મોરબીથી ભાજપમાં ઉમેદવાર કાંતિ અમૃતિયા ફરીથી તેમના આગવા અંદાજના કારણે ચર્ચામાં આવ્યા છે. મોરબીથી બ્રિજેશ મેરજાનું પત્તુ કાપીને ટિકિટ મેળવનાર કાંતિ અમૃતિયાએ સભામાં કહ્યું કે 'હું તો ભોળો છું, પણ રાજકારણ એવું છે જ્યાં કોઈ તમારી કેડ ભાંગી નાખેને તોય 15 દિવસે ખબર પડે, પણ આપણે કોઈની કેડ નથી ભાંગવી'. કાંતિ અમૃતિયાએ સ્ટેજ પરથી જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પોતાની એક મીઠી મુંઝવણ પણ જણાવી અને કહ્યું 'હું સાતમી વખત ચૂંટણી લડું છું, હવે તો મને માન આપો ભાઈ!'. ચૂંટણી સમયે અલગ-અલગ પાર્ટી કે નેતાના સમર્થનના કારણે લોકોના સંબંધોમાં પડતા ફાંટા અંગે વાત કરતા તેમણે કોંગ્રેસ અને ભાજપના સંબંધોની જ પોલી ખોલી નાખી. આજની DB REELમાં કાંતિ અમૃતિયાનો આગવો અંદાજ જોવા ઉપરના ફોટો પણ ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.