તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:બાંગ્લાદેશના મંદિરથી બંગાળ પર નિશાનઃ 70 સીટો પર અસરકારક મતુઆ સમુદાયને સાધવા ઓરકાંડી મંદિર જશે મોદી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસે છે. આજે પોતાની મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન મંદિરોની પણ મુલાકાત લેશે. મંદિર પણ ઘણું ખાસ છે. એકનું તો સીધું કનેક્શન પશ્ચિમ બંગાળની ચૂંટણી સાથે જોડવામાં આવે છે. કારણ, આ મંદિર જે મતુઆ સમુદાયની આસ્થાનું કેન્દ્ર છે, એ સમુદાયનો પ્રભાવ પશ્ચિમ બંગાળની 70 વિધાનસભા સીટો પર છે. ખાસ વાત એ છે કે આજે તેમાંથી અનેક સીટો પર વોટિંગ પણ છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપા અને તૃણમૂલ કોંગ્રેસ માટે મતુઆ સમુદાય શા માટે અગત્યનો છે? આ સમુદાય કોને મત આપતો રહ્યો છે? જે મંદિરમાં મોદી જઈ રહ્યા છે, તેનો શું ઈતિહાસ છે? અગાઉ ક્યારે-ક્યારે મોદી આ પ્રકારની કૂટનીતિ સાથે ચૂંટણીલક્ષી રાજનીતિ કરતા રહ્યા છે? આવો સમજીએ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસે છે. આજે પોતાની મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન મંદિરોની પણ મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસે છે. આજે પોતાની મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન મંદિરોની પણ મુલાકાત લેશે.

વડાપ્રધાન મોદી આજે ગોપાલગંજના ઓરકાંડીમાં બનેલા મતુઆ સમુદાયના મંદિરે જશે. અહીં મોદી હરિચંદ મંદિરમાં પૂજા પછી મતુઆ સમુદાયના લોકોને મળશે. આ મંદિર હરિચંદ ઠાકુરનું છે. જેમને મતુઆ સમુદાયના લોકો ભગવાનનો અવતાર માને છે.

શૂદ્ર જાતિથી આવનારા હરિચંદ ઠાકુર મતુઆ મહાસંઘના સ્થાપક હતા. તેમણે ઓરકાંડીમાં 1860માં ધાર્મિક સુધાર આંદોલનની શરૂઆત કરી. આ આંદોલન પછી બાંગ્લાદેશમાં મતુઆ સંપ્રદાય બન્યો. 1947માં ભારત વિભાજન પછી આ સમુદાયના અનેક લોકો પશ્ચિમ બંગાળ આવી ગયા અને અહીં જ વસી ગયા. 2011ની વસતી ગણતરી પ્રમાણે પશ્ચિમ બંગાળમાં આ સમુદાયની વસતી 2 કરોડ આસપાસ છે. જો કે કેટલાક લોકો તેની વસતી 3 કરોડ હોવાનો પણ દાવો કરે છે. મોટાભાગના મતુઆની વસતી નોર્થ 24 પરગણા, સાઉથ 24 પરગણા, નાદિયા અને જલપાઈગુડી, સિલિગુડી, કૂચબિહાર અને વર્ધમાન જિલ્લામાં ફેલાયેલી છે.

દર્શનની સાથે નજર 2019માં ભાજપા તરફ આવેલા વોટરો પર પકડ જમાવવા પર
પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જાતિની કુલ વસતી 23%થી વધુ છે. કુલ અનુસૂચિત જાતિ વસતીના 20% મતુઆ સમુદાયના લોકો છે. 70 વિધાનસભા સીટો પર તેની અસર છે. 2009 અગાઉ મતુઆ સમુદાય લેફ્ટ સમર્થક મનાતા હતા પરંતુ 2009 પછીથી તેમને તૃણમૂલના સમર્થક મનાવા લાગ્યા. તેના પછી 2019ની લોકસભા ચૂંટણીમાં તેમના વોટ ભાજપાની તરફ પણ શિફ્ટ થયા.

બે જૂથોમાં વહેંચાયો હરિચંદ ઠાકુરનો પરિવાર, એક ભાજપા તો બીજું મમતાની સાથે
હરિચંદ ઠાકુરના પરિવારમાંથી આવતા બીનાપાણિ દેવી, જેમને આ બંગાળમાં બોરો માતા એટલે કે મોટી મા કહે છે. મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીક માનવામાં આવતા હતા. 2019માં વડાપ્રધાન મોદી પણ બંગાળમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન બોરો માના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. બોરો માનો મતુઆ સમુદાય પર ઘણો પ્રભાવ રહ્યો છે. માર્ચ 2019માં બોરો માના નિધન પછી તેમનો પરિવાર બે ભાગમાં વહેંચાઈ ગયોછે. એક તૃણમૂલની સાથે છે તો બીજો ભાજપાની સાથે.

