"મને તો કોઈ ભામણ લાગ્યા":રેલીમાં આવ્યા પણ યોગીને ન ઓળખ્યા, આ ગુજ્જુઓએ સીએમના નામની એક, બે 'ને સાડા ત્રણ કરી દીધી

21 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની ટુકડીને મેદાને ઉતારી છે. પ્રથમ તબક્કા માટે 40 સ્ટાર પ્રચારકો ચૂંટણીના રણમેદાનમાં ઉતર્યા છે. સૌરાષ્ટ્રમાં બે મુખ્યમંત્રીઓ સભા ગજવી પરંતુ, સભામાં આવનાર કોઈ સ્થાનિકને તે મુખ્યમંત્રી હતા કે કોણ હતું તે નામ સુધ્ધા ખબર ન હતી. સૌરાષ્ટ્રના મતદારોને રીઝવવા યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક બાદ એક સભા ગજવી ભાજપના ઉમેદવારો માટે મતદાનની અપીલ કરી હતી. મોરબીમાં કાંતિલાલ અમૃતિયા માટે શિવરાજસિંહ ચૌહાણે જંગી સભા સંબોધી હતી. જ્યારે વાંકાનેર કુવાડવા બેઠક પર હિંદુત્વના બ્રાન્ડ આઈકોન યૂપીના સીએમ યોગી આદિત્યનાથે મોટી જનસભા સંબોધી. રાજકોટ અને મોરબી જિલ્લાની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય તે માટે બંને રાજ્યના સીએમએ તો એડીચોટીનું જોર લગાવ્યું.પરંતુ, સ્થાનિક કાર્યકર્તાઓ બની સભામાં આવેલા કોઈ શખ્સને કોની સભા છે અને કોણ સ્ટાર પ્રચારક છે તેની ખબર જ ન હતી. ક્યાંક કોઈ જાણ ન હતી તો ક્યાંક વધુ પડતો ઉત્સાહ પણ જોવા મળ્યો. ભાજપના વર્ષોથી કાર્યકર્તા હોવાનો દાવો કરતા એક કાકાએ તો મોદી છે ત્યાં સુધી કોઈ ચૂંટણી કરવાની જરૂર જ નથી તેવી જાહેરાત કરી દીધી.ગુજરાત ઈલેક્શનના માહોલમાં લોકોના રસપ્રદ અભિપ્રાય DB REELSમાં જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...