ઘાટલોડિયા વિધાનસભા સીટના મતદારોનો મિજાજ જાણવા નીકળેલી દિવ્ય ભાસ્કરની ટીમને એક કોંગ્રેસ પાર્ટીના સમર્થક મળ્યા. એ સમર્થકને AAP વિશે પૂછતાં જ હાથ પર ફૂંક મારીને જોત જોતામાં AAPનું ભવિષ્ય ભાંખી લીધું. આ મતદારે ફોર્મમાં આવીને ત્યાં સુધી કહી દીધું કે, આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર 3 સીટો જ મળશે, તો એ પણ કહ્યું કે, ગુજરાત ડબલ એન્જિનથી ચાલતું હોવાના કારણે પેટ્રોલ-ડીઝલ વધુ વપરાવાના કારણે તેના ભાવમાં વધારો થાય છે. તો એ પણ મુશ્કેલી છે કે, બે મોઢા હોવાના કારણે વિકાસ કઈ બાજુ જાય છે એ પણ નક્કી નથી થતું. આ ચૂંટણીમાં કોંગ્રેસને એટલી સીટો મળશે કે ભાજપ શોધેય નહીં જડે. કોંગ્રેસ પાર્ટીના સમર્થકનો આ મજેદાર વીડિયો જોવા માટે ઉપરના ફોટો પણ ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.