ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર એટલે કે કુલ 182 બેઠકોમાંથી 51 ટકા બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ સાથે જ ગુજરાત ચૂંટણીના બન્ને તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 50 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં જિલ્લામાં 65.84 ટકા અને સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં 53.57 ટકા મતદાન થયું છે. 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.80 ટકા મતદાન થયું છે.
જાણો ક્યાં કેટલું મતદાન થયું
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગોદલી ગામમાં બુથ પર બબાલ થઈ હતી. ભાજપ દ્વારા બોગસ મતદાન કરાવવા આવતા હોવાના આક્ષેપ સાથે કાલોલ સીટના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહે ભાજપના બુથ એજન્ટ સાથે બબાલ થતા સ્થિતિ વણસી હતી. રાજગઢ પોલીસે પ્રભાતસિંહ ચૌહાણને ગોદલી ગામમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. કાલોલના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ઘોઘંબા ગોદલી ગામમાં ફતેસિંહના માણસો બોગસ વોટિંગ કરે છે, જેથી ત્યાં હું ગયો હતો. તેઓ અંદરોઅંદર ઝઘડ્યા હતા. મારી ગાડીઓના કાચ તોડી નાંખ્યા છે. ફતેસિંહની 3 ટૂકડીઓ ફરતી હતી.
બહુચરાજીના બરીયફ ગામે કર્યો મતદાનનો બહિષ્કાર
બહુચરાજી તાલુકાના બરીયફ ગામે પડતર માંગણી પુરી નહીં થતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સવારથી બરીયફ ગામમાં મતદાન શરૂ થયું નથી. પીવાના પાણી, બોર સહિત વર્ષો જૂની માંગણીઓ ન સંતોષાતા ગ્રામજનો નારાજ થયા છે. જેને પગલે આખું ગામ ગામના ચોકમાં એકત્રિત થયું છે.
વડાપ્રધાન અને તેમના માતાએ કર્યું મતદાન
વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું છે. જ્યારે તેમના માતા હીરા બાએ ગાંધીનગરમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકો દ્વારા લોકશાહીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. હું દેશના તમામ નાગરિકોનો આભાર માનુ છું. તેમજ શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા કરાવવા બદલ હું ચૂંટણીપંચને અભિનંદન પાઠવું છું.
અમદાવાદના નારણપુરા તથા વડોદરાની પાદરા સીટ પર EVM ખોટકાયા છે. જ્યારે મોડાસાના સીકામાં પણ EVM ખોટવાયું છે. વડોદરના અટલાદરમાં જ્ઞાન વત્સલ સ્વામી સહિત સ્વામીનારાયણના સંતો મતદાન કરવા ઊમટ્યા હતા.
12: 30 PM: વડાપ્રધાન મોદીના માતાએ મતદાન કર્યું
9: 35 AM: મતદાન કર્યા બાદ નરેન્દ્ર મોદી તેમના ભાઈ સોમભાઈ મોદીના ઘરે પહોંચ્યા હતા.
9: 27 AM: PM મોદીએ મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે 2014ની લોકસભા ચૂંટણી સમયે બતાવેલા કમળના નિશાનની જેમ કોઈ નિશાન બતાવ્યું નહોતું.
9: 23 AM: વડાપ્રધાન મોદી ચાલતા ચાલતા મતદાન મથક સુધી પહોંચ્યા
8:53 AM: અરવલ્લીના મોડાસામાં, વડોદરાના પાદરામાં, બનાસકાંઠાના મીઠાવીયારણ ગામમાં અને ખાનપુરના બાકોરમાં EVM ખોટવાયા
8:50 AM: રાણીપ નિશાન સ્કૂલની બહાર લોકોમાં PM મોદીનો આવવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
8:45 AM: દેવગઢ બારિયાના ફૂલપુરામાં EVM ખોટવાયું
8:43 AM: પાલનપુર ભાજપના ઉમેદવારે મતદાન કર્યું,
8:40 AM: અમદાવાદના ખોખરામાં EVM ખોટવાયું, છેલ્લી 40 મિનિટથી મતદાન જ શરૂ થયું નથી એટલે કે મતદાન શરૂ થયા બાદ મતદાન થઇ શકયું નથી
8:35 AM: દરિયાપુર બેઠકના કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે દરિયાપુરથી મતદાન કર્યું
8:30 AM: ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો.
