ELECTION રાઉન્ડ અપ:'કેજરીવાલ ગાંડા બાવળ અને રાહુલ ખડ', 'મામા'એ મોજ લીધી, ભાજપે પ્રચારમાં રોબોટ ઉતાર્યા, જુઓ ચૂંટણીના 6 સૌથી મોટા સમાચાર

2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ ગઈ છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

મધ્યપ્રદેશનાં CM-પૂર્વ CMનાં બોલ બચન
ગુજરાતમાં ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ-તેમ પ્રચારની ગરમા-ગરમી પણ તેજ બની છે. મધ્યપ્રદેશના બે મુખ્યમંત્રીઓ, એક વર્તમાન CM શિવરાજસિંહ અને પૂર્વ CM દિગ્વિજયસિંહે આજે તલવારો તાણી હતી. શિવરાજસિંહે તો અબડાસાની એક સભામાં ત્યાં સુધી કહી દીધું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો કલ્પવૃક્ષ છે.. તેમની પાસે જે માંગો તે મળશે.. તો બીજીતરફ મોદીને અહંકારી રાજા રાવણ સાથે સરખાવતા દિગ્વિજયે વડોદરામાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અહંકારમાં ડૂબેલા છે. રાવણનો પણ અહંકાર નહોતો રહ્યો, તમારો પણ નહીં રહે.

'ઈગ્લેન્ડની સાઈડ કાપીને મોદીજીએ કિધું વાંહે રે ભુરયાં'
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે તમામ પાર્ટીઓ પોતાનું પ્રચાર-પ્રસાર જોરશોરમાં કરી રહી છે. આજે ગુજરાતભરમાં ભાજપ પહેલાં ચરણની 89 બેઠક પર પોતાના સ્ટાર પ્રતારકોને એકસાથે મેદાને ઉતર્યા છે. જેમાં ઉનામાં ભાજપના ઉમેદવાર કે.સી.રાઠોડના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી. હંમેશાની જેમ રૂપાલાએ ઉનામાં પણ પોતાના આગવા અંદાજમાં ભાષણ કર્યુ હતુ. પરસોત્તમ રૂપાલાએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર પ્રહાર કરતા કહ્યુ કે, અમે રાજ્યસભામાં ચીસો પાડી પાડીને નર્મદા માટે રજૂઆત કરતા હતા, સાંભળે જ નહીં. વગર માઈકે એમના કાનમાં ધાક પડેને એવી ચીસો પાડી હતી. શું કહું તમને એ માણસની રેખા પણ ના બદલે, દાંતે ના કાઢે અને ખીજાય પણ નહીં. તો મને એમ થાય કે હું રાજસભામાં છું કે બારે છું. પછી ખબર પડે આપણે તો અહીં જ છિએ પણ આ હજ્જડબમ છે.

રોબોટ કરશે ભાજપનો પ્રાચાર
અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છે કે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાયા, કાર્યકરો ભાજપમાં જોડાયા..પણ આ વખતે કઈક અલગ જોવા મળ્યું.આ વખતે ઉમેદવારો પ્રચાર પ્રસાર માટે અવનવી ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. અને એમાંય ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે, એ સપનાને સાકાર કરવા માટે ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈના ચૂંટણી પ્રચારમાં ડીઝીટલ રોબોટ ટેકનીકનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. આ ડિજીટલ રોબોટ દ્વારા ભાજપના નડિયાદ વિધાનસભાના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને લોકો પણ આ રોબોટને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

હવે NRI પણ ભાજપનો પ્રચાર કરવા આવશે
રાજકીય પાર્ટીઓ ,આગેવાનો અને કાર્યકરો ચૂંટણી રણસંગ્રામ જીતવા મેદાને ચઢી ગયા છે.ચૂંટણીમાં જીતની રણનીતિમાં ઉસ્તાદ અને એક એક વોટનું મહત્વ જાણતી ભાજપની નેતાગીરીએ એનઆરઆઈ વોટ માટે પણ આયોજનબદ્ધ કવાયત હાથ ધરી છે.વિદેશમાં ભાજપ વિચારધારાનો વિસ્તાર અને સમર્થન કરતું ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ બીજેપી સંગઠન કાર્યરત છે.આ સંગઠનના સભ્યો અને સમર્થકો દ્વારા હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત આવી રહ્યા છે.વળી આ ચૂંટણી ડિસેમ્બરમાં થવાની હોઈ અમેરિકાથી આશરે 1 લાખથી વધુ વોટર્સ ભારત મતદાન કરવા આવશે.

ધવલસિંહ ઝાલા અપક્ષ ચૂંટણી લડશે
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અલ્પેશ ઠાકોરના પગલે અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયાં હતા. ભાજપે આ ચૂંટણીમાં ટિકિટ કાપતાં જ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે આજે ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યું છે. ધવલસિંહે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી છે. ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયા પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે.

દિનુ મામાએ વટ પાડ્યો
વડોદરા જિલ્લાની 5 બેઠક પૈકી વાઘોડિયા અને પાદરા વિધાનસભા બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ બળવો કરી અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જેમાં પાદરા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ (દિનુ મામા)એ જંગી રેલી સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઘોડા ઉપર સવાર થઈને અપક્ષ ઉમેદવારે જંગી રેલી સાથે ભરેલા ઉમેદવારી પત્રએ તેમના હરીફ ભાજપ અને કોંગ્રેસના ગઢમાં સન્નાટો વ્યાપી ગયો હતો. "એક બાર ફિરસે, મામા ફિરસે" ના ગગનભેદી સૂત્રોચ્ચારોએ પાદરા નગર ગુંજી ઉઠ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...