નાકમાં પાઇપ અને સાથે ઓક્સિજનનો બાટલો:કેટલાકને ઊંચકીને લવાયા, પીઠી સાથે કન્યા પણ બૂથ પર, જુઓ મતદાનના 7 સૌથી ચર્ચિત વીડિયો

2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. એક મતનું પણ ઘણું મહત્ત્વ હોય છે એ સમજીને અમદાવાદના એક આધેડ મોઢાની અંદર હોઠનું કેન્સર હોવા છતાં પોતાના ભાઈ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. કેન્સર હોવાથી પોતે બોલી શકતા નથી તથા મોઢામાં પાઇપ લગાવી હતી છતાં આધેડ પોતાનો મતનું મહત્ત્વ સમજીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

સૈજપુરમાં રહેતા 47 વર્ષીય શૈલેષ પ્રજાપતિને દિવાળી બાદ હોઠમાં કેન્સર હોવાનું ખબર પડી હતી. કેન્સરની જાણ થતાં કોઠિયા હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી હતી. હજુ પ્રથમ સ્ટેજનું કેન્સર હોવાથી તકલીફ ઓછી છે, પરંતુ નિયમિત સારવાર કરાવવા માટે શૈલેષભાઈ જઇ રહ્યા છે. નિયમિત કીમો થેરપી પણ લેવાની હોવાથી તેઓ એ લેવા પણ જાય છે અને મોઢામાં એક પાઇપ પણ રાખવામાં આવી છે.

આજે સવારે શૈલેષભાઈને 10 વાગ્યે કીમો થેરપી લેવાની હતી, પરંતુ આજે મતદાન પણ હોવાથી પોતાના મતનું મહત્ત્વ સમજીને તેઓ તેમના નાના ભાઈ અમિત પ્રજાપતિ સાથે મતદાન કરવા આવ્યા હતા. મતદાન કરીને તેઓ કીમો થેરપી માટે રવાના થયા હતા. અમિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે મારા ભાઈને કેન્સર છે, પરંતુ મત આપવો જરૂરી છે અને તેમના કહેવાથી જ તેમને તકલીફ હોવા છતાં તેમને લઈને મતદાન કરવા આવ્યો હતો. મતદાન પૂરું થયું, હવે કીમો થેરપી લેવા માટે જઈ રહ્યા છીએ.

આ ઉપરાંત મહિલા મતદારોમાં પણ મતદાનનો અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો. શીલજમાં અમૃતા બા નામનાં 92 વર્ષીય મતદાર વ્હીલચેર પર બેસીને મત આપવા પહોંચ્યાં.

101 વર્ષનાં સમુબેન પ્રજાપતિએ મતાધિકારનો ઉપયોગ કર્યો.
101 વર્ષનાં સમુબેન પ્રજાપતિએ મતાધિકારનો ઉપયોગ કર્યો.

વાડજના સુહાસ એપાર્ટમેન્ટમાં રહેતાં 101 વર્ષનાં વૃદ્ધા સમુબેન પ્રજાપતિએ જ્યોતિસંઘમાં મતદાન કર્યું છે. સમુબેન 101 વર્ષની ઉંમર હોવા છતાં લાકડીના સહારે ચાલીને મતદાન કરવા પહોંચ્યાં હતાં. યૂથ નોડલ ઓફિસર સ્વીપ યોગેશ પારેખ દ્વારા સમુબેનને ઘરેથી મતદાન કરવા બૂથ પર લઈ જવામાં આવ્યાં હતાં. યોગેશ પારેખે સમુબેનને મતદાન કરાવી તેમના ઘરે પહોંચાડ્યા હતા. સમુબેને યુવા મતદારોને પણ મતદાન માટે આગળ આવવા માટે અપીલ કરી છે.

વ્હીલચેર પર બેઠેલા મતદારને પોલીસકર્મીએ મતકુટીર સુધી પહોંચાડ્યા.
વ્હીલચેર પર બેઠેલા મતદારને પોલીસકર્મીએ મતકુટીર સુધી પહોંચાડ્યા.

બિમાર અને દિવ્યાંગ મતદારોને પોલીસના માનવતાભર્યા ચહેરાના દર્શન થઈ રહ્યાં છે. ઠક્કરબાપાનગર વિધાનસભામાં પ્રકાશ હાઈસ્કૂલમાં મતદાન કરવા આવનાર મતદારોમાં વૃદ્ધ અને ચાલી ના શકે તેવા મતદારો માટે વ્હિલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસકર્મી દ્વારા વૃદ્ધ મતદારને વ્હિલચેર પર લઇ જઇ મતદાન કરાવવામાં આવે છે અને મતદાન મથકની બહાર સુધી મુકવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...