ગુજરાતની સક્સેસ ફોર્મ્યુલા અન્ય રાજ્યોમાં લાગુ કરશે ભાજપ:ચૂંટણીના 14 મહિના પહેલાં CM બદલ્યા, બધા 22 મંત્રી હટાવ્યા; ફરી જીતીને રેકોર્ડ બનાવ્યો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં ભાજપના પ્રચંડ વિજય સાથે 14 મહિના પહેલાં સરકારમાં કરાયેલા મહાપરિવર્તનનો સાહસિક નિર્ણય ચર્ચામાં આવ્યો છે. પાર્ટીએ સપ્ટેમ્બર 2021માં સીએમ વિજય રૂપાણી સહિત તમામ 22 મંત્રી બદલી નાખ્યા હતા. દેશમાં કોઈ પાર્ટીએ ચૂંટણીથી 1 વર્ષ પહેલાં સરકારમાં આવો સપાટો ક્યારેય બોલાવ્યો નહોતો. ભૂપેન્દ્ર પટેલે જ્યારે સીએમપદના શપથ લીધા ત્યારે રૂપાણી સરકારનો એક પણ મંત્રી કે દિગ્ગજ નવી કેબિનેટમાં સામેલ નહોતો.

જ્યારે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે રૂપાણી સરકારના એક પણ મંત્રી કે દિગ્ગજ નેતા નવા મંત્રીમંડળમાં ન હતા. 27 વર્ષથી સત્તામાં બિરાજિત ભાજપે એન્ટી-ઈન્કમ્બન્સીનો ઉપાય કરવા માટે તમામ નવા ચહેરા મેદાને ઉતાર્યા હતા. તેમની સાથે ન તો કોઈ વિવાદ હતો ન તો કોઈ ચર્ચિત ભૂતકાળ. આટલું જ નહીં, ટિકિટ વહેંચણીમાં પણ 182માંથી 103 નવા ચહેરાને અપાઈ હતી. 5 મંત્રી, પૂર્વ સીએમ, ડેપ્યુટી સીએમ અને 38 સીટિંગ ધારાસભ્યોને પણ ટિકિટ નહોતી અપાઈ.

ગુજરાતમાં ઐતિહાસિક જીત પછી વડાપ્રધાન મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ દિલ્હીના પાર્ટી મુખ્ય કાર્યાલય પર ઉજવણી માટે ભેગા થયા હતા.
ગુજરાતમાં ઐતિહાસિક જીત પછી વડાપ્રધાન મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ દિલ્હીના પાર્ટી મુખ્ય કાર્યાલય પર ઉજવણી માટે ભેગા થયા હતા.

ગુજરાતમાં 60 વર્ષના ઈતિહાસમાં BJPની સૌથી મોટી જીત
ધરમૂળથી ફેરફાર સુપર સક્સેસ ફોર્મ્યૂલા સાબિત થઇ છે. તેના જોરે ગુજરાતના 60 વર્ષના ઈતિહાસમાં કોઇ પણ પાર્ટીને સૌથી વધુ 156 બેઠકો જીતવાનો રેકોર્ડ અને ભાજપે કોઈ પણ રાજ્યોમાં 86% સીટ જીતવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

હવે વાત ગુજરાત બહારની થઈ રહી છે. પરિવર્તનના સમયે ગુજરાતના ઈન્ચાર્જ ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે આ ફોર્મ્યૂલાને બીજા રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવી શકે છે. હવે ચર્ચા એ છે કે શું આ ફોર્મ્યુલા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ક્યાં અને કઈ રીતે લાગુ થશે.

BJPની નજર રાજસ્થાન, MP, છત્તીસગઢ અને કર્ણાટક પર છે
ભાજપ નેતૃત્વએ સપ્ટેમ્બર 2021 માં ગુજરાતની સમગ્ર સરકાર બદલી, તે સમયે કુલ 24 મંત્રીઓની બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 10 કેબિનેટ અને 14 રાજ્ય મંત્રી હતા.આ ચૂંટણીમાં પાર્ટીએ 5 મંત્રીઓની ટિકિટ કાપી હતી. પરિણામો દર્શાવે છે કે કેબિનેટમાં ફેરફાર અને નવા મંત્રી બનાવવા ભાજપ માટે યોગ્ય સાબિત થયું છે.

કુલ મળીને ગુજરાતમાં મોટા પરિવર્તન બાદ જે પ્રચંડ જીતની સુપર સક્સેસ ફોર્મ્યૂલા બની છે તેને લઈને હવે આ ત્રણેય રાજ્યોમાં પણ બેચેની વધી ગઈ છે. આગામી વર્ષે 2023ના નવેમ્બર-ડિસેમ્બરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે એટલા માટે આગામી 1થી 2 મહિનામાં આ પ્રદેશોમાં શું થશે તેની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. કેમ કે ભાજપ જે પણ કરવા ઈચ્છશે તે જાન્યુઆરી 2023 સુધી કરી નાખશે જેથી તેને 10થી 11 મહિનાનો સમય ચૂંટણીની તૈયારી કરવા માટે મળી શકે.

