ગોપાલ ઈટાલિયાની 'વેદના' વાઇરલ:ઇસુદાનનું નામ જાહેર થયા બાદ દુઃખ ઉભરાયું, સ્ટેજ પર શબ્દો ખૂટ્યા, નેતાઓએ નીચે જોઈ હસવું રોકી રાખ્યું

એક મહિનો પહેલા

આમ આદમી પાર્ટીએ (AAP)એ આખરે મહાસર્વેના પરિણામની સાથે ઈસુદાન ગઢવીને આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા છે. AAPના સર્વેનાં પરિણામોની શુક્રવારે અમદાવાદમાં જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ સ્ટેજ પર બોલવા ઊભા થયેલા ગોપાલ ઈટાલિયાના મનની વાત જાણે કે મોઢે આવી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો. ધારદાર અને આકરાં વેણ બોલવા માટે જેમની પાસે ક્યારેય શબ્દો નથી ખૂટતા તેવા ઈટાલિયાની અંદરની અકળામણ બહાર આવી ગઈ હતી. લાગણી અને વેદનાની વચ્ચે ઝોલા ખાતાં ખાતાં ભાષણ આપનાર ગોપાલની મનોસ્થિતિ સમજવા માટે ઉપરના ફોટોઝ પર ક્લિક કરો ને માણો આજની DB Reels.