અઘરી પાર્ટી, અઘરા ઉમેદવાર, VIDEO:'સાહેબ, હું જ સૌથી યોગ્ય, જીતીશ તો બધાને 3-3 વીઘા જમીન આપીશ', એક-એકનું માથું ભાંગે એવા નેતા

3 દિવસ પહેલાલેખક: હર્ષ પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાનને હાલ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પગપેસારો કરતા ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામ્યો હોવાની ચર્ચા છે. આવા રાજકીય માહોલ વચ્ચે ગુજરાતમાં એવી પણ પાર્ટીઓ અને નેતાઓ મજબૂત દાવા કરી રહ્યા છે, જેનું તમે ક્યારેય નામ નહીં સાંભળ્યું હોય.

ગુજરાતના રાજકારણમાં અનોખી પાર્ટી
પક્ષનું નામચિન્હ
સર્વોદય ભારત પાર્ટીકેમેરો
ભારતીય બહુજન કોંગ્રેસરિક્ષા
નેશનલ મહાસભા પાર્ટી

વાછરડી

સર્વોદય ભારત પાર્ટી
સુરતની કતારગામ બેઠક, જ્યાંથી ભાજપે વિનુ મોરડિયાને ટિકિટ આપી, કોંગ્રેસે કલ્પેશ વરિયાને અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઈટાલીયા ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આ બેઠકથી સર્વોદય ભારત પાર્ટીએ અમરકુમાર લવણેને ઉમેદવાર બનાવ્યા છે. આ પક્ષની શરૂઆત ચાલુ વર્ષે જ ઉત્તરપ્રદેશથી થઈ. દિવ્ય ભાસ્કરે અમને કુમારને પાર્ટીના નામકરણ પાછળની વાત પૂછી તો તેમને જરા પણ ખ્યાલ ન હતો.

સર્વોદય ભારત પાર્ટીના ઉમેદવાર અમરકુમાર લવણ
સર્વોદય ભારત પાર્ટીના ઉમેદવાર અમરકુમાર લવણ

પ્રચાર માટે પૈસા નથી, સ્પોન્સર શોધું છું-અમનકુમાર
અમનકુમાર બેનર પ્રિન્ટિંગનું કામ કરે છે અને તેમની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાની છે. દિવ્ય ભાસ્કરને તેમણે જણાવ્યું કે હાલ તો ચૂંટણી પ્રચાર માટે તેમની પાસે પૈસા નથી, હાલ સ્પેન્સર શોધી રહ્યો છું, જો કોઈ સ્પેન્સર મળશે તો ચૂંટણી પ્રચાર શરૂ કરીશ. હું બને એમ ઓછો ખર્ચો કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.

જીત્યા પછી નક્કી કરીશ કે શું કામ કરવાનું છે-અમનકુમાર
દિવ્ય ભાસ્કરે અમનકુમારને સવાલ કર્યો કે, 'જો તમે જીતી જશો તો કતારગામ વિસ્તાર માટે કયા કામ કરશો?', આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, 'કયા-કયા કામ કરવાના એ હાલ નક્કી નથી કર્યું, હું તો જીત્યા બાદ જનતાને પૂછીશ કે મારે શું કરવું જોઈએ.'

AAPએ મને છેતરી લીધો-અમનકુમાર
કતારગામથી સર્વોદય ભારત પાર્ટીના ઉમેદવાર અમનકુમારે દાવો કર્યો કે, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેમની પત્નીએ આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ આમ આદમી પાર્ટીએ છેલ્લી ઘડીએ તેમનું નામ ડમી ઉમેદવારમાં નાખીને ખેલ કરી નાખ્યો. આ જ કારણે તેમણે આમ આદમી પાર્ટી છોડી દીધી.

ભારતીય બહુજન કોંગ્રેસ
સુરતની ઉધના વિધાનસભા બેઠક પર ભારતીય બહુજન કોંગ્રેસ નામની પાર્ટી તરફથી બાદશાહખાન પઠાણે ઉમેદવારી નોંધાવી છે. બાદશાહખાન હાલ તો મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવે છે. લોકોને કોંગ્રેસ અને ભાજપ સિવાય વધુ એક મજબૂત વિકલ્પ મળી રહે તે માટે ભારતીય બહુજન કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી હોવાનો તેમણે દાવો કર્યો.

ભારતીય બહુજન કોંગ્રેસના ઉમેદવાર બાદશાહખાન પઠાણ
ભારતીય બહુજન કોંગ્રેસના ઉમેદવાર બાદશાહખાન પઠાણ

50 હજાર વાર્ષિક આવક
બાદશાહખાનની વાર્ષિક આવક 50 હજાર રૂપિયાની આસપાસ છે. જેમાંથી અત્યાર સુધીમાં 30 હજાર રૂપિયા ફોર્મ ભરવામાં અને પ્રચાર કરવામાં ખર્ચ કરી દીધા છે. જો ચૂંટણી પ્રચારમાં વધુ ખર્ચો થશે તો મિત્રો મદદ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

બધા ઝૂપડાંનાં દસ્તાવેજ કરી આપીશ- બાદશાહખાન ભારતીય બહુજન કોંગ્રેસના ઉધનાથી ઉમેદવાર લોકોને દાવો કરી રહ્યા છે કે જો હું સત્તામાં આવીશ તો જે લોકોના ઝૂપડાંનાં દસ્તાવેજ નથી થયાં, તે કરી આપીશ. બંધારણનો હવાલો આપીને તમામ લોકોને 3 વીઘા જમીન આપવાનો વાયદો પણ કરી રહ્યા છે.

નેશનલ મહાસભા પાર્ટી
આ પાર્ટી વર્ષ 2021માં જ બની હતી. સુરતની ચૌર્યાસી વિધાનસભા બેઠકની રોશનલાલ નામના નેતાએ નેશનલ મહાસભા પાર્ટીથી ઉમેદવારી નોંધાવી છે. રોશનલાલ પોતાને પ્રખર હિન્દુવાદી નેતા ગણાવે છે. તેમનો દાવો છે કે દેશમાં સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે, સાધુ-સંતો સુરક્ષીત નથી, એટલે તેમને રાજકારણમાં આવવું પડ્યું.

નેશનલ મહાસભા પાર્ટીના ઉમેદવાર રોશનલાલ
નેશનલ મહાસભા પાર્ટીના ઉમેદવાર રોશનલાલ

ભાજપથી નારાજ છું- રોશનલાલ
નેશનલ મહાસભા પાર્ટીના વાયદા અને વિચાર ભાજપને મળતા આવે છે, પરંતુ રોશનલાલે જણાવ્યા મુજબ ભાજપે જે દાવા કર્યા એ પ્રકારનું કામ ગુજરાતમાં કર્યું નથી. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા તેમણે અધધ આત્મવિશ્વાસ દર્શાવતા કહ્યું, 'તમે તે થાય પણ હું જીત્યા બાદ ભાજપ સાથે ગઠબંધન નહીં કરું.'

અન્ય સમાચારો પણ છે...