ભાસ્કર ઇન્ટરવ્યૂવાઘોડિયા ઝંખે છે વિકાસ!:કોંગ્રેસના ઉમેદવાર સત્યજીત ગાયકવાડે કહ્યું, ત્રણ દાયકાના શાસનમાં ભાજપે ભલું નથી કર્યું, 2022માં 22 હજાર મતથી જીતીશ

3 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા, હર્ષ પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ચારેકોર ચૂંટણી પ્રચાર, રેલી અને જાહેર સભાનું આયોજન કરીને દરેક પક્ષ મતદારોને પોતાના પક્ષે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપે તેમના સિટિંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપ્યા બાદ ગુજરાતભરનું રાજકારણ પણ ગરમાયું છે. બીજી તરફ કોંગ્રેસે ગઈ કાલે મોડી રાત્રે સત્યજીત ગાયકવાડને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે ભાસ્કરે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે વાઘોડિયાનો વિકાસ ભાજપ શાસનમાં હોવા છતાં ન થયો હોવાનું જણાવીને એવું પણ કહ્યું કે આ બેઠકને શિક્ષિત નેતાની જરૂર છે.

સત્યજીત ગાયકવાડ
સત્યજીત ગાયકવાડ

દિવ્ય ભાસ્કર: વાઘોડિયાના મતદારો શું કહે છે?

સત્યજીત ગાયકવાડ: દુર્ભાગ્યની વાત છે કે અહિંયા 30 વર્ષથી ભાજપનું શાસન છે.વાઘોડિયામાં વિકાસનાં નામે શૂન્ય છે.વાઘોડિયાને શિક્ષિત નેતૃત્વની જરૂર છે

દિવ્ય ભાસ્કર:તમે ક્યા મુદ્દાઓ પર ચૂંટણી લડશો?

જવાબ: વાઘોડિયામાં એક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ હોવી જોઈએ.વાઘોડિયાને બે હાઈવેની પણ જરૂર છે. આ ઉપરાંત આજ દિન સુધી વિકાસથી વંચિત વાઘોડિયાને નગરપાલિકા જાહેર કરાવવા માટે પણ હું આંદોલન કરીશ
વાઘોડિયાને નગરપાલિકા જાહેર કરવા હું આંદોલન ઉપાડીશ

દિવ્ય ભાસ્કર: તો કોંગ્રેસ 30 વર્ષથી નિષ્ફળ કેમ?

જવાબ: અહીંની બેઠક પર ભાજપ નજીવી સરસાઈથી જીતતો આવ્યો છે. ભાજપનો ઉમેદવાર ચાર પાંચ હજારથી જ ચૂંટણી જીતે છે અને તેનું મોટું કારણ અપક્ષ ઉમેદવારો છે.મોદી સાહેબની આટલી મહેનત વચ્ચે જો ભાજપ આટલા મતે જીતે તો મોટી વાત નથી

દિવ્ય ભાસ્કર: તમને જૂથવાદ નડશે?

જવાબ: 110 વર્ષ જૂની પાર્ટી હોવાથી ટિકિટ ઈચ્છુકો પણ રહેવાના ને જૂથવાદ પણ ક્યાંક જોવા મળે. જો કે, આ બધાની વચ્ચે પણ અમારા કાર્યકરોમાં ક્યાંય મતભેદ કે મનભેદ નથી

દિવ્ય ભાસ્કર:-મોહનસિંહ પણ ગયા,કોંગ્રેસ આમ જ તૂટશે તો કંઈ રીતે જીતશો?

જવાબ:-તેમના દીકરા માટે ટિકિટ માંગી પક્ષ નિર્ણય લે તે પહેલા જ તે એક સિનિયર નેતા તરીકે પાર્ટી છોડે તે ખૂબ દુ:ખની બાબત છે.કોંગ્રેસે તેમને શું નથી આપ્યું તેઓ આટલા ટર્મ ઘારાસભ્ય રહ્યા.તેમને ગયા વખતે મનાવવા છતા ન માન્યા તો પણ તેમને ટિકિટ આપી છતા પણ જો તેઓ પાર્ટી છોડે તો તેમા કોંગ્રેસનો જૂથવાદ નથી

દિવ્ય ભાસ્કર:મધુ શ્રીવાસ્તવ સામે કઈ સ્ટ્રેટેજીથી લડશો?

જવાબ:તેઓ 30 વર્ષથી ધારાસભ્ય છે તેમને કંઈક તો સારા કામ કર્યા હશે તો લોકો તેમને પસંદ કરે છે.મને તેમની સામે વ્યકિતગત કોઈ વાંધો નથી.પરંતુ લોકોને જો સારુ જીવન જીવવું હશે તો પરિવર્તન એ જ પર્યાય છે.

દિવ્ય ભાસ્કર:સત્યજીતભાઈને કેટલા મતે જીતની આશા છે?

જવાબ:-બે મતે જીતેલો પણ જીતેલો કહેવાય પણ મને આશા છે કે આ સીટ હું ઓછામાં ઓછા 22,000 મતે જીતીશ

દિવ્ય ભાસ્કર: ગુજરાત કોંગ્રેસ 2022માં કેટલી સીટ મેળવશે?

જવાબ:અમે 125 સીટનો લક્ષ્યાંક રાખ્યો છે,જે 22 સીટ પર અમે ઓછા મતે હાર્યા હતા ત્યા અમે સાઈલન્ટલી કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમે તે 22 સીટ જીતીશું અને 125 નો લક્ષ્યાંક પણ સર કરીશું