DB REELS:આ ગુજરાતીઓમાં કંઈ ના ઘટે, નેતાઓનાં નામની એક, બે ને સાડા ત્રણ કરી નાખી

21 દિવસ પહેલા

એક વર્ષ પહેલા ભાજપે ભૂપેન્દ્ર પટેલને સત્તાના સર્વોચ્ચ પદે પહોંચાડીને ગુજરાતના રાજકારણમાં એન્ટીઈન્કમ્બન્સીનો તોડ કાઢવાનો પ્રયાસ કર્યો, આ પ્રયોગ કેટલો સફળ રહેશે એ તો સમય બતાવશે. પરંતુ મતદારોનો મિજાજ જાણવા નીકળેલી દિવ્ય ભાસ્કરની ટીમને એવા ઘણા લોકો મળ્યા જેમને ગુજરાતના મુખ્યમંત્રીનું નામ યાદ રાખવામાં જ ભૂલો પડી રહી છે. હાલત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની પણ સારી નથી. અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક ભલે કોંગ્રેસને ગઢ કહેવાતી હોય પણ ઘણા લોકો ત્યાંના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને ન ઓળખી શક્યા. કેજરીવાલથી લોકો પરિવર્તનની અપેક્ષા તો રાખી રહ્યા છે, પણ લોકોએ માત્ર નામ અને નારા જ સાંભળ્યા છે, કેજરીવાલ કોણ છે એ ખબર નથી. ગુજરાતના રાજકારણ અંગે લોકોનો રસપ્રદ અભિપ્રાય DB REELSમાં જોવા ઉપરના ફોટો પર ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...