ચૂંટણી અને ડ્રામા બંને શબ્દો એકબીજાના પર્યાય થઈ ગયા છે. ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયા બાદ રોજ ને રોજ કોઈ ડ્રામા ન થાય તો જ નવાઈ. આવો જ ડ્રામા જોવા મળ્યો સુરત ઈસ્ટમાં, જ્યાં એક ઉમેદવાર ફોર્મ ભરે, પછી બે દિવસ ગાયબ થઈ જાય છે. પાર્ટીના લોકો તેમને શોધવાનો પ્રયાસ કરે છે. પછી અમારા ઉમેદવાર ગાયબ છે અને તેમનું અપહરણ થયું છે એવી રાડારાડ કરે, ફોર્મ પાછું ખેંચવાના આગલા દિવસે અચાનક પેલા ઉમેદવાર પ્રોટેક્શન સાથે ચૂંટણી અધિકારી સમક્ષ પ્રગટ થાય છે અને કહે છે, મારે ચૂંટણી નથી લડવી અને હું રાજીખુશીથી કોઈના દબાણને વશ થયા વિના મારી ઉમેદવારી પાછી ખેંચું છું.
બુધવારે આખો દિવસ આ ડ્રામા ચાલ્યો. સુરત ઇસ્ટની બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ તો AAPનું બધું ધૂળધાણી કરી નાખ્યું. ચૂંટણી અધિકારી સમક્ષ કંચન જરીવાલા જે બોલતા હતા એનો વીડિયો પણ ફટાફટ આવી ગયો અને કંચનભાઈ એકદમ સજ્જ થઈને મીડિયાને ઇન્ટરવ્યૂ પણ આપવા માંડ્યા. છેલ્લે તો એવુંય કહ્યું કે મને પોલીસ પ્રોટેક્શન આપો. પ્રોટેક્શનની વાત નીકળી છે તો કહી દઉં કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ફોર્મ ભરવા જતી વખતે મોટો રોડ શો થયો. ગૃહમંત્રી અમિત શાહ ખુલ્લી જીપમાં તેમની સાથે સવાર હતા. લોકો અમિત શાહને નજીકથી જોવા માગતા હતા, પણ સુરક્ષાના ઘેરાને કારણે લોકો નજીક નહોતા જઈ શકતા. અમિતભાઈએ ઇશારો કરવો પડ્યો કે ભઈ, લોકોને પ્રેમથી આવવા દો.
આ તો ચૂંટણી છે, લોકોની વચ્ચે જવાનો એક મોકો છે, એ જવા ન દેવાય. કોંગ્રેસની આખરી યાદી આખરે આવી ખરી. ફોર્મ ભરવાના 24 કલાક પણ બાકી નહોતા ત્યારે કોંગ્રેસે છેલ્લા 37 લોકોની યાદી બહાર પાડી. કેટલાય ઉમેદવારોએ તો મેન્ડેટ વિના ફોર્મ પણ ભરી દીધા. હવે આજે મેન્ડેટ જમા કરાવશે. કોઈએ દીકરાને ટિકિટ અપાવી, તો કોઈએ પતિ સામે મોરચો માંડ્યો, કોઈએ ભાઈને સાચવી લીધો.
પ્રચાર શરૂ થયો છે એટલે હવે ઉમેદાવારોને ચા પીવડાવે છે તો કોઈ માતાજીના સમ ખાવા માંડ્યું છે. એક આદિવાસી ઉમેદવારે તેનું શક્તિપ્રદર્શન ઢોલ દ્વારા કર્યું. મોટી સંખ્યામાં ઢોલ લઈને પહોંચેલા આદિવાસીઓએ લાઇન લગાવીને આ ઉમેદવારને ટેકો આપ્યો.
પરિણામ વખતે હવે કોના ઢોલ ઢબૂકશે એ તો 8મીએ જ ખબર પડશે. જતાં જતાં રાહત ઇન્દૌરીનો એક શેર યાદ આવે છે
આવા જ ઇન્ટરેસ્ટિંગ વીડિયો એનાલિસિસ માટે તમે જોતા રહો દિવ્ય ભાસ્કર એપ અને વાંચો ગેમ ઓફ ગુજરાત 2022.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.