મધ્યપ્રદેશ: આવતા વર્ષે ચૂંટણી, એન્ટિ ઇન્કમ્બન્સી મોટી ચિંતા
મધ્યપ્રદેશમાં એન્ટી ઈન્કમ્બન્સી સ્ટ્રોંગ મનાઈ રહી છે. અન્ય રાજ્યોથી વિપરીત કોંગ્રેસ અહીં ટક્કર આપવાની સ્થિતિમાં છે. સંગઠન પણ લગભગ વ્યવસ્થિત છે. ગત ચૂંટણીમાં મજબૂત મુકાબલો થયો હતો. ભાજપને 41.6% વોટ સાથે 109 બેઠકો અને કોંગ્રેસને 41.5% વોટ સાથે 114 બેઠકો મળી હતી. પછી કોંગ્રેસે સરકારે બનાવી. જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત 22 ધારાસભ્યોએ બળવો પોકારતા ભાજપ ફરી સત્તામાં આવ્યો.

ભાજપમાં અનેક કદાવર નેતાઓને લીધે ટિકિટ વહેંચણીમાં બેલેન્સની ફોર્મ્યૂલા બનાવાઈ જેનાથી પાર્ટીને નુકસાન થયું. હવે ચર્ચા છે કે શું ગુજરાતની જેમ અહીં પણ ચૂંટણીના 1 વર્ષ પહેલાં વ્યાપક ફેરફાર કરાશે કે પછી સામાન્ય કરાશે કે વર્તમાન ટીમમાં સમીકરણ બેસાડી પાર્ટી ચૂંટણી મેદાને ઉતરશે?

ગુજરાતમાં ભાજપની ઔતિહાસીક જીતની મધ્યપ્રદેશ કાર્યલયમાં પણ ઉજવણી કરવામાં આવી હતી
ગુજરાતમાં ભાજપની ઔતિહાસીક જીતની મધ્યપ્રદેશ કાર્યલયમાં પણ ઉજવણી કરવામાં આવી હતી

રાજસ્થાન: કોંગ્રેસમાં જૂથવાદ ભાજપ માટે તક
રાજસ્થાનમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના જૂથ ઉપરાંત વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા તેમના સમર્થકોને લઈને અત્યારથી દબાણ વધારી રહ્યાં છે. કેન્દ્રીયમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ આશા રાખી બેઠા છે. અહીં કોંગ્રેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાઈલટની ખેંચતાણને પણ ભાજપ તક માની રહ્યો છે.

હિમાચલપ્રદેશની જેમ અહીં પણ દર 5 વર્ષે સરકાર બદલાવાની પરંપરા છે જે ભાજપ પોતાના માટે સ્વાભાવિક લાભ માનીને ચાલી રહ્યો છે. પણ પાર્ટીમાં અનેક કદાવર નેતાઓ વચ્ચે ખેંચતાણથી ચૂંટણીની સંભાવનાઓ બગડે નહીં એટલા માટે ભાજપ સક્સેસ ફોર્મ્યૂલા હેઠળ પરિવર્તનનું કયું સ્વરૂપ લાગુ પાડશે તેના પર સૌની નજર છે.

સપ્ટેમ્બરમાં CM ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી હતી. હાઈકમાન્ડ દ્વારા તેમની જગ્યાએ મુખ્યપ્રધાન તરીકે સચિન પાયલટની પસંદગી હતી, પરંતુ પાયલટના નામથી ગેહલોત જુથમાં નારાજગી હતી. (ફાઇલ ફોટો)
સપ્ટેમ્બરમાં CM ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી હતી. હાઈકમાન્ડ દ્વારા તેમની જગ્યાએ મુખ્યપ્રધાન તરીકે સચિન પાયલટની પસંદગી હતી, પરંતુ પાયલટના નામથી ગેહલોત જુથમાં નારાજગી હતી. (ફાઇલ ફોટો)

છત્તીસગઢ: ભાજપ ભ્રષ્ટચારનો મુદ્દો ઉઠાવી શકે છે
છત્તીસગઢમાં ભાજપ માટે સ્થિતિ અલગ છે. અહીં ગત ચૂંટણીમાં ભાજપ(33.6%) વોટશેર મામલે કોંગ્રેસથી 10%થી પણ વધુ પાછળ હતો. કોંગ્રેસે સતત બે વખતથી સત્તામાં બિરાજિત ભાજપને હરાવ્યો હતો. રાજ્યમાં ભાજપનું સંગઠન નબળું છે. જોકે બમ્પર બહુમત સાથે સરકાર ચલાવી રહેલા ભૂપેશ બઘેલ ગ્રાઉન્ડ લેવલ પર સક્રિય દેખાઈ રહ્યા છે.

ભાજપ પાસે છત્તીસગઢમાં ભ્રષ્ટાચારના આરોપો હેઠળ આઈએએસ અધિકારીઓની ધરપકડનો એવો મુદ્દો છે જેના આધારે તે સતત દબાણ વધારવાની નીતિ પર આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં પ્રચંડ વિજય બાદ છત્તીસગઢની બઘેલ સરકારને ભ્રષ્ટાચારના મોરચે ઘેરવા માટે આવનારા દિવસોમાં વ્યક્તિગત હુમલા વધારવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...