ELECTION રાઉન્ડ અપ:ભૂપેન્દ્ર પટેલ CM રહેશે કે નહીં? અમિત શાહે ફાઈનલી કહી જ દીધું, ઉમેદવારોને લઈ કોંગ્રેસનું કોકડું ઉકેલાયું , જુઓ 8 સૌથી મોટા ચૂંટણી સમાચાર

3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ રહી છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

કોંગ્રેસના તમામ ઉમેદવારો જાહેર
વિધાનસભા ચૂંટણીને લઇ ફોર્મ ભરવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વધુ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા 37 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વિસનગરથી કિરિટ પટેલની જાહેરાત કરી છે.

અમિત શાહે કહ્યું, ચૂંટણી પછીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે
આજે ભૂપેન્દ્ર પટેલે પોતાનું ઘાટલોડિયા બેઠકથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પહેલાં તેમણા ત્રિમંદિર દાદા ભગવાનના દર્શન કર્યા હતા. બાદમાં પ્રભાત ચોક એક સભા કરી હતી. જેમાં અમિત શાહ જોડાયા હતા. સભા બાદ ચાલીને ગાડી સુધી સીએમ અને અમિત શાહ પહોંચ્યા હતા. ત્યાંથી બંનેએ રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન પોતાની રેલીમાં આગળ બાઇક રહેશે. રોડ શો દરમિયાન સ્થાનિકો અભિવાદન માટે ઉમટ્યા હતા. સુરક્ષકર્મીઓએ નાગરિકોને અમિત શાહ પાસ રોકતા અમિત શાહે સુરક્ષાકર્મીઓ પર રોષે ભરાયા અને તમામ લોકોને અભિવાદન માટે આવવા દેવા કહી દીધું હતું. રેલીમાં 1000થી વધારે બાઇકો સાથે ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. તેમાં માલધારી સમાજના યુવાનો જોડાયા હતા. ચાણક્યપુરી બ્રિજ ઉપર યુવતીઓ સ્વાગત માટે ઉભી રહી હતી. ચાણક્યપુરી સર્કલ પાસે રેલી પહોંચી ત્યારે ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહનું લોકોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રેલી ત્યાંથી ઝડપથી આગળ વધી હતી. પટેલ-શાહનો રોડ શો જોવા માટે ચાણક્યપુરી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા તો પોતાના ઘરમાં ધાબા પરથી અને રોડ પર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.

કંચન જરીવાલાએ રાજીખુશીથી ફોર્મ પરત ખેચ્યું હોવાનું જણાવ્યું
સુરત પૂર્વ બેઠક પર ખરાખરીનો જંગ થાય એમ છે. કોંગ્રેસ તરફથી અસલમ સાઇકલવાલા, ભાજપ તરફથી સીટિંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ ફોર્મ ભર્યું છે. આવી સ્થિતિમાં કંચન જરીવાલાને જો 10થી 15 હજાર વોટ પણ મળે તો ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક પર જીતવું મુશ્કેલ બની જાય એમ છે. એને કારણે સામ-દામ-દંડના ભેદની નીતિ અપનાવવામાં આવ્યો હોય એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. દરમિયાન ઈસુદાન ગઢવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે કંચન જરીવાલાને ભાજપના ગુંડાઓ ઉઠાવી લીધા હોવાની શક્યતા છે. કંચન જરીવાલા અને તેનો પરિવાર ગાયબ છે. જોકે કંચન જરીવાલા ફોર્મ પરત ખેંચતાં નાટકીય ડ્રામા સર્જાયો છે.

પાટીલ ઉમેદવાજનું નામ જ ભૂલી ગયા
કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદના અંકલાવમાં આજે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે સભા ગજવી..જેમાં તેઓએ કેજરીવાલ પર પ્રહાર તો કર્યા પણ સભાના અંતમાં પોતાના જ ઉમેદવારનું નામ ભૂલી ગયા. નોંધનીય છે કે આંકલાવ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર દરેક વખતે જીત મેળવે છે. હાલમાં અમિત ચાવડા આંકલાવ બેઠક પરના ધારાસભ્ય છે.