8:25 AM: PM મોદી રાજભવનથી રવાના થયા
8:20 AM: વહેલી સવારથી મતદાન કરવા માટે લાંબી લાઇનો લાગી
8:18 AM: બનાસકાંઠાના અમીરગઢમાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડીના ગામ ઘાંઘુમાં વહેલી સવારે લાગી લાંબી લાઈનો. ચુસ્તપોલીસ બંદોબસ્ત સાથે મતદાન
8:12 AM: સાવલીના ટુંડામાં ઇવીએમ ખોટવાયું, ઇવીએમ બદલવા ટેકનિશયન ટીમ કામે લાગી
8:07 AM: PM મોદીના માતા હીરાબા રાયસણથી કરશે મતદાન
8:06 AM: શીલજમાં CM ભુપેન્દ્ર પટેલ, આનંદીબેન પટેલ કરશે મતદાન
8:03 AM: હાર્દિક પટેલે લોકોને મતદાન કરવા અપીલ કરી
8:00 AM: બીજા તબક્કાનું મતદાન શરૂ
7: 51 AM: મોડાસાઃ માત્ર મહિલાઓ દ્વારા જ મતદાન કરાશે, સંપૂર્ણ મહિલાઓ સંચાલિત મતદાનદાન મથક
7:45 AM: અમદાવાદ: વડાપ્રધાન મોદી સવારે 9 વાગ્યે મતદાન કરવા જશે. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું. હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ. ઉલ્લેખનીય છે કે PM મોદી રાણીપથી મતદાન કરશે.
7:15 AM: બનાસકાંઠા જિલ્લો: થરાદના ધારસભ્ય ગુલાબસિંહ રાજપૂત ઉપર હુમલો થયાના આક્ષેપ
2.51 કરોડ મતદારો નક્કી કરશે 833 ઉમેદવારોનું રાજકીય ભાવિ
93 બેઠકોમાંથી 74 સામાન્ય તો 6 એસ.સી. અને 13 એસ.ટી. બેઠક છે. કુલ 2.51 કરોડ મતદારોમાંથી 1.22 કરોડ મહિલા છે. 18થી 19 વર્ષના 5.96 લાખ મતદારો છે. 9 વર્ષથી વધુ વયના 5400 મતદાર છે. બીજા તબક્કાની 93 સીટમાંથી ભાજપને 51, કોંગ્રેસને 39 અને અપક્ષને 3 સીટ મળી હતી.
આ છે હાઈપ્રોફાઇલ બેઠકો
આજે જે સીટ પર મતદાન થઈ રહ્યું છે તેમાં મહત્ત્વની ગણાતી બેઠકોમાં અમદાવાદ ઘાટલોડિયા, નરોડા, વટવા, વિસનગર, થરાદ, મહેસાણા, વિરમગામ,વડગામ ગાંધીનગર (દક્ષિણ), ખેડબ્રહ્મા, માંજલપુર, વાઘોડિયા, ખેરાલું, દસક્રોઇ, છોટા ઉદેપુર, સંખેડા વગેરેનો સમાવેશ થાય છે.
જે બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં જાણીતા ઉમેદવારો કોણ?
બીજા તબક્કામાં મુખ્યમંત્રી અને અન્ય 8 મંત્રીઓ મેદાનમાં છે. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા, મનીષા વકીલ, અર્જુન ચૌહાણ વગેરે છે. ઉપરાંત, 2017માં વિવિધ આંદોલનના ચહેરા બનેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી પણ ઉમેદવાર છે. ભાજપના પૂર્વ મંત્રી શંકર ચૌધરી પણ છે.
પહેલા તબક્કાની બેઠકોમાં 2017માં કેટલું મતદાન થયું હતું?
આ 93 બેઠકો પર 2017માં 70.76 ટકા મતદાન થયું હતું. 2017માં બન્ને તબક્કામાં મળી 69 ટકા મતદાન થયું હતું. 2017માં મધ્ય,ઉત્તર ગુજરાતમાં ભાજપને 46.86 ટકા અને કોંગ્રેસને 42.83 ટકા મત મળ્યા હતા.
