'AAP આવે તો અમારે દેહમાં વયું જાવાનું':કુમાર કાનાણી જ વન-વે આવે, ભાજપવાળા ચીટિંગ કરીને જ જીતવાના, સુરતના વરાછામાં તડાફડી બોલી

23 દિવસ પહેલાલેખક: દેવેન ચિત્તે

વરાછા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા આ બેઠક ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. માત્ર ભાજપએ પોતાનું નામ હજી સુધી જાહેર કર્યું નથી. જોકે લોકો અત્યારથી જ પોતાનો મત આપવાનો શરૂ કરી દીધો છે કે કયા ઉમેદવારની અને કયા પક્ષની સ્થિતિ શું હશે.વરાછા વિધાનસભા વિસ્તારના સરદાર ચોક હીરાબાગ સર્કલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં લોકોનો અભિપ્રાય જાણવા મળ્યોએ એક તરફી ન હતો. આ વખતે વરાછા વિધાનસભા બેઠક ઉપર રસપ્રદ માહોલ જોવા મળે તેવી શક્યતા છે.ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ વરાછા વિધાનસભા મતવિસ્તારમાં પહોંચી હતી અને ત્યા મતદારોના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતના વરાછા વિધાનસભા બેઠક ક્યારે અસ્તિત્વમાં આવી
વર્ષ 2010માં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારબાદ વિધાનસભાની બેઠકો માટે સીમાંકન નક્કી કરવામાં આવ્યું હતું જેના આધારે નવી વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી તે પૈકીની વરાછા બેઠક હતી. ચોર્યાસી બેઠક માંથી છૂટી પડીને આ બેઠક 2012 માં અસ્તિત્વમાં આવી હતી.

વરાછા બેઠક ઉપર કોનો પ્રભાવ
વરાછા વિધાનસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. આ બેઠક ઉપર પાટીદાર મતદારોનું પ્રભુત્વ સૌથી વધુ છે. ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. આ વિધાનસભા મત વિસ્તારમાં ભાવનગર, અમરેલી સહિતના સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના લોકો અહીં વસે છે.

આ બેઠક ઉપર અત્યાર સુધી કોનો વિજય

કુમાર કાનાણી
કુમાર કાનાણી

વર્ષ 2012 માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં તેની સામે કોંગ્રેસમાંથી કદાવર નેતા ધીરુભાઈ ગજેરા ઉમેદવાર હતા. કોંગ્રેસના સિમ્બોલ ઉપરથી લડતા ધીરુભાઈને હાલનો સામનો કરવો પડ્યો હતો અને કુમાર કાનાણીનો ભવ્ય વિજય થયો હતો. 2017 માં ફરીથી બંને આમને સામને ઊભા હતા બીજી વખતે પણ કુમાર કાનાણીએ ધીરુભાઈ ગજેરાને પ્રાપ્ત કરી દીધા હતા. બે વિધાનસભા ના રિઝલ્ટ દરમિયાન એક વાત સ્પષ્ટ દેખાય છે એના પાટીદાર મતદારો ભાજપ તરફેણમાં જ મતદાન કરતા હોય તેવું સ્પષ્ટ દેખાય આવે છે.

કોને કેટલા મત મળ્યા

વર્ષ 2012 વિધાનસભા નું પરિણામ ઉમેદવાર મળેલા મત કુમાર કાનાણી 68529 ધીરુ ગજેરા 48170

વર્ષ 2017 નું પરિણામ કુમાર કાનાણી 68472 ધીરુભાઈ ગજેરા. 54472

આ વખતે શું સમીકરણ બદલાયા
વરાછા બેઠક ઉપરથી છેલ્લા બે વખતે વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર હતી પરંતુ આ વખતે સ્થિતિ એકદમ અલગ દેખાઈ રહી છે આ વખતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર થવાની છે તેમાં પણ આશ્ચર્યજનક વાત એ છે કે સીધી ટક્કર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે દેખાઈ રહી છે કોંગ્રેસનો કોઈ ઉલ્લેખ ક્યાંય દેખાતું નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસને કેટલા મત મળશે એ કહેવું પણ મુશ્કેલ છે પરંતુ સાથે સાથે ભાજપ અને આમ આદમી પાર્ટીની વચ્ચે પાટીદારો હવે કોને મત આપશે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે.

ભાજપમાં પાટીદારો ભરોસો રાખશે?
સતત બે ટર્મથી 68,000 કરતાં પણ વધારે મતો ભારતીય જનતા પાર્ટીને પાટીદારોએ આપીને વિજય બનાવ્યા છે. આ વખતે તેમની પાસે અન્ય વધુ એક વિકલ્પ આપનો પણ રહેશે. કોર્પોરેશનની ચૂંટણીમાં વરાછા વિધાનસભા બેઠક ના ભાજપના કોર્પોરેટરોને આમ આદમી પાર્ટીએ હરાવ્યા હતા. તેથી વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ શું આવી શકે તેને લઈને કોઈ ચોક્કસ દાવેદારી કરી શકે તેમ નથી.

