ગ્રાઉન્ડ રિપોર્ટAAPની 10 સીટ આવે તો શું થાય?:આ કાકાએ ગાંધીનગરનો જોશ જોયો, લૂલા કાનખજૂરા જેવી ભાજપની સ્થિતિ, ગુજરાતીઓએ તડ ને ફડ બોલાવી

9 દિવસ પહેલાલેખક: હર્ષ પટેલ

સુરતની કુલ 16 વિધાનસભા બેઠકમાં કામરેજ બેઠકની ખૂબ ચર્ચા છે. સુરતની જે ચાર બેઠકો પર આમ આદમી પાર્ટીનો મજબૂત માનવામાં આવી રહી છે, તેમાં કામરેજનો પણ સમાવેશ થાય છે, આ બેઠકો પર આમ આદમી પાર્ટીએ મનપાની ચૂંટણીમાં નોંધનિય પ્રદર્શન કર્યું હતું. છેલ્લી ચાર ટર્મથી આ બેઠક ભાજપ જીતતું આવ્યું છે. પાટીદારોને ગઢ ગણાતી બેઠક પર આ વખતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીની પણ નજર છે. ભાજપે વી. ડી ઝાલાવાડિયાની ટિકિટ કાપીને પ્રફુલ પાનસેરિયાને ફરી મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસ તરફથી નિલેશ કુંભાણી જ્યારે આમ આદમી પાર્ટી તરફથી રામભાઈ ધડૂક છે.

ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયા
ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયા

દિવ્ય ભાસ્કરે મતદારો સાથે વાત કરીને મિશ્ર પ્રતિક્રિયા મળી. ઘણા લોકો ભાજપની જીતને ફરી એકવાર નિશ્ચિત માની રહ્યા છે, અને તેના માટે ઉમેદવાર કરતા પણ સૌથી મોટુ કારણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માની રહ્યા છે. તો આમ આદમી પાર્ટીના સમર્થકો પણ ખુલીને દિલ્લી અને પંજાબની કામગીરી વખાણતા જોવા મળ્યા.

AAPના ઉમેદવાર રામભાઈ ધડૂક
AAPના ઉમેદવાર રામભાઈ ધડૂક

કામરેજનાં રાજકીય સમીકરણ
કામરેજ વિધાનસભા વિસ્તારનાં મતદારોની સંખ્યા 4.28 લાખ છે. જેમાં પાટીદાર મતદારોનો ઢોળાવ નિર્ણાયક રહી શકે છે. હળપતિ સમાજનાં મતદારોનું પ્રતિનિધિત્વ પણ અવગણી શકાય એમ નથી. ગત ચૂંટણીમાં વી.ડી.ઝાલાવાડિયાએ 28,191 મતોથી કોંગ્રસનાં અશોક જીરાવાલાને હરાવ્યા હતા. ઝાલાવાડિયાને 1,47,371 મત મળ્યા હતા, તો જીરાવાલાને 1,19,180 મત મળ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામભાઈ ધડુકને માત્ર 1454 મત મળ્યા હતા, જો કે ફરીથી રામભાઈ ધડુકને ટિકિટ આપીને આમ આદમી પાર્ટી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે.

અશોક ગેહલોત સાથે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી
અશોક ગેહલોત સાથે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી

કામરેજ વિધાનસભા બેઠકનાં પરિણામ

વર્ષવિજેતાપક્ષ
2017વી.ડી.ઝાલાવાડિયાભાજપ
2012પ્રફુલ પાનશેરીયાભાજપ
2007ભારતીબેન રાઠોડભાજપ
2002પ્રવીણ રાઠોડભાજપ
1998રમણ રાઠોડકોંગ્રેસ

ભાજપે લગાવ્યું એડીચોટીનું જોર
સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભાજપે કેટલાક દિવસ પહેલા જ ભંગાણ પાડ્યું હતું. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માની હાજરીમાં કામરેજમાં આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. 200થી વધુ કાર્યકરોને આસામના મુખ્યમંત્રીએ ભાજપમાં સામેલ કરાયા હતા. એટલે ભાજપ આમ આદમી પાર્ટીને હરાવવા માટે દરેક તબક્કે લડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...