ELECTION રાઉન્ડ અપ:ટિકિટ મળતાં ભાજપના નેતા ફોર્મમાં, પાકિસ્તાનથી મતદારો ઉઠાવવાની વાત કરી, જાણો દિવસના 7 સૌથી મોટા ચૂંટણી સમાચાર

એક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ રહી છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

ભાજપે 160 ઉમેદવારના નામ જાહેર કર્યા
ગુજરાત વિધાનસભાના પહેલાં તબક્કાના મતદાનના ઉમેદવારી ફોર્મ ભરવાના ચાર જ દિવસ બાકી છે ત્યારે ભાજપે આજે 182માંથી 160 ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી છે. તેમાંથી પહેલાં તબક્કાના 83 ઉમેદવાર અને બીજા તબક્કાના 77 ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. 160 ઉમેદવારની યાદીમાં 75 ઉમેદવારોનાં નામ રિપીટ કરવામાં આવ્યાં છે, જ્યારે 85 જૂના ઉમેદવારોનાં નામ કટ કરવામાં આવ્યા છે. 14 મહિલા ઉમેદવારને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં નવા-યુવા-પાટીદાર અને બ્રાહ્મણ ઉમેદવારોનો દમ જોવા મળ્યો છે.

ટિકિટમાં કપાયેલા નેતાઓ અમારા સંપર્કમાં: કોંગ્રેસના નેતા આલોક શર્મા
ભાજપનું લિસ્ટ જાહેર થયા બાદ કોંગ્રેસના નેતા આલોક શર્માએ પત્રકારો સમક્ષ કહ્યું હતું કે, કોને ટીકિટ આપવી એ ભાજપનો અંદરનો મામલો છે. આ લિસ્ટનો મતલબ શું છે તે અમે લોકોને જણાવીશું. આ લિસ્ટ પ્રમાણે રૂપાણી મંત્રીમંડળમાંથી એક પણ વ્યક્તિ ચૂંટણી નહીં લડે. ભાજપે પહેલાં મંત્રીમંડળ બદલ્યું અને આજે તમામ જુના મંત્રીઓની ટીકિટ કાપી નાંખવામાં આવી. કોંગ્રેસમાંથી જે લોકો ભાજપમાં જોડાયા છે એમાંથી મોટાભાગના લોકોને ટીકિટ આપવામાં આવી છે. અમે ભાજપના સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને આહવાન કરીએ છીએ કે કોઈપણ શરત વિના આવો તમારૂ સ્વાગત છે. એવા ઘણા ભાજપના નેતાઓ છે જેમની ટીકિટ કપાઈ છે જેઓ અમારા સંપર્કમાં છે.

નરેન્દ્ર મોદીએ અમૃતિયાને ફોન કરી દુર્ઘટનાની પળેપળની માહિતી મેળવી હતી
11 દિવસ પહેલાં મોરબીમાં સર્જાયેલા ઝૂલતા પુલ અકસ્માતમાં 135 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જોકે સાંજે 6.32 વાગ્યે બનાવ બનતાંની સાથે જ સ્થાનિક તંત્રની પહેલાં પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા સ્થળ પર પહોંચી પાણીમાં ઊતરી બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા. જોકે આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોન આવી ગયો હતો અને પરિસ્થિતિનો તાગ ખુદ પ્રધાનમંત્રીએ તેમની પાસેથી મેળવ્યો હતો. એ જ સમયે એક ઈન્ડિકેશન આપી મેરેજાને કાપી કાનાને ટિકિટ આપવાનું મન પ્રધાનમંત્રીએ બનાવી દીધું હતું અને આખરે આજે નામ જાહેર થતાં મોરબી ભાજપના ઉમેદવાર તરીકે કાંતિ અમૃતિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

દબંગ મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, જેમાં બીજા તબક્કામાં વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં 5મી ડિસેમ્બર 2022ના રોજ મતદાન યોજાવાનું છે. આ પહેલાં વડોદરાની વાઘોડિયા બેઠક પર દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી નાખવામાં આવી છે. ગત રોજ જ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે મારી પત્નીને હું ચૂંટણી લડાવવા ઇચ્છું છું, મારી જરાક ઓછી ઇચ્છા છે. મારી પત્નીને ટિકિટ આપવાના છે. રૂપાલા આવીને ગયા, તેમણે મળવા માટે મને બોલાવ્યો પણ નથી અને હું ગયો પણ નથી. હું ભાજપનો સેવક છું અને રહેવાનો છું. જોકે ત્યાર બાદ નિવેદન ફેરવી તોળ્યું હતું છતાં મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે.

રિવબા જાડેજા જામનગર ઉત્તરથી ઉમેદવાર
જામનગર ઉત્તર બેઠક પરથી ધમેન્દ્રસિંહ જાડેજાની જગ્યાએ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે રીવાબાએ જણાવ્યું હતું કે 'હવે ક્રિકેટર રવીન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જ કહેવાય અને પરિવારના સભ્ય કહેવાય એટલા માટે ટૂંક સમયમાં જામનગરમાં વિધાનસભાના ચૂંટણીજંગમાં પ્રચાર માટે ઊતરશે.'

ભાજપના આ ઉમેદવાર તો ફોર્મમાં આવી ગયા
ગુજરાત વિધાનસભાનો ચૂંટણી જંગ બરોબરનો જામ્યો છે. એવામાં બનાસકાંઠાની દિયોદર બેઠક પર ભાજપની ટિકિટ મેળવનાર કેશાજી ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કેશાજીએ કહ્યું હતું કે, ભાજપ સમર્થિત મતદારોનું 100 ટકા મતદાન થવું જોઈએ. ભાજપ સમર્થિત મતદાર પાકિસ્તાનમાં હોય તો ત્યાંથી પણ લાવવાનો જ છે.

અન્ય સમાચારો પણ છે...