હવે પતિ-પત્ની સામ સામે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મહાસંગ્રામ શરૂ થઈ ચૂકયો છે. દરેક રાજકીય પક્ષના ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર ભરી પ્રચારનો શ્રી ગણેશ કર્યો છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાઈ સામે ભાઈ, પિતા સામે પુત્ર, નણંદ સામે ભાભીની ટક્કર થઈ રહી છે. ત્યારે હવે પતિને હરાવવા માટે પત્ની અને પુત્રવધૂ પણ મેદાને પડ્યા છે. તાજેતરમાં ભાજપને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાયેલા માજી સાંસદ રહી ચૂકેલા પ્રભાતસિંહ ચૌહાણને આ વખતે કોંગ્રેસમાંથી ટિકિટ આપવાનાં એંધાણ ચાલી રહ્યાં છે, પરંતુ ઉતાવળા પ્રભાતસિંહ તો કોંગ્રેસમાંથી મેન્ડેટ મળ્યા વિના જ ફોર્મ ભરી આવ્યા છે. ત્યારે પ્રભાતસિંહ ચૌહાણનાં પત્ની અને પુત્રવધૂ ભાજપના ઉમેદવારને જિતાડવા માટે ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે.

હર્ષદ રિબડિયાએ શ્રાપ આપ્યો
ચૂંટણીને પ્રચાર પ્રસાર ને હવે માત્ર 15 દિવસ બાકી છે ત્યારે ઉમેદવારો મતદારોને રીઝવવા કોઈપણ કચાસ બાકી રાખવા માગતા નથી ત્યારે ભેસાણ તાલુકાના ચુડા ગામમાં વિધાનસભા વિસાવદરના ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ સભા સંબોધી હતી.જેમાં કોંગ્રેસમાં કંઈ પણ સારી કામગીરી ન થતી હોવાની અને કોંગ્રેસમાં કોઈ કામ સમયસર ના થતા હોવાની વાત દેશી ઢબે કહી હતી.એટલું જ નહીં. રાજકીય પક્ષોએ રૂપિયા આપવના બાબતે કહ્યુ કે આજ દિવસ સુધીમાં જો એક રૂપિયો કોઈએ મને પક્ષનો આપ્યો હોય તો મા ભગવીત મને કાળી રાતે ઉભો ચીરી નાખે, બાકી જે મારી વાતો કરતા હતા તેને તો તું સવારે જ કોઢ કાઢ મા ભગવતી'

રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો
NCPમાંથી રેશમા પટેલે રાજીનામું આપ્યા બાદ આજે અમદાવાદના પ્રદેશ કાર્યાલય ખાતે રેશ્મા પટેલ રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની હાજરીમાં તેઓ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ વિરમગામ ઉમેદવારને બદલી અને હવે રેશમા પટેલ વિરમગામથી ભાજપના ઉમેદવાર અને અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સામે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું 'પાટીદાર આંદોલનનો મહત્વનો ચહેરો AAPમાં જોડાઈ રહ્યો છે.

મંત્રીજીનો અનોખો પ્રચાર
આજે અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી જગદીશ પંચાલ સંપર્ક રાઉન્ડ માટે નીકળ્યા હતા. નિકોલ વિધાનસભા અંતર્ગત આવતા ગોમતીપુર બોર્ડમાં તેઓ જન સંપર્ક રાઉન્ડમાં નીકળ્યા હતા તે દરમિયાન ઉમેદવાર જગદીશ પંચાલે પટેલ મીલ પાસે આવેલી શરાફની ચાલીની નજીક વર્ષો જૂની ચાની કીટલી પર પહોંચ્યા હતા. જગદીશ પંચાલે જાતે કીટલી પર ચા બનાવી અને રેલીમાં જોડાયેલા ભાજપના કાર્યકર્તાઓને ચા પીવડાવી હતી.

અન્ય સમાચારો પણ છે...