DB REELS:આણંદના ધારાસભ્યને પરસેવો વળી ગયો, લોકોએ ઘેરી લીધા, આ રીતે જાહેરમાં 5 વર્ષનો હિસાબ માગ્યો

એક મહિનો પહેલા

કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોનાં નામની યાદી સત્તાવાર રીતે જાહેર નથી કરી, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ વધુ એક ટર્મ માટે પોતાની ટિકિટ પાક્કી માનીને પ્રચાર શરૂ કરી દીધો છે. આણંદથી કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર જ્યારે એક સોસાયટીમાં પ્રચાર માટે ગયા તો મતદારો સવાલોની યાદી લઈને ઘેરી વળ્યા. લોકોએ એવા સવાલો પૂછ્યા કે કાંતિ સોઢા પરમારને લોકોને જવાબ આપવામાં પણ ફાંફાં પડી ગયાં હતાં. મતદારોના આકરા મિજાજનો વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...