આક્રમક અંદાજમાં ભાષણ આપવા માટે જાણીતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. એક જ દિવસમાં સાતથી આઠ વિધાનસભા વિસ્તારમાં પ્રચાર કરવાનો કાર્યક્રમ હોવાના કારણે ઈડરની એક સભામાં સૌથી પહેલા જગદીશ ઠાકોર બોલવા ઊભા થયા. સમયના અભાવના કારણે જગદીશ ઠાકોર પોતાનું ભાષણ પૂર્ણ કરીને તરત જ સ્ટેજ છોડી દેવાના હતા. તો તેમની પાછળ લોકો પણ ઊભા થઈને ન જતા રહે તે માટે જગદીશ ઠાકોરે સભામાં આવેલા લોકોને પોતાના આગવા અંદાજમાં સાસુના સોગંદ આપી દીધા. જગદીશ ઠાકોરે ડાયલોગબાજી કરતા ભાષણ શરૂ કર્યું, અને ચાલુ સભામાં જ ઉમેદવારને કહી દીધું કે '20 વીઘા સરકારી જમીન શોધીને તૈયાર રાખજો'. જગદીશ ઠાકોરે પોતાના ભાષણમાં ઉમેદવાર રામભાઈ સોલંકી વિશે કંઈક એવું કહી દીધું, જેથી તેઓ સ્ટેજ પર જ રડવા લાગ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.