શું વાત છે
યે હુઈ ના બાત
આજે સ્ટાર પ્રચારકોની યાદીનું એક ઇન્ટરસ્ટિંગ એનાલિસિસ.
ભાજપે 4 દિવસ પહેલાં તેમના સ્ટાર પ્રચારકોની યાદી આપી હતી.
ભાજપની યાદીમાં કેટલા સ્ટાર પ્રચારકો છે ખબર છે? 40.
કોંગ્રેસે હવે તેમના સ્ટાર પ્રચારકોની યાદી આપી. એમાં કેટલાં નામ છે ખબર છે? વોહ ભી પૂરે 40.
અચ્છા વાત અહીં અટકતી નથી, હવે વધુ એક સરખામણી.
ભાજપના સ્ટાર પ્રચારકોમાંથી કેટલા ચૂંટણી લડી રહ્યા છે? 6 પ્રચારક પોતે ઉમેદવાર છે.
તો બીજી બાજુ કોંગ્રેસના કેટલા સ્ટાર પ્રચારક ચૂંટણી લડવાના છે? એ પણ પૂરા 6.
વિચારો બધું જ સરખું છે ને?
ભાજપ પાસે 9 વર્તમાન કે પૂર્વ મુખ્યમંત્રીની ફોજ છે તો કોંગ્રેસ પાસે 6 મુખ્યમંત્રીઓ છે.
આમ આદમી પાર્ટીના 20 સ્ટાર પ્રચારકો છે, જેમાં બે મુખ્યમંત્રી પણ છે.
પ્રચારમાં જંગ જામશે.
ચરાડામાં ચૌધરીઓ ભેગા થયા. તેમણે એક ડહાપણનું કામ કર્યું. કોઈ રાજકીય પક્ષને મંચ ના આપ્યો. ચૌધરી સમાજની કે કોઈપણ સમાજની એકતા ત્યારે જ રહે છે જ્યારે સમાજ પોતાની રીતે નિર્ણય લે.
કોંગ્રેસના સ્ટાર પ્રચારક કનૈયા કુમારે વડગામમાં તેના મિત્ર અને ઉમેદવાર જિજ્ઞેશ મેવાણી માટે સભા કરી. અહીંથી પણ તેમણે રાબેતા મુજબ વડાપ્રધાન અને ગૃહમંત્રી પર પરિવારવાદના મુદ્દે પ્રહારો કર્યા.
અમિત શાહ અમદાવાદમાં અડિંગો જમાવીને બેઠા છે. પોતાના સંસદીય મતવિસ્તારમાં આવતી બેઠકોના ઉમદવારોનો ઉત્સાહ વધારવા અમિતભાઇ કાર્યકરોને નિરાંતે મળી રહ્યા છે. સાણંદના ઉમેદવારની સાથે ફોર્મ ભરવા પણ ગયા.
ભાજપના દેશભરના સ્ટાર પ્રચારક તો એક જ છે, નરેન્દ્ર મોદી. 19મીએ બે દિવસના પ્રવાસે આવશે અને એક પછી એક બેઠકે મેથ્સ અને કેમિસ્ટ્રી ફેરવી નાખશે.
આવા જ ઇન્ટરેસ્ટિંગ વીડિયો એનાલિસિસ માટે કાલે ફરી મળીએ... તમે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ અને જુઓ ગેમ ઓફ ગુજરાત 2022.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.