મમતા પ્રથમ નેતા હતા જેમણે બોરો માના પરિવારના લોકોને રાજકીય ઓળખ અપાવી અને મતુઆ સમુદાયને વોટ બેંક તરીકે વિકસિત કર્યા. 2014માં બીનાપાણિ દેવીના પુત્ર કપિલ કૃષ્ણ ઠાકુર બનગાંવ લોકસભા સીટથી તૃણમૂલ સાંસદ બન્યા. 2015માં તેમના નિધન પછી તેમની પત્ની મમતા બાલા ઠાકુર પેટાચૂંટણી જીત્યા, પરંતુ 2019માં બોરો માનાના નાના પુત્ર અને મમતા સરકારમાં મંત્રી રહેલા મંજુલ કૃષ્ણા ભાજપામાં સામેલ થઈ ગયા. લોકસભા ચૂંટણીમાં ભાજપાએ મમતા બાલા ઠાકુર વિરુદ્ધ મંજુલના પુત્ર શાંતનુ ઠાકુરને ઉતારી દીધા. શાંતનુએ પોતાના તાઈને હરાવીને અહીં ભાજપાને જીત અપાવી અને સાંસદ બન્યા. મોદીની સાથે બાંગ્લાદેશ ગયેલા પ્રતિનિધિમંડલમાં પણ શાંતનુ સામેલ છે.

પ્રથમ લેફ્ટ, પછી મમતાની સાથે રહ્યા મતુઆ વોટર્સ, હવે ભાજપા તરફ ઝુકાવ
1977 અગાઉ આ સમુદાયના લોકો કોંગ્રેસના પરંપરાગત વોટર મનાતા હતા. પરંતુ 1077 પછી આ સમુદાય લેફ્ટ ફ્રન્ટ સાથે ગયો. 2009ની ચૂંટણી અગાઉ લેફ્ટ અને મમતા બંને બોરો માનું સમર્થન લેવા પહોંચ્યા. બોરોમાએ મમતાને સમર્થન આપ્યું. એટલે સુધી કે 2010માં બોરો માએ મમતાને મતુઆ મહાસભાના મુખ્ય સંરક્ષક પણ બનાવી દીધા. 2011માં જ્યારે મમતા સત્તામાં આવ્યા તો ઠાકુર નગરમાં આ સમુદાયને પવિત્ર કામોનાસાગર બનાવવા માટે ગ્રાંટ પણ આપી દીધી. 2018માં સરકારે મતુઆ સમુદાય માટે વેલફેર બોર્ડ બનાવવાનું એલાન કર્યુ, પરંતુ 2019માં ભાજપાએ મમતાની આ વોટ બેંકમાં લૂણો લગાડ્યો.

અગાઉ ક્યારે ક્યારે મોદીએ આ પ્રકારે કૂટનીતિ અને આસ્થાની સાથે ચૂંટણીલક્ષી રાજનીતિ કરી?
11-12 મે 2018ના રોજ વડાપ્રધાન મોદી નેપાળની મુલાકાતે ગયા હતા. 12 મેના સવારે તેઓ કાઠમંડુના પશુપતિનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યારે મોદીના મંદિર દર્શનની લાઈવ તસવીરો દેશભરની ટીવી ચેનલો દર્શાવી રહી હતી, એ સમયે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી મતદાન થઈ રહ્યું હતું. 2019માં 19 મેના રોજ મોદી કેદારનાથની ગુફામાં ધ્યાન લગાવી રહ્યા હતા. જ્યારે દેશભરની ટીવી ચેનલો મોદીના સંત અવતારની પ્રશંસા કરી રહી હતી, એ સમયે દેશના અનેક રાજ્યોમાં લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના વોટ અપાઈ રહ્યા હતા. તેમાં ખુદ મોદીની લોકસભા સીટ વારાણસી પણ સામેલ હતી.

આ રીતે જ્યારે આજે મોદી બાંગ્લાદેશમાં મતુઆ સમુદાયના મંદિર અને 51 શક્તિપીઠમાં સામેલ સુગંધા શક્તિપીઠમાં પૂજન-અર્ચન કરી રહ્યા હશે. એ સમયે બંગાળ અને આસામમાં મતદારો મત આપી રહ્યા હશે.