ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં ભાજપે પોતાના દિગ્ગજ નેતાઓની ટીમ પ્રચાર માટે ઉતારી દીધી છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પેટલાદમાં ચૂંટણીસભા કરી હતી. રૂપાલાએ તેમના ભાષણમાં રાજકારણ અને ક્રિકેટની એવી તો તુલના કરી કે સામે બેસેલા લોકો ખડખડાટ હસવા લાગ્યા. પુરુષોત્તમ રૂપાલાએ રાજકીય સાપેક્ષમાં કહ્યું કે 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલાં રણજી ટ્રોફી રમતા હતા, અને હવે નેશનલ કક્ષાએ રમે છે. મોદી ફટકો મારે તો દડો દુનિયાની બહાર જતો રહે'. આજની DB REELSમાં જુઓ, રૂપાલાનો આગવી શૈલીમાં પ્રચારનો વીડિયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.