DB Reels, સરકારે બેનરમાં લોચો માર્યો ને ગામ ગાંડું થયું:તપાસ કરી તો કોથળામાંથી બિલાડું નીકળ્યું, લોકોએ સરકારની બરાબર ચૂટકી લીધી, અધિકારીઓ રાતોરાત દોડ્યા

16 દિવસ પહેલા

નવસારીમાં તાજેતરમાં સરકારી તંત્ર દ્વારા એક બેનર લગાવ્યું હતું. જેને પગલે આખાં શહેરમાં સોશિયલ મીડિયામાં આ બેનર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. કલેકટર કચેરી પાસે, કાલિયાવાડી, લુન્સીકૂઈ, સર્કિટ હાઉસ, જૂનાથાણા સર્કલ અને તિઘરા રોડ પાસે એમ 5 બેનર જાહેર રોડ પર માર્યા હતા. આ બેનર નીચે કંઈ લખ્યું ન હતું. આ બેનરની તસવીર સોશિયલ મીડિયામાં ફરતા લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ હતી. ‘મત આપવાનું ભૂલશો નહીં’ એવો આ બેનરનો અર્થ હતો પરંતુ બેનરની નીચે કંઇ લખેલું ન હતું. કોઈપણ જાતના પ્રકાશકની માહિતી નહીં મુકાતા લોકોએ ટિપ્પણી કરી હતી. જેમાં સર્વોદયનગરનું મંદિર, મોંઘવારી, કોરોના સમયે સરકારનું મિસ મેનેજમેન્ટ, બેરોજગારી અને ભ્રષ્ટચાર વગેરે મુદ્દા ઉઠ્યાં હતા. આ બેનરની તસવીર સોશિયલ મીડિયામાં ફરતા સરકારી વિભાગે સ્પષ્ટતા આપી કે લોકોએ ‘મત આપવા ભૂલતા નહીં’ એવો તેમનો હેતું હતો. પરંતુ અધૂરા બેનર ફરતા લોકોએ સોશિયલ મીડિયામાં સરકારની ચૂટકી લીધી હતી. જો કે ત્યારબાદ રાતોરાત અધિકારીઓ દોડવા લાગ્યા અને તાત્કાલિક આ બેનર હટાવી નવા બેનર મૂક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...