DB REELS, કોંગ્રેસને મુસ્લિમો જ બચાવશે:ભારતમાં મુસ્લિમોનું રક્ષણ પણ કોંગ્રેસ જ કરે, સિદ્ધપુરના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજીનો બફાટ

9 દિવસ પહેલા

સિદ્ધપુરના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું એક વિવાદાસ્પદ નિવેદન જબરદસ્ત વાઈરલ થઈ રહ્યું છે. રાત્રે યોજાયેલી સભામાં ચંદનજી ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કરવાની સાથોસાથ એવું પણ કહ્યું કે, કોંગ્રેસ જ એક માત્ર પાર્ટી એવી છે જે મુસ્લિમોની રક્ષા કરે છે. ચંદનજી ઠાકોરના આવા નિવેદનના પડઘા એવા પડ્યા કે ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ તેમના આ નિવેદનને તૃષ્ટિકરણની રાજનીતિ ગણાવી. સોશિયલ મીડિયામાં પણ તેમના આ નિવેદન પર અલગ અલગ પ્રતિક્રિયાઓનો મારો ચાલુ છે. શું છે ચંદનજી ઠાકોરનું મુસ્લિમોની રખેવાળીવાળું નિવેદન તે સાંભળવા ઉપરના ફોટો પર ક્લિક કરીને જુઓ વીડિયો