DB REELS, ... ને ચૌહાણ ચૂક્યા ચાની ચૂસકી:બ્રિજેશ મેરજા તો ભારે ઉતાવળા, એક શ્વાસે એવી જાહેરાત કરી કે શિવરાજસિંહે દોટ મૂકી, પછી મામાએ માઈક હાથમાં લઈને માર્યો ટોણો

17 દિવસ પહેલા

ગુજરાતની ગાદીએ ફરી બેસવા માટે ગુજરાત ભાજપે સ્ટાર પ્રચારકોને પણ મેદાને ઉતારી દીધા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક, કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, અનુરાગ ઠાકુર, નરેન્દ્રસિંહ તોમર, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ જાહેરસભા સંબોધી ગુજરાતને ગજવી રહ્યા છે. ત્યારે શુક્રવારે મોરબીમાં કાંતિ અમૃતિયાના સમર્થનમાં યોજાયેલી વિશાળ જાહેરસભામાં મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. જ્યાં જાહેરસભા પર ભાષણ આપતાં સમયે બ્રિજેશ મેરજાની તાલાવેલી જોવા મળી. જેમની મોરબીની સીટ પર ટિકિટ કપાઈ છે એવા બ્રિજેશ મેરજાએ ભાજપ નેતાઓમાં મામાના હુલામણા નામે જાણીતા શિવરાજસિંહ ચૌહાણનો ધમાકેદાર પરિચય કરાવ્યો હતો. જો કે, સ્ટેજ પર આવીને હજુ શાંતિથી બેસીને શિવરાજસિંહ ચાની ચૂસકી મારે તે પહેલાં તો બ્રિજેશભાઈએ તેમને દોટ મૂકવા મજબૂર કરી દીધા. કેમ બ્રિજેશ મેરજાની ચૌહાણને ઈન્ટ્રોડ્યૂસ કરવાની ઉતાવળ હતી એ તો એ પોતે જ જાણે, પણ આખી ઘટના બાદ શિવરાજસિંહના મનની વાત પણ હોઠ પર આવી ગઈ હતી. શું હતો આખો ઘટનાક્રમ અને એમપીના મુખ્યમંત્રીએ બ્રિજેશ મેરજા વિશે મજાકિયા અંદાજમાં શું કહ્યું તે જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને માણો આજની DB REELS.