તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બંગાળમાં વિધાનસભા ચૂંટણીની વચ્ચે હવે કૂપનનો વિવાદ શરૂ થઈ ગયો છે. મંગળવારે યોજાયેલા ત્રીજા તબક્કાના મતદાન પછી તૃણમૂલ અને ડાબેરીઓએ આરોપ લગાવ્યો છે કે ભાજપ સમર્થન મેળવવા માટે લોકોને એક હજારની કૂપન આપી રહ્યો છે. જોકે ભાજપે આ આરોપને ફગાવી દીધો છે.
બંગાળમાં મંગળવારે ત્રીજા તબક્કાનું 31 બેઠક પર 77.68% મતદાન થયું. આ દરમિયાન તૃણમૂલ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી અને પથ્થરમારાની ઘટના બની હતી.
તૃણમૂલનો દાવો-મોદીની રેલી માટે કૂપન અપાઈ
તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાએ ટ્વીટ કરીને આ કૂપન વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે મોદી આ રીતે ઘરે ઘરે પહોંચી રહ્યા છે. ઈલેક્શન કમિશનને મારી અપીલ છે કે આના પર એક્શન લો અને આ બાબતને આવી રીતે ન જવા દો. તૃણમૂલ અને લેફ્ટનું કહેવું છે કે ભાજપ એક હજારની કૂપન દ્વારા લોકોને પોતાના તરફ ખેંચી રહ્યો છે. એપ્રિલમાં જ્યોનગરમાં મોદીની રેલીમાં ભાગ લેવા માટે રકમ આપવામાં આવી હતી. ઉપરાંત ભાજપને મત આપવા માટે કૂપન પણ અપાઈ.
ટેલીગ્રાફ ઓફ ઈન્ડિયાના રિપોર્ટનાં ગ્રામજનોના હવાલાથી જણાવાયું છે કે કૂપન મોદીની રેલીમાં સામેલ થવા માટે અપાયા હતા. સાથે વચન અપાયું હતું કે કૂપન દ્વારા ગ્રામજનોને નિશ્ચિત એક ભેટ અપાશે.
ભાજપની સ્પષ્ટતા- એક હજારની કૂપન નહીં, ડોનેશન રસીદ છે
ભાજપે કહ્યું હતું કે આ કૂપન નથી પરંતુ ડોનેશન રસીદ છે. ભાજપે કહ્યું હતું કે જ્યોનગરોમાં સભા કરવા માટે પૈસા ભેગા કરાયા હતા અને તમા જે ડોનેશન આવ્યું તેની આ રસીદ છે.
ભાજપના ઉમેદવારના નિવેદનથી પાર્ટી મુશ્કેલીમાં
રાજદીધીથી ભાજપના ઉમેદવાર શાતનુ બાપૂલીએ અલગ અલગ નિવેદન આપ્યા છે. પહેલા તેણે કહ્યું હતું કે આ કોઈ કૂપન નથી, જેનાથી રોકડ મેળવી શકાય. પછી તેણે કહ્યું કે તેના દ્વારા મોદીની રેલીમાં આવનારને ટ્રાસપોર્ટેશનનું પેમેન્ટ કરાયું હતું.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.