ઉમેદવાર અને મતદાર, ક્યાં સૌથી વધુ અને ક્યાં ઓછા?
બાપુનગર બેઠકમાં સૌથી વધારે 29 ઉમેદવાર છે તો ઇડરમાં સૌથી ઓછા ત્રણ ઉમેદવાર છે. બાપુનગરમાં 2.07 લાખ મતદારોની સામે ઘાટલોડિયામાં 4.28 લાખ મતદાર છે. રાજ્યમાં કુલ 26409 મતદાન મથકોમાંથી 8533 શહેરી વિસ્તારોમાં તો 17876 ગ્રામ્ય વિસ્તારોમાં છે.
મતદાન માટે કયા દસ્તાવેજો સાથે રાખવા?
મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC, આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ પાસબુક, હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન ડોક્યુમેંટ, સર્વિસ ઓળખપત્ર વગેરેનો સમાવેશ થાય છે.
ગાંધીનગર દક્ષિણઃ અલ્પેશ ઠાકોરનું પાણી મપાઈ જશે
ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોરને આયાતી ઉમેદવાર તરીકે ભાજપના સ્થાનિક કાર્યકરોએ સ્વીકાર્યા છે. ભાજપના કાર્યકરો કામે તો લાગી જ ગયા છે, પરંતુ સ્થાનિક સિનિયર આગેવાનોને ટિકિટ ના આપતાં આંતરિક રોષ તો જોવા મળી જ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસના સ્થાનિક પાટીદાર ઉમેદવાર હિમાંશુ પટેલ છેલ્લા એક વર્ષથી પ્રચાર કામમાં લાગી જતાં મજબૂત ગ્રાઉન્ડ ઊભું કરી શક્યા છે તેવા દાવા થઈ રહ્યા છે. આમ, આંતરિક રોષ અને મજબૂત ગ્રાઉન્ડ લેવલ વચ્ચે ભાજપ આ બેઠક કબજે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સીટ પર સીધી શાહની નજર પણ મંડાયેલી છે.
બાયડઃ બળવાખોર પૂર્વ MLA ભાજપ માટે મોટો પડકાર
બાયડ બેઠક પર ભાજપના ભીખી પરમાર ઉમેદવારી કરી રહ્યાં છે. બીજી તરફ પેટાચૂંટણીમાં હારી ગયેલા ભાજપના ધવલસિંહ ઝાલાએ ટિકિટ ના મળવાને કારણે અપક્ષ ઉમેદવારી કરતાં ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસ તરફથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલા જીત મેળવવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ભાજપને આંતરિક રોષનો ભોગ બનવું ના પડે એની દરકાર રાખવામાં આવી રહી છે. માત્ર એટલું જ નહીં, જો ધવલસિંહ ઝાલા ભાજપની વોટબેંક તોડવામાં સફળ થાય તો ભાજપ માટે આ સીટ બચાવવી મુશ્કેલ બની શકે છે.
વીસનગરઃ ડેરી લેવા જતાં વિધાનસભા સીટ ગુમાવશે?
પાટીદાર આંદોલનની અસર હોવા છતાં 2017માં વીસનગર સીટ પર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ 2869 મતથી વિજેતા બન્યા હતા. જ્યારે કોંગ્રેસે કિરીટ પટેલને ટિકિટ આપી છે. આ સીટ પર ચૌધરી સમાજના 25 હજાર કરતાં વધુ મત હોવાથી તેમના મત નિર્ણાયક માનવામાં આવે છે. વિપુલ ચૌધરી હાલ દૂધ સાગર ડેરીમાં ગેરરીતિ કરવાના આરોપસર જેલમાં છે. થોડા સમય પહેલાં મહેસાણા પોલીસે તેમની ધરપકડ કરી હતી. મહેસાણા કોર્ટે તેમના જામીન નામંજૂર કરી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. ત્યાર બાદ અર્બુદા સેના દ્વારા ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. હજી પણ અર્બુદા સેના દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દૂધ સાગર ડેરીમાં વિપુલ ચૌધરીના સમર્થકોને હરાવીને ઋષિકેશ પટેલ અને અશોક ચૌધરીએ સત્તા મેળવી છે, જેનો વિરોધ અર્બુદા સેના કરી રહી હોવાથી ભાજપ માટે આ બેઠક સંવેદનશીલ છે.
