DB REELS, ઓવૈસીના નખરા જુઓ:સ્ટેજ પરથી પોતાના જ ઉમેદવારની મિમિક્રી કરી, કૉંગ્રેસને થેન્ક યુ કહ્યું, બોલ્યા- એક ધડાકે કામ કરી દીધું

2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ પણ આ વખતે ઉમેદવાર ઉતાર્યા છે. હાલમાં ઓવૈસીની એક સભાની વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ઓવૈસી પોતાના જ ઉમેદવારની મિમિક્રી કરતા જોવા મળે છે. એક કિસ્સો વર્ણવતા ઓવૈસીએ સાબીર કાબલીવાલાની નકલ કરી, તો સામે બેસેલા લોકો ખડખડાટ હસવા લાગ્યા. ચૂંટણીસભામાં અન્ય એક વાતનો ઉલ્લેખ કરતાં ઓવૈસીએ કહ્યું, 'થેક્યૂ કોંગ્રેસ'. ઓવૈસીના આવા અંદાજને જોઈને સભામાં રીતસર સીટીઓ વાગવા લાગી હતી. સામાન્ય રીતે આક્રમક અંદાજમાં રહેતાં ઓવૈસીનો મિજાજ મોજીલો કેમ થઈ જુઓ?, જુઓ આજની DB REELSમાં.

અન્ય સમાચારો પણ છે...