DB REELS:પાંચ વર્ષ બાદ ફરી મત માગવા જાઓ તો આવું પણ થાય, દાણીલીમડાના કોંગ્રેસના ઉમેદવારની બોલતી બંધ થઈ

23 દિવસ પહેલા

અમદાવાદના દાણીલીમડાના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારને ગત ચૂંટણી વખતે કરેલા વાયદા યાદ કરાવીને જનતાએ પાઠ ભણાવ્યો હતો. ગોમતીપુરના ટોપીમીલ વિસ્તારમાં પ્રચાર માટે ગયા ત્યારે રિઝવાન નામના યુવકે તેમના ખભે હાથ મૂકીને કરેલા આકરા સવાલોના જવાબ પણ શૈલેષ પરમાર આપી શક્યા નહોતા. જાહેર મેદનીની વચ્ચે કોંગ્રેસના નેતાની જે હાલત કફોડી થઈ. શૈલેષ પરમાર નહોતો ખભા પરથી યુવકનો હાથ હટાવી શક્યા કે નહોતા પોતે ત્યાંથી હટી શક્યા. પ્રજાના આ પ્રતિનિધી સામે સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો કે પાંચ વર્ષમાં હવે તેઓ વોટ લેવા માટે ફરક્યા છે. શું હતો આખો મામલો અને યુવકે કઈ રીતે કોંગ્રેસના ઉમેદવારની ફજેતી કરી તે જોવા ઉપરના ફોટો પર ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...