આંદોલનકારી રહેલા હાર્દિક પટેલની અગ્નિપરીક્ષા
વિધાનસભા ક્રમાંક-39, એટલે કે વિરમગામ વિધાનસભામાં એવું કહેવાય છે કે જેની સરકાર હોય તે સરકારની વિરુદ્ધનો ધારાસભ્ય હોય. છેલ્લાં 10 વર્ષથી અહિં કોંગ્રેસની સરકાર છે. ગત ટર્મમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં તેજશ્રીબહેન પટેલને ભાજપમાંથી ટિકિટ મળી હતી. પરંતુ જનતાએ તેમને પક્ષપલટું કહીને જાકારો આપ્યો હતો. વિરમગામ વિધાનસભા માટે નિર્ણાયક ગણાતા વિસ્તાર એવા નળકાંઠામાં ખૂબ પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસના પ્રેમજીભાઈ વડલાણીના કારણે વર્ષોથી નળકાંઠો કોંગ્રેસનો ગઢ રહ્યો છે પરંતુ હવે પ્રેમજીભાઈ આ દુનિયામાં નથી ત્યારે આ વખતે નળકાંઠો કોના તરફ રહેશે તે પણ મહત્ત્વનો વિષય છે. ત્યારે આ વખતે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલને ટિકિટ આપી છે ત્યારે જોવાનું એ છે કે આ વખતે પણ વિરમગામ પક્ષ પલટો કરનારને હરાવશે કે વિરમગામની ગાદી પર બેસાડશે.
વડગામમાં અચાનક જ ભાજપની તાકાત કેમ વધી ગઈ?
ભૌગોલિક પરિસ્થિતિમાં લાંબો પહોળો વિસ્તાર એવા વડગામ તાલુકાનાં 110 ગામ અને પાલનપુર તાલુકાનાં 34 ગામ આવેલાં છે. મુસ્લિમોના 90 હજાર મત છે. કોંગ્રેસ માટે મજબૂત પોકેટ જોઈએ તો છાપી વિસ્તારમાં રહેતી મુસ્લિમ વસતિ, જેમાં 15 ગામનો સમાવેશ થાય છે. ગત 2017ની ચૂંટણી સમયે આ બેઠક પર વિજેતા થયેલા જિજ્ઞેશ મેવાણી અને ભાજપના ઉમેદવાર વિજય ચક્રવર્તી વચ્ચે 20 હજાર મતનો તફાવત હતો. આ દરમિયાન હવે માહોલ બદલાયો છે. હવે વડગામ વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે, જેથી ભાજપની તાકાત વધી છે અને ભાજપ મજબૂત બન્યો છે.
જીત માટે મેવાણીને કેમ લોઢના ચણા ચાવવા પડશે?
આ બેઠક પર મેવાણીને ઘેરવા માટે AIMIMએ દલિત એવા પ્રદીપ પરમારને ટિકિટ આપી છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એવી AIMIM મેવાણીની દલિત અને મુસ્લિમ વોટબેંક પર તરાપ મારે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. માત્ર એટલું જ નહીં, ઓવૈસીએ 6 મહિના પહેલાં વડગામના મજાદર ગામમાં સભા પણ કરી હતી તેમજ તાજેતરમાં પણ ઓવૈસીએ એક જાહેર સભા કરી હતી. આ સીટ પર કુલ 90 હજાર મુસ્લિમ અને 33 હજાર દલિતોના મત છે. જો આ બન્ને જ્ઞાતિના મતો વહેંચાઈ જાય તો મેવાણી માટે બેઠક લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.
બીજા તબક્કામાં કોની સામે કોનો જંગ?
