિટની વહેંચણી કરી એટલે આવું થવું સ્વાભાવિક હતું. અસ્વભાવિક એ બન્યું કે ભાજપમાં પહેલીવાર આટલા મોટે પાયે આંતરિક વિરોધ જોવા મળ્યો. જે પાર્ટી લાંબો સમય સત્તા પર રહે ત્યાં આવું થવાની શક્યતા વધી જાય છે. કોંગ્રેસ તો વર્ષોથી આ બધાથી ટેવાયેલી છે. આમ આદમી પાર્ટીમાં તો સંખ્યા પૂરી થાય એટલે ભયો ભયો, બળવો કરનારાની વાત ક્યાં કરવી?
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આ બધામાં મોખરે છે. તેમને આ વખતે ટિકિટ નહિ મળે એનો અણસાર ઘણા સમય પહેલાં આવી ગયો હતો. ઘણા સમયથી ટિકિટ ટિકિટનું રટણ કરતા હતા અને ટિકિટ ન મળતાં આખરે તેમણે પક્ષ છોડ્યો.
ક્યાંક કાચું કપાયું છે અથવા તો કંઈ મોટું રંધાઈ રહ્યું છે એ નક્કી, નહિ તો અમિત શાહ અચાનક કમલમ્ ના પહોંચે.
કોંગ્રેસ કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર ફુલ ફોર્મમાં છે. તેમણે અમિત શાહનું નામ લીધા વિના ચાણક્યને યાદ કર્યા. બળદેવજીએ કહ્યું, તેમને તો દિલ્હીથી કલોલ આવતા 4 કલાક લાગશે, પણ મને તો 4 મિનિટ જ લાગશે. ક્યા બાત હૈ. બળદેવજીને પાર્ટીએ હજી તેમને ઉમેદવારી માટે કહ્યું નથી, પણ તેમણે તો સીધા ગૃહમંત્રી પર જ નિશાન સાધી નાખ્યું.
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીપદનો ચહેરો એવા ઈસુદાન ગઢવી વતન ખંભાળિયાથી લડશે. ખંભાળિયાનો જંગ આ વખતે જોવા જેવો હશે, કેમ કે ભાજપે અહીં કેશુભાઈ વખતના જૂના જોગી મૂળુ બેરાને અને કોંગ્રેસ તેના જૂના જોગી વિક્રમ માડમને ઉતાર્યા છે. કૃષ્ણની ધરતી પર બે આહીર વચ્ચે ઈસુદાને કૃષ્ણએ ગીતામાં કહ્યું છે એમ પોતાનું કર્મ કરવાનું છે, પણ અહીં તેમણે ફળની આશા રાખવી પડશે.
જેવી આશા નીતિનભાઈ પટેલે નહોતી રાખી. ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ હવે ભાજપના ઉમેદવાર માટે સ્ટાર પ્રચારક છે. થોડા સમય પહેલાં નીતિનભાઈને ગાયે હડફેટે લીધા હતા અને પડી ગયા હતા. લોકો તો ગાયને ભૂલી ગયા, પણ નીતિનભાઈને ગાય યાદ રહી ગઈ છે.
ઠેકઠેકાણે કાર્યકરોનાં ટોળાં ઊમટી રહ્યાં છે તો કેટલાક અંદરખાને નારાજ છે અને બોલતા નથી. કાર્યકરોની નિષ્ક્રિયતા હંમેશાં પાર્ટી માટે ચિંતાનો વિષય હોય છે.
નાનામાં નાનો કાર્યકર અત્યારે પાર્ટી- પ્રમુખ કે નેતાને કહેતો હશે કે એક કાર્યકર કી કિંમત તુમ ક્યા જાનો પક્ષ-પ્રમુખ અત્યારે લાચાર સ્થિતિમાં હોય છે. આપણા કવિ રમેશ પારેખની એક કવિતા છે, એ દરેક પક્ષ-પ્રમુખ કે નેતાને અત્યારે બરાબર ફિટ બેસે છે.
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે, કબૂલ, તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
આવા જ ઇન્ટરેસ્ટિંગ વીડિયો એનાલિસિસ માટે જોતા રહો દિવ્ય ભાસ્કર એપ અને જુઓ ગેમ ઓફ ગુજરાત 2022.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.