ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંની એક અમરેલી બેઠક 1991થી ભાજપનો ગઢ રહી છે. અમરેલી વિધાનસભા બેઠક પર લેઉવા પાટીદારનું વર્ચસ્વ છે. અમરેલી શહેરે ગુજરાત અને દેશને અનેક દિગ્ગજ નેતાઓ આપ્યા છે. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા અમરેલીના હતા. ભાજપના દિલીપ સંઘાણી આ બેઠક ઉપરથી ચાર વખત વિજયી થયા છે. ત્યારે દિવ્ય ભાસ્કર એપ સાથે વાત કરતા તેમણે ભાજપની 150+ ટાર્ગેટ માટે રણનીતિ, વડાપ્રધાન મોદીનો ક્રેઝ, વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ અને આપની ભૂમીકા અને પ્રચારમાં રાહુલ ગાંધીની અનુપસ્થિતિ વિશે વાત કરી હતી.
દિવ્ય ભાસ્કરઃ ભાજપે 150+નો ટાર્ગેટ રાખ્યો છે ભાજપ કેટલી બેઠક મેળવી શકશે?
દિલીપ સંઘાણીઃ આ વખતની ચૂંટણીમાં નરેન્દ્રભાઈનો જે ક્રેઝ છે, ઉમેદવારો નવા અને તમામ જગ્યાએ મતદારોને ગમતાં હોવાથી ભાજપે રાખેલો ટાર્ગેટ પૂર્ણ થાય એ દિશામાં કાર્યકર્તાઓ ખૂબ જ મહેનત કરી રહ્યાં છે. તો જનતાનો આવકાર પણ અમારી કલ્પનાથી બહારનો મળી રહ્યો છે. ત્યારે આ ટાર્ગેટ પુરો થશે જ એમાં કોઈ શંકા નથી.
દિવ્ય ભાસ્કરઃ ત્રિપાંખીયા જંગમાં ગુજરાતમાં કેવી હવા લાગી રહી છે?
દિલીપ સંઘાણીઃ આમ આદમી પાર્ટી છે એ મોટા ભાગે કોંગ્રેસના મત તોડી રહી છે. એટલે આમ આદમી પાર્ટી એક સારા અપક્ષ તરીકે પોતાનો રોલ ભજવી રહી છે. જૂઠ્ઠું બોલે છે એ પ્રજાને ખબર પડી ગઈ છે. કેમકે એના દિલ્હીના વીડિયો ગુજરાત સાથે સરખાવો ત્યારે ખ્યાલ આવે છે કે એમની તૃષ્ટીકરણની નીતી છે. બે ફામ ગુજરાતીઓને થાય એ કરી લે એવી તો તેમની ભાષા છે. દિલ્હીમાં હોય ત્યારે ગુજરાતીઓને સંપૂર્ણ રીતે ગાળો દે છે. મોદી સાહેબનો વિરોધ હોય તો પોલીટિકલી વિરોધ કરે આખા ગુજરાતીઓને ભાંડવા એ ગુજરાતીઓ ક્યારેય સહન ન કરે. જો આમ આદમી પાર્ટી થોડા ગણા મત તોડશે તો એ કોંગ્રેસના તોડશે જેથી ભાજપને વધારે ફાયદો થશે.
દિવ્ય ભાસ્કરઃ આમ આદમી પાર્ટી કહે છે કે સીધી જ ટક્કર ભાજપ સાથે દિલીપ સંઘાણીને શું લાગે છે ?
દિલીપ સંઘાણીઃ કોંગ્રેસ જ છે, આમ આદમી પાર્ટી જુઠ્ઠાણાં ફેલાવામાં, જુઠ્ઠું બોલવામાં કેજરીવાલને દેશમાં એવોર્ડ આપવો પડે. બ્રહ્મ ફેલાવવામાં એટલે ચૂંટણીના પરિણામો આવશે ત્યારે ખ્યાલ આવશે.આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કશું જ નહીં મળે.
દિવ્ય ભાસ્કરઃ રાહુલગાંધીને કેટલા મીસ કરો છો આ ચૂંટણીમાં?
દિલીપ સંઘાણીઃ મેઘા પાટકર સાથે એમની યાત્રા ગુજરાતીઓએ જોઈ છે. મેઘા પાટકરે ગુજરાતને બદનામ કરીને નર્મદા જેવી યોજનાને અટકાવવા જેવું જે કામ કર્યું. અને આનાથી રાહુલ ગાંધી કે કોંગ્રેસને ફાયદો ન થાય. રાહુલ ગાંધી આવે તો એની લોક સ્વીકૃતિ ન મળે, એમને વ્યક્તિગત પોતાના શારિરિક દ્રશ્યો અંગે મારે કોઈ કોમેન્ટ કરવી નથી. લોકો ખુદ જ કહીં રહ્યાં છે કે દુનિયાના કેટલા અન્ય દેશમાં જે દાઢી વધારવાના દ્શ્ય હતા એવું દશ્ય દેખાય છે. એવી લોકો વચ્ચે ચર્ચાઓ થઈ રહી છે. એટલે એ દિશામાં એના મત તૂટે બાકી બોલવામાં તો એને ખ્યાલ નથી. અગાઉ ક્યારે કેવું ગુજરાતમાં બોલવું.એના ઉમેદવારો પણ એના નેતાઓ છત્તાં પણ અમરેલીથી માંડીને ચારે બાજું જુઓ કોંગ્રેસના ઉમેદવારો પોતાનો વ્યક્તિ ગત ફોટો મુકે છે. રાહુલ કે સોનિયાનો ફોટો પણ સાથે નથી મુકતાં તેના ઉમેદવારોએ જ તેમનો બહિષ્કાર કર્યો હોય તો જનતા ક્યાંથી સ્વીકારે.
દિવ્ય ભાસ્કરઃ અમરેલીની બેઠકમાં કેસરીયા કરવા માટે શું સ્ટ્રેટજી?
દિલીપ સંઘાણીઃ લોકમત મેળવવાના અને લોકો સાથે જ રહેવાનું જિલ્લા ભાજપના પ્રમુખ અમારા કૌૈશિકભાઈ વેકરિયાએ સફળ અને સબળ જે કામગીરી કરી છે.એના કામના લીધે આખા જિલ્લામાં ભાજપને પાંચેય બેઠકો મળે. અમને અમારા કેન્દ્રીય નેતા પુરુષોત્તમભાઈ રૂપાલાના માર્ગજદર્શન હેઠળ જે રીતે મળી રહી છે. એ રીતે સંગઠનને ખૂબ જ મજબૂત કર્યું છે. તેથી ભાજપનો ચોક્કસ વિજય નક્કી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.