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
વાવ | સ્વરૂપજી ઠાકોર | ગેનીબેન ઠાકોર | ડો. ભીમ પટેલ |
થરાદ | શંકર ચૌધરી | ગુલાબસિંહ રાજપૂત | વીરચંદભાઈ ચાવડા |
ધાનેરા | ભગવાનજી ચૌધરી | નાથાભાઈ પટેલ | સુરેશ દેવડા |
દાંતા(ST) | લધુભાઈ પારઘી | કાંતિભાઈ ખરાડી | એમકે બોંબાડિયા |
વડગામ(SC) | મણિભાઈ વાઘેલા | જિજ્ઞેશ મેવાણી | દલપત ભાટિયા |
પાલનપુર | અનિકેતભાઈ ઠાકર | મહેશ પટેલ | રમેશ નભાણી |
ડીસા | પ્રવીણ માળી | સંજય રબારી | ડો. રમેશ પટેલ |
દિયોદર | કેશાજી ચૌહાણ | શિવાભાઈ ભૂરિયા | ભેમાબાઈ ચૌધરી |
કાંકરેજ | કીર્તિસિંહ વાઘેલા | અમૃતભાઈ ઠાકોર | મુકેશ ઠક્કર |
રાધનપુર | લવિંગજી ઠાકોર | રઘુભાઈ દેસાઈ | લાલજી ઠાકોર |
ચાણસમા | દિલીપ ઠાકોર | દિનેશભાઈ ઠાકોર | વિષ્ણુભાઈ પટેલ |
પાટણ | રાજુલબેન દેસાઈ | કિરીટકુમાર પટેલ | લાલેશ ઠક્કર |
સિદ્ધપુર | બળવંતસિંહ રાજપૂત | ચંદનજી ઠાકોર | મહેન્દ્ર રાજપૂત |
ખેરાલુ | સરદારસિંહ ચૌધરી | મુકેશભાઈ એમ દેસાઈ | દિનેશ ઠાકોર |
ઊંઝા | કિરીટ પટેલ | અરવિંદ પટેલ | ઉર્વિશ પટેલ |
વિસનગર | ઋષિકેશ પટેલ | કીર્તિભાઈ પટેલ | જયંતીલાલ પટેલ |
બહુચરાજી | સુખાજી ઠાકોર | ભોપાજી ઠાકોર | સાગર રબારી |
કડી | કરશન સોલંકી | પ્રવીણભાઈ પરમાર | એચ કે ડાભી |
મહેસાણા | મુકેશ પટેલ | પીકે પટેલ | ભગત પટેલ |
વિજાપુર | રમણ પટેલ | સી.જે.ચાવડા | ચિરાગ પટેલ |
હિંમતનગર | વી.ડી.ઝાલા | કમલેશકુમાર પટેલ | નિર્મલસિંહ પરમાર |
ઈડર(SC) | રમણલાલ વોરા | રામભાઈ સોલંકી | જયંતી પરનામી |
ખેડબ્રહ્મા(ST) | અશ્વીન કોટવાલ | તુષાર ચૌઘરી | બિપિન ગામેતી |
પ્રાંતિજ | ગજેન્દ્ર પરમાર | બહેચરસિંહ રાઠોડ | અલ્પેશભાઈ પટેલ |
ભિલોડા | પી સી બરંડા | રાજુ પારઘી | રૂપસિંહ ભગોડા |
મોડાસા | ભીખુસિંહ પરમાર | રાજેન્દ્રસિંહ ઠાકોર | રાજેન્દ્રસિંહ પરમાર |
બાયડ | ભીખીબેન પરમાર | મહેન્દ્રસિંહ વાઘેલા | ચુનીભાઈ પટેલ |
દહેગામ | બલરાજસિંહ ચૌહાણ | વખતસિંહ ચૌહાણ | સુહાગ પંચાલ |
ગાંધીનગર સાઉથ | અલ્પેશ ઠાકોર | ડૉ. હિમાંશુભાઈ પટેલ | દોલત પટેલ |
ગાંધીનગર નોર્થ | રીટાબેન પટેલ | વિરેન્દ્રસિંહ વાઘેલા | મુકેશ પટેલ |
માણસા | જયંતી પટેલ | બાબુસિંહ ઠાકોર | ભાસ્કર પટેલ |
