ગ્રાઉન્ડ રિપોર્ટઈસુદાનનાં વતનનું ઘર જુઓ:પીપળિયાની ગલીએ ગલીએ એક જ ચર્ચા, ગામના ગલ્લાવાળાએ ગઢવીની બે અજાણી વાત કહી

પીપળિયા, ખંભાળિયા7 દિવસ પહેલાલેખક: હિરેન હિરપરા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીનો ચહેરો ઈસુદાન ગઢવીને બનાવ્યો છે. ખંભાળિયા બેઠક પર આપ ઉમેદવાર ઈસુદાન ગઢવીનો મુકાબલો ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા અને કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ સાથે થવાનો છે. બે-બે દિગ્ગજ નેતાઓ સામે ચૂંટણી લડનાર ઈસુદાન ગઢવી રાજકારણમાં આવ્યા એ પહેલાં પત્રકાર હતા. ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીપળિયા ગામ ઈસુદાન ગઢવીનું મૂળ વતન છે, જે ખંભાળિયાથી 23 કિલોમીટર દૂર આવેલું છે. ઈસુદાન મુખ્યમંત્રી પદના ઉમદેવાર હોવાથી ગામલોકોમાં પણ ઉમંગ જોવા મળી રહ્યો છે.

જામ ખંભાળિયાનાં પીપળિયા સ્થિત ઈસુદાન ગઢવીનું ઘર
જામ ખંભાળિયાનાં પીપળિયા સ્થિત ઈસુદાન ગઢવીનું ઘર

ઈસુદાન ગઢવીની રાજકારણમાં એંટ્રી
ઈસુદાન ગઢવીએ અનેક પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપી પોતાના ટીવી શોમાં સરકાર સામે બાંયો ચડાવી હતી. જોકે 16 મહિના પહેલા જ ઈસુદાન ગઢવીએ પત્રકારત્વની નોકરી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા અને રાજનેતા બન્યા. માત્ર 32 વર્ષની ઉંમરે ઈસુદાન ગઢવીએ ચેનલ હેડની જવાબદારી સંભાળી. ખેડૂત, બેરોજગાર, પાણીની સમસ્યા વગેરે જનતાના પ્રશ્નોના મુદ્દા ઉઠાવતા આવ્યા છે. સામાન્ય અને ખેડૂત પરિવારમાંથી આવતા ઈસુદાન ગઢવીએ સૌથી વધુ ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવ્યા છે.

150 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરીને તેઓ પ્રખ્યાત થયા
પીપળિયાના લોકો ઈસુદાન ગઢવીના વિશે બધું જાણે છે. દરેક વ્યક્તિ જાણે છે કે તેમણે તેમની કારકિર્દીના શરૂઆત દૂરદર્શનથી કરી હતી. ત્યાં 2007થી 2011 સુધી રહ્યા. જ્યાર તેઓ ETV ગુજરાતીમાં હતા ત્યારે તેમણે પોરબંદરમાં રહીને ખેડૂતોની સમસ્યા પર અનેક ન્યૂઝ સ્ટોરી કરી હતી.

ગામમાં વિકાસ નથી, જાતિ સૌથી મોટો મુદ્દો છે
ઈસુદાનના જીવનની વાર્તા પછી, પીપળિયામાં વિકાસ બાજુ પર હોય એવું લાગે છે, જ્યાં જ્ઞાતિ આધારિત મતદાનની પેટર્ન દેખાય છે. છેલ્લાં 50 વર્ષથી અહીં આહીર (યાદવ) સમાજના ઉમેદવારો જીતી રહ્યા છે. માત્ર એકવાર એવું બન્યું કે આ સમાજનો ઉમેદવાર ધારાસભ્ય ન બની શક્યો હતો.

આહીરોની વસતિ વધુ છે, ભેદભાવનું પ્રમાણ વધારે છે
પીપળિયામાં આહીર સમાજની વસતિ વધુ હોવાથી અન્ય જ્ઞાતિના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવે છે. નાની કે મોટી દરેક ચૂંટણીમાં આહીર સમાજને ટિકિટમાં પ્રાધાન્ય મળે છે. ગઢવી સમાજનું જાણે કોઈ અસ્તિત્વ જ નથી એવું વિચારે છે. આ વખતે કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારો આહીર સમાજના છે. જ્યારે ઇસુદાન ગઢવી પછાત ચારણ જ્ઞાતિના છે. પીપળિયામાં ઈસુદાનના પાડોશીઓ તેમને ટેકો આપી રહ્યા છે, કારણ કે આ તેમના ગામના છે.

પત્રકારત્વએ ઈસુદાન ગઢવીને ખ્યાતિ અપાવી

ઈસુદાન ગઢવીએ કોમર્સમાં સ્નાતક ડીગ્રી મેળવ્યા બાદ 2005માં પત્રકારત્વમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. દૂરદર્શનથી કારકિર્દીની શરૂઆત કરી અને મહામંથન ડિબેટ શોએ ઈસુદાનને નવી ઓળખ આપી.

અન્ય સમાચારો પણ છે...