શનિવારે જાહેર સભાનું આયોજન કરીને મતદારોને રિઝવવા માટે કલોલના કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે એડીચોટીનું જોર લગાવ્યું. જાહેર મંચ પરથી બળદેવજી ઠાકોરે લાક્ષણિક અંદાજમાં હુંકાર કરીને કહ્યું કે, મામલતદાર કે કલેક્ટર કચેરીમાં માત્ર બળદેવજી કા નામ કાફી હૈ. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠકને કબજે કરવા માટે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી પણ રસ લઈ રહ્યા હોવાથી તેમણે એવો પણ ટોણો માર્યો કે ચાણક્યને દિલ્હીથી પ્લેનમાં આવતાં ચાર કલાક લાગશે પણ મારે અંબિકાથી આવતાં માત્ર ચાર મિનિટ લાગશે. પોતાની છેલ્લી ચૂંટણી હોવાની વાત કરીને બળદેવજીએ મતદારોની સરખામણી બૂમરાહ સાથે કરી દીધી. કોંગ્રેસના ઉમેદવાર બળદેવજીએ બૂમરાહની જેમ કેમ અને કેવી રીતે હેટ્રિક લેવાની મતદારોના વાત કરી તે જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને જુઓ આજની DB REELS
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.