મૂળે સુરતી અને ‘ખિલાડી’, ‘બાઝીગર’, ‘રેસ’ જેવી ફિલ્મો બનાવનારા ફિલ્મમેકર બંધુઓ અબ્બાસ-મસ્તાન બર્માવાલાની ટ્રેડમાર્ક સ્ટાઇલ છે સફેદ કપડાં. તે બંને ભાઈ કાયમ બગલાની પાંખ જેવાં સફેદ કપડાંમાં જ જોવા મળે છે. આજકાલ આવા જ સફેદ કપડાંવાળાઓની બીજી એક પ્રજાતિ પણ ગુજરાતમાં ઠેરઠેર જોવા મળી રહી છે. નેતા અથવા તો રાજકારણી તરીકે ઓળખાતા આ ‘પ્રાણીઓ’ અત્યારે પોતાના માટે મત માગી રહ્યા છે.
અબ્બાસ-મસ્તાનની ફિલ્મ ‘રેસ-2’ પળે પળે આવતા ટ્વિસ્ટ માટે પ્રખ્યાત છે. ગુજરાતની ચૂંટણીમાં પણ કંઇક એવો જ માહોલ જામ્યો છે. કઈ બેઠક પર કોનું પલ્લું ભારે રહેશે, કયા નેતાની તરફેણમાં વોટ પડશે કે કોની વિરુદ્ધમાં જનાદેશ જશે, કયા નેતાને ગાંધીનગરની વિધાનસભામાં જગ્યા મળશે, જ્યારે કયા નેતા ઘરભેગા થઈ જશે, કોણ કોને વોટ કરશે, કઈ સીટ પર કોની હાલત પતલી છે... આવી અનેક બાબતો એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મની જેમ ચોરે ને ચૌટે ચર્ચાઈ રહી છે.
‘રેસ-2’ની જેમ આજે ગુજરાતમાં ‘ફેઝ-2’ માટેનું વોટિંગ છે. તેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના નાગરિકો પોતાનો કીમતી અને પવિત્ર મત આપશે. આ ફેઝ-2માં સીટિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર, અમિત ચાવડા, રમણલાલ વોરા, ભૂષણ ભટ્ટ, અમિત પી. શાહ, મધુ શ્રીવાસ્તવ સહિતના નેતાઓ ફાઇટ કરી રહ્યા છે. તેમના માટે ‘રેસ-2’ના સ્લોગન ‘ફાઇટિંગ ઇઝ સર્વાઇવલ’, યુદ્ધ એ જ અસ્તિત્વની લડાઈ છે.
હવે આ સસ્પેન્સ થ્રિલરનો છેલ્લો અંક આવતીકાલે ‘ફેઝ-2’ના વોટિંગ સાથે શરૂ થઈ રહ્યો છે. તેનો ક્લાઇમેક્સ 8 ડિસેમ્બરે રિઝલ્ટ સાથે આવશે. જોઇએ, આ સસ્પેન્સ થ્રિલરની સિક્વલમાં લડી રહેલા નેતાઓનું બોક્સઓફિસ રિઝલ્ટ કેવુંક રહે છે.
અમારું આજનું આ ‘ઇલેક્શન પોસ્ટર’ તમને ગમ્યું હોય તો શૅર કરો અને હા, વોટ કરવાનું ભૂલશો નહીં.
***
લો, હવે આજનું પોલિટિકલ મીટર પણ ચેક કરી લો...
***
આ સ્ટોરીઝ પણ તમને વાંચવી ગમશે...
***
***
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.