તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Election 2021
  • Tamil nadu
  • No Candidate Has Been Allowed To Campaign For 3 Generations In This Tamil Nadu Village, No Flags, Poster banners Or Loudspeakers Are Seen In Any House

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહીં પ્રચાર કરી બતાવો તો ખરા!:તામિલનાડુના આ ગામમાં 3 પેઢીથી કોઈ ઉમેદવારને પ્રચાર કરવાની અનુમતિ નથી, કોઈ ઘરમાં ઝંડા, પોસ્ટર-બેનર કે લાઉડસ્પીકર પણ લાગતાં નથી

13 દિવસ પહેલાલેખક: સુનીલ સિંહ બઘેલ
  • કૉપી લિંક
મદુરાઈથી લગભગ 20 કિમી દૂર એક નાનું ગામ છે ઓથાવીડુ, જ્યાં કોઈપણ ઉમેદવારને ચૂંટણીપ્રચારની અનુમતિ નથી. - Divya Bhaskar
મદુરાઈથી લગભગ 20 કિમી દૂર એક નાનું ગામ છે ઓથાવીડુ, જ્યાં કોઈપણ ઉમેદવારને ચૂંટણીપ્રચારની અનુમતિ નથી.

તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર સ્ટારડમથી ભરપૂર ગ્લેમર માટે જાણીતો છે પણ આ જ રાજ્યમાં મદુરાઈ પાસે એક ગામ એવું પણ છે જ્યાં ત્રણ પેઢીઓએ દેશની પ્રથમ ચૂંટણીથી લઈને અત્યાર સુધી કોઈ ઉમેદવારને ગામની અંદર પ્રચારની અનુમતિ આપી નથી. ન તો કોઈ નેતાને ગામ-ઘરમાં ઝંડા, બેનર, પોસ્ટર અને કટઆઉટ લગાવવાની મંજૂરી છે કે ન તો તમિલનાડુની ચૂંટણી સંસ્કૃતિનો હિસ્સો બની ચૂકેલા કેશ ફોર વોટ માટે અહીં કોઈ સ્થાન છે. ઉમેદવાર કોઈપણ હોય, તેને ગામની સરહદેથી જ રવાના કરી દેવાય છે.

મદુરાઈથી લગભગ 20 કિમી દૂર 200 ઘરો અને ગરીબ 600 મતદારોવાળું નાનું ગામ છે ઓથાવીડુ. ગામના મોટાભાગના રહેવાસી 100 વર્ષ પહેલા તિરુમંગલમથી આવીને વસેલા 3 પરિવારોનાં વંશજ છે. આ ગામની બંને તરફ 1 કિમીના વ્યાપમાં બીજા ગામો પણ છે. બંને તરફ પ્રચારનો શોર પણ છે અને પાર્ટીઓનાં પોસ્ટર્સ-બેનર્સ અને ચૂંટણી ચિહ્નોથી સજેલી દિવાલો પણ છે.

પ્રચાર દરમિયાન જોરદાર ઢોલનગારા વાગે છે અને ફટાકડા ફોડવાની પરંપરા જારી છે પરંતુ ઓથાવીડુ ગામમાં પ્રવેશતા જ માહોલ બિલકુલ શાંત નજરે પડે છે. ગામની સીમામાં આવેલા મંદિર પાસે થાળીમાં હળદર-પાણી અને પાન પર કપૂર સળગાવીને મહિલાઓ ઊભી છે.

ગામની બહાર જ પ્રચાર માટે આવનારા નેતાઓનું સ્વાગત કરવામાં આવે છે અને ત્યાંથી જ તેમને પરત મોકલી દેવાય છે.
ગામની બહાર જ પ્રચાર માટે આવનારા નેતાઓનું સ્વાગત કરવામાં આવે છે અને ત્યાંથી જ તેમને પરત મોકલી દેવાય છે.

આજે અહીં દિનાકરનની પાર્ટી એએમએમકેના ઉમેદવારના પારંપરિક સ્વાગતની તૈયારી છે. પ્રચાર વાહનના ગામમાં પ્રવેશતા જ લાઉડસ્પીકર બંધ કરી દેવાય છે. રહેવાસી પાંડી કહે છે કે આ પરંપરા અહીં આઝાદી પછી યોજાયેલી પ્રથમ ચૂંટણી વખતથી ચાલી આવે છે. તમિલનાડુમાં દાહ સંસ્કાર પણ જશ્નની જેમ ઢોલનગારા વગાડીને અને ફટાકડાની સાથે કરવાની પરંપરા છે પરંતુ ઓથાવીડુમાં તેની અનુમતિ નથી. ફિલ્મ સ્ટાર્સને લઈને પાગલપંતી તો અહીં પણ છે પરંતુ ફિલ્મોના પોસ્ટર લાગતા નથી. પ્રચારથી દૂર રહેવાનું કારણ પૂછતા રંગનાથન કહે છે-પાર્ટીઓના પ્રચાર, ભાષણબાજીથી પરસ્પર મતભેદ વધે છે. ગામની એકતા અને સૌહાર્દ અમારા માટે પ્રથમ સ્થાને છે.

ઓથાવીડુ એક નાનું ગામ છે જ્યાં લગભગ 600 લોકોની વસતી છે.
ઓથાવીડુ એક નાનું ગામ છે જ્યાં લગભગ 600 લોકોની વસતી છે.

આથી અમે દરેક પક્ષના ઉમેદવારનું એક જેવું જ પારંપરિક રીતે સ્વાગત કરીએ છીએ. ગામની સીમમાં જ અમારી સમસ્યાઓ જણાવીએ છીએ, તેને સાંભળે છે.અમારી આ પરંપરા રાજકીય દળો પણ જાણે છે અને તેઓ તેનું સન્માન પણ કરે છે. મુરુગનના ઘરમાં જોયું તો ‘કલાઈનગર (કરૂણાનિધિ) ટીવી’ પણ નજરે પડે છે તો ‘અમ્મા ફેન’ પણ છે. મુરુગન કહે છે-અમને ચૂંટણી સાથે વાંધો નથી. અમે સૌ કોઈને કોઈ પાર્ટી સાથે જોડાયેલા છીએ પણ પ્રદર્શન કરતા નથી, વોટના બદલામાં પૈસાની પણ અહીં અનુમતિ નથી. આવા જ કેટલાક ગામ મદુરાઈ સહિત તેની અને વિરુધુનગર જિલ્લામાં પણ છે. જ્યાં ચૂંટણી પછી ઝઘડાના કારણે ગ્રામીણોએ 1980ના દાયકાથી આવો જ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો