ગુજરાતમાં ચૂંટણીપ્રચાર માટે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભાઓ ગજવી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં ભાજપ સામે કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ પડકાર બની છે. ત્યારે દિવ્ય ભાસ્કરે સુરતના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. દિવ્ય ભાસ્કરને સુરતમાં એક યુવાન મળ્યો, જેણે પ્રધાનમંત્રી મોદીની આંતરરાષ્ટ્રીય કક્ષાની ખ્યાતિને પોતાના આગવા અંદાજમાં વર્ણવી અને દાવો કર્યો કે મોદીના શાસનમાં માત્ર 2 વર્ષમાં જ ભારત વિશ્વમાં મહાસત્તા બની જશે. આ જોશીલા યુવાને પોતાને ચાણક્યનીતિમાં માહેર ગણાવીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠકો મળશે એનો પણ દાવો કરી દીધો. ઉપરના ફોટો પર ક્લિક કરો અને આજની DB REELSમાં જુઓ સુરતીલાલાનો અનોખો અંદાજ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.