ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે, મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ વિરમગામ પહોંચી હતી. મતદારો સાથે વાત કરતા સમયે વિરમગામમાં એક સ્વઘોષિત ઉમેદવાર મળ્યા, નામ વિનોદ ગિરીશચંદ્ર રાવલ પણ ઓળખાતા હતા વિનુ ડેરિંગના નામથી. ખરેખર, ડેરિંગ એટલું કે બે વખત ચૂંટણી લડી ચૂક્યા છે અને આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવશે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા તેમણે કહ્યું, '2017માં લાખાભાઈ અને તેજશ્રીબેન ઘર ભેગાં જ થવાનાં હતાં અને હું જ જીતવાનો હતો પણ એક ફોટો જાહેર થઈ ગયો અને મારો ખેલ બગડી ગયો. 2022ની ચૂંટણીમાં તેઓ કેવી રીતે જીતશે? અને જીતશે તો વિરમગામનો વિકાસ કેવી રીતે કરશે? આવા ઘણા સવાલોના ખૂબ આશ્ચર્યજનક જવાબ વિનુ ડેરિંગે આપ્યા. આજની DB REELS માણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.