DB REELS, મોદીની સામે જ નેતાજી સૂઈ ગયા:કેમેરાએ ઊંઘતા ઝડપી લીધા, ભાષણ પૂરું થયું તોય ઊંઘ ના ઉડી

6 દિવસ પહેલા

વડોદરામાં નવલખી મેદાનમાં PM મોદીના સભા સ્થળે જ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સયાજીગંજ બેઠકના ભાજપના ઉમેદવાર અને મેયર કેયુર રોકડિયા ઝોકા ખાતા નજરે પડ્યા હતા. ત્યારે હવે પીએમ મોદીએ કરેલી જંગી સભામાં બીજા એક ભાજપના હોદ્દેદાર ઊંઘતા ઝડપાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના નવલખી મેદાનમાં સભાને સંબોધિત કરીને યુવાનોને જાગૃત કરવાની વાત કરતા હતા. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટણી ઊંઘી રહ્યા હતા. વડોદરાના નેતાઓની ઝોકાં ખાવાની સ્ટાઈલો જોઈને શું લોકચર્ચાઓ જાગી છે. એ જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને જુઓ આજની DB REELS.