કલોલ | બકાજી ઠાકોર | બળદેવજી ઠાકોર | કાંતિજી ઠાકોર |
વિરમગામ | હાર્દિક પટેલ | લાખાભાઈ ભરવાડ | કુંવરજી ઠાકોર |
સાણંદ | કનુભાઈ પટેલ | રમેશ કોળી | કુલદીપસિંહ વાઘેલા |
ઘાટલોડિયા | ભૂપેન્દ્ર પટેલ | અમીબેન યાજ્ઞિક | વિજયભાઈ પટેલ |
વેજલપુર | અમિત ઠાકર | રાજેન્દ્ર પટેલ | કલ્પેશ પટેલ |
વટવા | બાબુસિંહ જાદવ | બળવંત ગઢવી | બિપિન પટેલ |
એલિસબ્રિજ | અમિત શાહ | ભીખુ દવે | પારસ શાહ |
નારણપુરા | જિતેન્દ્ર પટેલ | સોનલબેન પટેલ | પંકજ પટેલ |
નિકોલ | જગદીશ પંચાલ | રણજિત બારડ | અશોક ગજેરા |
નરોડા | ડો.પાયલ કુકરાણી | મેઘચંદ મોઢવાણી | ઓમપ્રકાશ તિવારી |
ઠક્કરબાપાનગર | કંચનબેન રાદડિયા | વિજય બ્રહ્મભટ્ટ | સંજય મોરી |
બાપુનગર | દિનેશ કુશવાહ | હિંમતસિંહ પટેલ | રાજેશભાઈ દીક્ષિત |
અમરાઈવાડી | ડો. હસમુખ પટેલ | ધર્મેન્દ્ર પટેલ | વિનય ગુપ્તા |
દરિયાપુર | કૌશિક જૈન | ગ્યાસુદ્દીન શેખ | તાજ કુરેશી |
જમાલપુર-ખાડિયા | ભૂષણ ભટ્ટ | ઈમરાન ખેડાવાલા | હારુન નાગોરી |
મણિનગર | અમૂલ ભટ્ટ | સી.એમ,રાજપૂત | વિપુલ પટેલ |
દાણીલીમડા (SC) | નરેશ વ્યાસ | શૈલેષ પરમાર | દિનેશ કાપડિયા |
સાબરમતી | ડો. હર્ષદ પટેલ | દિનેશ મહીડા | જસવંત ઠાકોર |
અસારવા(SC) | દર્શના વાઘેલા | વિપુલ પરમાર | જે જે મેવાડા |
દસક્રોઈ | બાબુ જમના પટેલ | ઉમેદ ઝાલા | કિરણ પટેલ |
ધોળકા | કિરીટ ડાભી | અશ્વિન રાઠોડ | જટુભા ગોળ |
ધંધુકા | કાળુ ડાભી | હરપાલસિંહ ચૂડાસમા | કેપ્ટન ચંદુભાઈ બામરોલિયા |
ખંભાત | મહેશભાઈ રાવલ | ચિરાગ પટેલ | ભરત ચાવડા |
બોરસદ | રમણભાઈ સોલંકી | રાજેન્દ્રસિંહ પરમાર | મનીષ પટેલ |
આંકલાવ | ગુલાબસિંહ પઢિયાર | અમિત ચાવડા | ગજેન્દ્રસિંહ |
ઉમરેઠ | ગોંવિદ પરમાર | જયંત બોસ્કી(NCP) | અમરીશ પટેલ |
આણંદ | યોગેશ પટેલ | કાંતિ સોઢા પરમાર | ગિરિશ શાંડિલ્ય |
પેટલાદ | કમલેશ પટેલ | ડો. પ્રકાશ પરમાર | અર્જુન ભરવાડ |
સોજીત્રા | વિપુલ પટેલ | પૂનમભાઈ પરમાર | મનુભાઈ ઠાકોર |
માતર | કલ્પેશ પરમાર | સંજયભાઈ પટેલ | લાલજી પરમાર |
નડિયાદ | પંકજ દેસાઈ | ધ્રુવલ પટેલ | હર્ષદ વાઘેલા |
મહેમદાવાદ | અર્જુનસિંહ ચૌહાણ | જુવાનસિંહ ગડાભાઈ | પ્રમોદ ચૌહાણ |
