તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભા ચૂંટણી 2021:મેદિનીપુર : અધિકારી પરિવારની એન્ટ્રીથી ભાજપ મજબૂત, અહીં ગઈ વખતે તૃણમૂલ જીતી હતી

પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર22 દિવસ પહેલાલેખક: વિશાલ પાટડિયા
  • કૉપી લિંક
શુભેન્દુ અધિકારી નંદીગ્રામથી ચૂંટણી લડી રહ્યા છે. આ જ સીટ પર મમતા બેનરજી પણ તૃણમૂલથી લડી રહ્યા છે. આથી અહીં આ વખતે મુકાબલો રસપ્રદ થઈ ગયો છે. - Divya Bhaskar
શુભેન્દુ અધિકારી નંદીગ્રામથી ચૂંટણી લડી રહ્યા છે. આ જ સીટ પર મમતા બેનરજી પણ તૃણમૂલથી લડી રહ્યા છે. આથી અહીં આ વખતે મુકાબલો રસપ્રદ થઈ ગયો છે.
  • પ્રચાર થંભે તે પહેલાં બંગાળ અને આસામમાં 40થી વધુ રેલી-રોડ શૉ યોજાયા, જેમાં અડધા ભાજપે કર્યા

પશ્ચિમ બંગાળની પહેલા તબક્કાની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ મહેનત અને ફોકસ પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર વિસ્તારમાં કર્યા છે. ખરેખર આ વિસ્તારથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ સાંસદ છે. કાંથી બેઠક પરથી તૃણમૂલ સાંસદ શિશિર અધિકારી અને તેમના દીકરો તથા મમતા સરકારમાં મંત્રી રહેલા શુભેન્દુ અધિકારીના પરિવારનું વર્ચસ્વ પણ આ વિસ્તારમાં છે.

બંગાળ ચૂંટણીમાં પ્રચાર માટે હવે ગૌતમ ગંભીર પણ પહોંચી ચૂક્યા છે. ગુરૂવારે તેમણે પશ્ચિમી મેદિનીપુરની દંતનમાં રેલી કરી હતી.
બંગાળ ચૂંટણીમાં પ્રચાર માટે હવે ગૌતમ ગંભીર પણ પહોંચી ચૂક્યા છે. ગુરૂવારે તેમણે પશ્ચિમી મેદિનીપુરની દંતનમાં રેલી કરી હતી.

આ બે જિલ્લાની 13 વિધાનસભા બેઠકોમાંથી 11 ઘોષ અને શિશિરના લોકસભા ક્ષેત્રમાં આવેલી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે તમામ 13 બેઠક જીતી હતી. પ્રદેશ અધ્યક્ષની સીટ ન હોવાને કારણે પીએમ મોદીએ આ વિસ્તારમાં બે રેલીઓ કરી જ્યારે ગૃહમંત્રી શાહે મોટો રોડ-શૉ કર્યો. ઘોષ અને અધિકારીનો ગઢ હોવાને કારણે ભાજપ આ વિસ્તાર ગમે તે ભોગે જીતવા માગે છે.

આ જ કારણ છે કે આ વિસ્તારમાં પાર્ટીએ સ્ટાર નેતાઓની સેના ઉતારી છે. ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં આ વિસ્તારમાં 5 વિધાનસભા બેઠકો પર મળેલી લીડથી ઉત્સાહિત છે. જ્યારે જે 8 બેઠક પર તૃણમૂલ આગળ હતી તેમાં છ અધિકારી પરિવારના વર્ચસ્વવાળા વિસ્તારમાં છે. એવામાં અધિકારી પરિવારના ભાજપ સાથે જોડાવાનો ફાયદો ભાજપને મળશે.

ભાજપાની તુલનામાં અહીં તૃણમૂલના બેનર-પોસ્ટર ઓછા નજરે પડે છે. જો કે અનેક સીટો પર મમતા બેનરજીની પાર્ટી અહીં મજબૂત જોવા મળી રહી છે.
ભાજપાની તુલનામાં અહીં તૃણમૂલના બેનર-પોસ્ટર ઓછા નજરે પડે છે. જો કે અનેક સીટો પર મમતા બેનરજીની પાર્ટી અહીં મજબૂત જોવા મળી રહી છે.

મુદ્દા ગુમ : પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુરની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા ગુમ છે. આઈઆઈટી ખડગપુરની ડૉ. પી.ચક્રવર્તી કહે છે કે કોલકાતા અને બાંગ્લાદેશના સરહદી જિલ્લા જેવા સ્થાનિક મુદ્દા અહીં નથી. સીએમ મમતા, શિશિર અધિકારી, દિલીપ ઘોષ અને શુભેન્દુ કાં તો અહીંથી લડી રહ્યા છે કાં પ્રચાર કરી રહ્યા છે. એવામાં બંને જિલ્લા જાતે જ મોટો મુદ્દો બની ગયા છે.

  • શિશિર અધિકારી 2009થી સતત અહીંથી સાંસદ છે. એવામાં તેમના ભાજપમાં પ્રવેશની અસર દેખાઈ રહી છે. જોકે તૃણમૂલ કોંગ્રેસના હોર્ડિંગ, પોસ્ટરની સંખ્યા ઓછી છે.
  • વિશ્લેષકો કહે છે કે 4થી 5 બેઠકો પર ભાજપ અને 7થી 8 પર તૃણમૂલ મજબૂત દેખાય છે.
  • મેદિનીપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની બેઠક હોવાથી પીએમ મોદીએ બે રેલી સંબોધી. શાહે રોડ શૉ કર્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો