DB REELS, એ પિપૂડી વાગી...:પાટણમાં ભાજપ-કોંગ્રેસની રેલી સામ સામે આવી, કોંગ્રેસના ઉમેદવારે બધાનું દિલ જીતી લીધું

2 મહિનો પહેલા

શનિવારે બીજા તબક્કાના મતદાનના પ્રચારનો અંતિમ દિવસ હોવાથી ઉમેદવારોએ છેલ્લી ઘડીએ એડીચોટીનું જોર લગાવ્યું. અલગ અલગ સ્થળોએ પ્રચારના અલગ અલગ રંગ જોવા મળ્યા. એક તરફ સાવલીમાં ભાજપ-કોંગ્રેસનો કાફલો આમને-સામને આવી જતાં વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. ત્યારે તેનાથી સાવ વિપરીત ઘટનાક્રમ ઉત્તર ગુજરાતના પાટણમાં જોવા મળ્યો. બંને પક્ષોએ કરેલા રોડ-શોમાં એક તબક્કે કાફલો આમને-સામને આવી ગયો હતો. પોતાના ઉમેદવાર અને પક્ષ માટે જોરશોરથી નારેબાજી કરી રહેલા કાર્યકરો પણ કંઈ વિચારે તે પહેલાં તો કોંગ્રેસના ઉમેદવારે બધાનું દિલ જીતી લીધું. કિરીટ પટેલે ભાજપના ઉમેદવારની રેલીને ફૂલડાથી વધાવી લેતાં જ હર્ષોલ્લાસ થયો. શું હતો આખો મામલો અને કઈ રીતે સાવલી અને પાટણની રેલી અને રાજકારણીઓમાં આસમાન-જમીનનો ફેર છે તે જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને માણો આજની DB REELS.