મહુધા | સંજયસિંહ મહિડા | ઇન્દ્રજિતસિંહ પરમાર | રવજી વાઘેલા |
ઠાસરા | યોગેન્દ્રસિંહ પરમાર | કાંતિભાઈ પરમાર | નટવરસિંહ રાઠોડ |
કપડવંજ | રાજેશકુમાર ઝાલા | કાળાભાઈ ડાભી | મનુ પટેલ |
બાલાસિનોર | માનસિંહ ચૌહાણ | અજીતસિંહ ચૌહાણ | ઉદયસિંહ ચૌહાણ |
લુણાવાડા | જિજ્ઞેશકુમાર સેવક | ગુલાબસિંહ | નટવરસિંહ સોલંકી |
સંતરામપુર(ST) | કુબેરભાઈ ડિંડોર | ગેંડલભાઈ ડામોર | પર્વત વાગોડિયા ફૌજી |
શહેરા | જેઠાભાઈ આહિર | ખતુભાઈ પગી | તખતસિંહ સોલંકી |
મોરવાહડફ(ST) | નિમિષા સુથાર | સ્નેહલતા ખાંટ | બનાભાઈ ડામોર |
ગોધરા | સી.કે.રાઉલજી | રશ્મિતાબેન ચૌહાણ | રાજેશ પટેલ રાજુ |
કલોલ | ફતેસિંહ ચૌહાણ | પ્રભાતસિંહ | દિનેશ બારીયા |
હાલોલ | જયદ્રથસિંહ પરમાર | રાજેન્દ્ર પટેલ | ભરત રાઠવા |
ફતેપુરા(ST) | રમેશ કટારા | રઘુ મછાર | ગોવિંદ પરમાર |
ઝાલોદ(ST) | મહેશ ભૂરિયા | ડૉ. મિતેશ ગરસિયા | અનિલ ગરસિયા |
લીમખેડા(ST) | શૈલેશ ભાભોર | રમેશ ગુંડિયા | નરેશ બારિયા |
દાહોદ (ST) | કનૈયાલાલ કિશોરી | હર્ષદભાઈ નિનામા | દિનેશ મુનિયા |
ગરબાડા(ST) | મહેન્દ્ર ભાભોર | ચંદ્રિકાબેન બારૈયા | શૈલેષ કનુભાઈ ભાભોર |
દેવગઢબારિયા | બચુભાઈ ખાબડ | રણજિતસિંહ ચૌહાણ | ભરતભાઈ વાખલા |
સાવલી | કેતન ઇનામદાર | કુલદીપસિંહ રાઉજી | વિજય ચાવડા |
વાઘોડિયા | અશ્વિન પટેલ | સત્યજિત ગાયકવાડ | ગૌતમ રાજપૂત |
ડભોઈ | શૈલેષ મહેતા | બાલ કિશન પટેલ | અજિત ઠાકોર |
વડોદરા સિટી (SC) | મનીષા વકીલ | ગુણવંતરાય પરમાર | જિગર સોલંકી |
સયાજીગંજ | કેયૂર રોકડિયા | અમી રાવત | શ્વેજલ વ્યાસ |
અકોટા | ચૈતન્ય દેસાઈ | ઋત્વિક જોષી | શશાંક ખરે |
રાવપુરા | બાલકૃષ્ણ શુક્લ | સંજય પટેલ | હિરેન શિરકે |
માંજલપુર | યોગેશ પટેલ | ડૉ. તશ્વીન સિંહ | વિનય ચૌહાણ |
પાદરા | ચૈતન્ય ઝાલા | જશપાલસિંહ પઢિયાર | સંદીપસિંહ રાજ |
કરજણ | અક્ષય પટેલ | પ્રિતેશ પટેલ (પિન્ટુ) | પરેશ પટેલ |
છોટાઉદેપુર (ST) | રાજેન્દ્રસિંહ રાઠવા | સંગ્રામસિંહ રાઠવા | અર્જુ્ન રાઠવા |
પાવી જેતપુર(ST) | જયંતીભાઈ રાઠવા | સુખરામ રાઠવા | રાધિકા રાઠવા |
સંખેડા(ST) | અભેસિંહ તડવી | ધીરુભાઈ ભીલ | રંજન તડવી |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.