ચૂંટણીનું વધુ એક રહસ્ય સામે આવ્યું:ઇવીએમમાં જો NOTAનું બટન ના હોત તો ભાજપને 156ને બદલે 159 સીટ મળી હોત; વાંચો કઈ ત્રણ સીટ નોટાએ ખૂંચવી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇવીએમમાં છેલ્લું બટન NOTA હોય છે. NOTAનું ફુલ ફોર્મ લગભગ દરેકને ખબર છે. નન ઓફ ધ અબાઉ, એટલે ઉપરના ઉમેદવારોમાંથી કોઈપણ નહીં. એટલે મતદારો ઉમેદવારોને મત નથી આપતા. NOTAનું બટન દબાવીને એ રીતે પોતાનો મત આપે છે કે આમાંથી કોઈ લાયક નથી. મારે કોઈને મત નથી આપવો. મત આપવા ન જવું એના કરતાં મતદાન મથકે જઈને NOTAનું બટન દબાવવું સારું. એમ માનીને મતદારો NOTAનું બટન દબાવે છે. દર વખતે NOTA ગેમચેન્જર બને છે. આ વખતે NOTAએ ભાજપના ત્રણ ઉમેદવારને જીતતા એવી રીતે અટકાવી દીધા કે હોઠે આવેલો જીતનો પ્યાલો છીનવાઈ ગયો. એ એના પરથી ખ્યાલ આવે છે કે ભાજપના ઉમેદવારો જે માર્જિનથી હાર્યા એના કરતાં નોટામાં વધારે મત પડ્યા છે. જો મતદારોના મત NOTAના બદલે ભાજપને મળ્યા હોત તો ત્રણ બેઠક પણ જીતી જાત અને 156ને બદલે 159 બેઠક પણ મળી શકત.

પહેલાં જાણી લઈએ NOTA વિશે

NOTA એટલે એવું બટન કે તમે કોઈને પણ મત આપવા ઈચ્છતા ન હો છતાં મતાધિકાર ભોગવી શકો. ભારતમાં 2009માં પહેલીવાર NOTAની ઈવીએમમાં એન્ટ્રી થઈ. NOTAનો વિકલ્પ આપનારું છત્તીસગઢ પહેલું રાજ્ય બન્યું. એ પછી 2013માં છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને દિલ્હીની ચૂંટણીઓમાં NOTAનું બટન સામેલ કરવામાં આવ્યું. પછી 2014થી એ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું. અત્યારસુધી નોંધવામાં આવ્યું છે કે દેશમાં સૌથી વધારે NOTAનો ઉપયોગ બિહારમાં થયો છે.

ગુજરાતમાં 2022ની ચૂંટણીમાં કેટલા NOTA મત પડ્યા

2017ની ચૂંટણી કરતાં 2022માં NOTAના આખા રાજ્યમાં 45904 મત પડ્યા હતા. આ વખતે કુલ 5 લાખ 56 હજાર મત NOTAને ગયા, જેમાં જિલ્લાની વાત કરીએ તો સૌથી વધારે અમદાવાદ જિલ્લામાં 49,568 મત પડ્યા તો સૌથી ઓછા 1910 ડાંગ જિલ્લામાં મત પડ્યા. બેઠકની વાત કરીએ તો ખેડબ્રહ્મા બેઠક પર સૌથી વધારે 7331 મત NOTAને મળ્યા તો સૌથી ઓછા વોટ 756 કરંજ બેઠક પર પડ્યા.

ભાજપના ત્રણ ઉમેદવારોના માર્જિન કરતાં NOTA વધારે

જો આ બેઠકો પર NOTAના મત ભાજપ તરફ ગયા હોત તો ભાજપના ત્રણેય ઉમેદવારો જીતી જાત. અહીં ભાજપના જે ઉમેદવારો ઓછા માર્જિનથી હાર્યા છે તેના કરતાં NOTAમાં વધારે મત મળ્યા છે. એમાં ભાજપના ત્રણેય ઉમેદવારોની પાતળી સરસાઈથી હાર થઈ હતી. એટલે ભાજપના હારેલા ઉમેદવારોને જે માર્જિન મળ્યું છે એનાથી વધારે મત તો નોટાને મળ્યા છે. જો નોટાના મત ભાજપ તરફ ડાઈવર્ટ થઈ ગયા હોત તો ભાજપ માટે જીત આસાન જ હતી.

અન્ય સમાચારો પણ છે...