કયા પ્રકારનું મતદાન થાય તો મુશ્કેલી ઊભી થઈ શકે ભાજપ માટે
સુરત શહેરમાં લોકસભા, વિધાનસભા અને કોર્પોરેશનમાં મતદાનની પેટન મતદારો બદલતા હોય છે.વિધાનસભાની પેટન માં જે પ્રકારનું મતદાન થાય છે એ પ્રકારે મતદાન થાય તો ભારતીય જનતા પાર્ટી માટે કોઈ મોટી મુશ્કેલી આવે તેમ નથી. પરંતુ કોર્પોરેશનની ચૂંટણીમાં જે પ્રકારે વરાછા વિધાનસભા મતવિસ્તારમાં મતદારોએ આમ આદમી પાર્ટીને ભવ્ય વિજય અપાવ્યો છે તેનાથી ભાજપ માટે પણ ચિંતા વધે છે. જો કોર્પોરેશન ની પેટર્નની જેમ મતદારો મતદાન કરી આવે તો ભાજપને જીતવું અહીં મુશ્કેલ બની બની જશે.

ભાજપના વિરોધમાં કયા ફેક્ટર
સમગ્ર વિસ્તારમાં સરકારી કોલેજનો અભાવ
સરકારી શાળાઓ નથી
મેડિકલ કોલેજ યોગ્ય રીતે ચાલુ થઈ નથી
રોડ રસ્તા ડ્રેનેજ જેવા પ્રાથમિક કામોને લઈને પણ લોકોમાં રોષ
પાટીદાર આંદોલનમાં થયેલા હુમલા અને વહીવટી તંત્ર ઉપર હજી પણ રોષ

પાટીદાર અનામત આંદોલન સમિતિની શું ભૂમિકા
પાટીદાર અનામત આંદોલન સમિતિના કારણે પાટીદારો સંગઠિત થયા હતા. પરંતુ તેને વોટમાં ફેરવી શક્યા ન હતા. 2017માં પાટીદાર આંદોલન બાદ પાટીદારોનો ખૂબ જ ગુસ્સો ભારતીય જનતા પાર્ટી તરફ હતો પરંતુ આશ્ચર્યજનક રીતે ભારતીય જનતા પાર્ટી એ આ બેઠક ઉપર ફરીથી ભગવો લહેરાવી દીધો હતો. પરંતુ કોર્પોરેશનની ચૂંટણીમાં આજ પાટીદાર અનામત આંદોલન સમિતિના ચહેરા એવા ધાર્મિક માલવયા કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ પોતાનો ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું હતું. અને તેનો રોષ તેમણે આમ આદમી પાટીદારમાં મતદાન થાય તેવા પ્રયાસો કરતા તેમાં તેઓ સફળ થયા હતા. આ વખતે તેઓ પોતે જ અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર થયા છે ત્યારે સ્વાભાવિક છે કે તેની અસર વિધાનસભાની ચૂંટણીના પરિણામો ઉપર દેખાઈ શકે છે.

પાસની પ્રથમ રાજકીય સફર
અત્યાર સુધી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પરોક્ષ રીતે જ રાજકીય પાર્ટીને મદદ કરતા હોવાનું જોવા મળતું હતું પરંતુ હવે આ વખતે પોતે જ પશ્ચિમના મુખ્ય ચહેરાવો આમ આદમી પાર્ટીમાંથી પોતાની રાજકીય સફર શરૂ કરી રહ્યા છે . અલ્પેશ કથીરિયા ની ઉમેદવાર તરીકેની જાહેરાત થતાની સાથે જ વરાછા બેઠક ઉપર નવો જ પવન ફૂંકાયો છે. જો આ વિસ્તારમાં યુવાનો અલ્પેશ કથીરિયા અને જાડુના સિમ્બોલને પસંદ કરી ગયા તો સમજવાનું કે અત્યાર સુધી જે પરિણામ આ બેઠક ઉપર જોવા મળતું હતું તેના કરતાં વિપરીત જોવા મળી શકે છે. રાજકીય નેતા તરીકેની પાસના ચહેરાઓની રાજકીય સફર પણ ધમાકેદાર બની શકે છે.

મતદારોનો મિજાજ કેવો લાગી રહ્યો છે મતદારો આ વખતે અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં સૌથી વધુ ધ્યાન દોરવા જેવી બાબતે છે કે કોર્પોરેશનની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી સારુ પ્રદર્શન કરી શકે તેવી પણ બાબતો સાંભળવા મળી રહી છે. કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈએ અપેક્ષા પણ રાખી ન હતી કે કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે અને આમાં આદમી પાર્ટી જેવી પાર્ટીને સત્તાવીસ જેટલા કોર્પોરેશનમાં કોર્પોરેટરોને મોકલવાની તક આપશે. પરંતુ વરાછા વિધાનસભા બેઠકના મતદારોનો મિજાજ હાલ જાણવો ખૂબ જ મુશ્કેલ છે. જો મતદારો સાઇલેન્ટ રહે અને પોતાની મતદાન પેટન કોર્પોરેશન જેવી રાખે તો ભાજપ માટે ચોક્કસપણે જોખમી પુરવાર થશે. પરંતુ તમામ પરિસ્થિતિ અને સમીકરણોને જોતા વરાછા બેઠક અસ્તિત્વમાં આવી ત્યારબાદ પહેલી વખત સૌથી વધુ રસપ્રદ ચૂંટણી બનશે અને તેનું પરિણામ પણ ખૂબ જ ચોંકાવનારું હોઈ શકે તેવું નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...