ELECTION રાઉન્ડ અપ:રીવાબાએ ફોટો શૅર કર્યો અને જાડેજા ઘાએ ચઢ્યા, મોદીની સુરક્ષામાં આ રીતે ચૂક થઈ, જુઓ 5 સૌથી મોટા ચૂંટણી સમાચાર

12 દિવસ પહેલા

PMની સભામાં અજાણ્યું ડ્રોન દેખાયું

વડાપ્રધાને પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં જાહેર સભા ગજવી. એમાં બાવળામાં સભા દરમિયાન મોદીની અજાણ્યું ડ્રોન દેખાયું હતું. આ ડ્રોન ઉડાડનારા ત્રણ શખસ અમદાવાદના હોવાનું જાણવા મળ્યું. પોલીસે ત્રણેય શખસની ધરપકડ કરી તેમની પાસેથી ડ્રોન જપ્ત કર્યું છે. પોલીસ-તપાસમાં સામે આવ્યું કે ત્રણેય શખસ ડ્રોન કેમેરાથી વીડિયો રેકોર્ડ કરતા હતા.

રવીન્દ્ર જાડેજા વિવાદમાં મુકાયા

રવીન્દ્ર જાડેજાાનાં પત્ની રીવાબા જાડેજા ઉત્તર જામનગર બેઠક પરથી વિધાનસભાનાં ઉમેદવાર છે. તેમના પ્રચાર માટે ભારતીય ક્રિકેટ ટીમની ટી-શર્ટમાં રવીન્દ્ર જાડેજાની તસવીર રીવાબાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી, જેને કારણે વિવાદ સર્જાયો છે. એટલું જ નહીં, કેટલાક યુઝર્સે ભારતીય ક્રિકેટ ટીમની ટીશર્ટવાળી રવીન્દ્રની તસવીર શેર ન કરવી જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો.

ભાજપના સ્ટારપ્રચારકોના આજના કાર્યક્રમો

ભાજપના સ્ટારપ્રચારક કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ મહુધા, ઝાલોદ, વાગરા અને નરોડામાં જાહેર સભાઓ ગજવશે અને નાંદોદમાં ભવ્ય રોડ શો કરશે. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દિયોદર ખાતે ભવ્ય જાહેરસભાનું સંબોધન કરશે.

ભૂપેન્દ્ર પટેલ, સ્ટારપ્રચારક સ્મૃતિ ઈરાની અને રૂપાલાના કાર્યક્રમો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિસાવદરમાં જાહેરસભાનું સંબોધન કરશે અને કેશોદમાં ભવ્ય રોડ શો કરશે. તો ભાજપનાં સ્ટારપ્રચારક સ્મૃતિ ઇરાની સુરતના કતારગામમાં મહિલા મોરચા સંમેલન કરશે, ઉમરગામ અને ધરમપુરમાં જાહેરસભાઓ ગજવશે. તો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા વાંસદા, ગણદેવી, ડાંગ, સુરત ઉત્તર અને કતારગામમાં જાહેરસભાઓ ગજવશે.

ગુજરાત કોંગ્રેસના આજના કાર્યક્રમો

વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને કોંગ્રેસ ગુજરાતના પ્રભારી ડૉ. રઘુ શર્મા અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વર્ચ્યુઅલ રેલીઓ કરશે.

અન્ય સમાચારો પણ છે...