DB REELS, એક શ્વાસે બોલ્યા 71 નેતાઓનાં નામ:AAPના નેતાએ આ રીતે અમિત શાહ અને પાટીલને ઘેર્યા, લોકોને પૂછ્યું આમાં તમારો વારો ક્યારે આવે

10 દિવસ પહેલા

પરિવર્તન લાવવાના દાવા સાથે આમ આદમી પાર્ટી રાજ્યભરમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહે સુરતના કતારગામમાં ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં સભા કરી. સંજયસિંહ રાજ્યસભાથી લઈને કોઈપણ સ્ટેજ પર પોતાના આગવા અંદાજ અને શૈલીમાં વાત રાખવા માટે જાણીતા છે. આમ આદમી પાર્ટી અન્ય પક્ષો કરતાં અલગ કેમ છે, તે અંગે જણાવતા સંજયસિંહે દેશભરની પાર્ટીઓમાં ચાલતા પરિવારવાદનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જમ્મુ-કાશ્મીરના અબ્દુલ્લા પરિવારથી શરૂ કરીને છેક તમિલનાડુ સુધી, કઈ રીતે એક જ પરિવાર આખી પાર્ટી ચલાવે છે, તે જણાવતાં એક જ શ્વાસે 71 નેતાઓનાં નામ બોલી ગયા. સંજયસિંહે દેશની ઘણી રાજકીય પાર્ટીઓને પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓ ગણાવી, તો આખી સભા તાળીઓથી ગુંજવા લાગી. ઉપર આપેલા ફોટો પર ક્લિક કરો અને આજની DB REELSમાં જુઓ સંજયસિંહનો આક્રમક અંદાજ.

અન્ય સમાચારો પણ છે...