DB REELS,'રાહુલ એટલે ભારતનો કમો':પબુભા બોલ્યા, 'આખા કુટુંબનું ખાઈ ગ્યો, દાઢી વધારીને સદ્દામ હુસૈન જેવો લાગે છે'

11 દિવસ પહેલા

ભાજપના નેતા પબુભા માણેક તેમના વિરોધીઓ પર આકરી ભાષામાં ચાબખા મારવામાં માહેર છે. હમણા વિધાનસભાની ચૂંટણીમાં પૂરજોશથી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે પબુભા ફરીથી તેમની તીખી ભાષાના કારણે ચર્ચામાં આવ્યા છે, આ વખતે તેમના નિશાને આવ્યા રાહુલ ગાંધી. પબુભા માણેકે રાહુલ ગાંધીની સરખામણી ઈરાકના પૂર્વ તાનાશાહ સદ્દામ હુસૈન સાથે કરી. પબુભાએ કહ્યું, 'તમે ટીવીમાં એનો સીન જોજો, રાહુલ ગાંધીએ એવી દાઢી વધારી છે કે જોઈને સદ્દામ હુસૈન જ યાદ આવી જાય.' આટલેથી ન અટકતા પબુભાએ રાહુલ ગાંધીને 'આખા દેશનો કમો' કહ્યા. આજની DB REELSમાં જુઓ પબુભા માણેકનો વાયરલ વીડિયો.

અન્ય સમાચારો પણ છે...