તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નડિયાદ LCB પોલીસે ચકલાસીના સાડીપુરામાં ઝાડીઓમાં સંતાડી રાખેલો રૂ.1.6 લાખનો દારૂ કબ્જે કર્યો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂના જથ્થા સાથે પોલીસે બે બુટલેગરોની અટકાયત કરી

ખેડા જિલ્લામાં દારૂની બદીઓ વ્યાપક પ્રમાણમાં ફુલી ફાલી છે. તહેવારોને લઈને બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જિલ્લા બહારથી મંગાવી રહ્યા છે. નડિયાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચકલાસીના સાડીપુરા વિસ્તારમાં આવેલા એક ખેતરમાં બુટલેગરો દ્વારા સંતાડી રાખવામાં આવતો દારૂના જથ્થાને ઝડપી લેવાયો છે. આ બનાવમાં બે વ્યક્તિઓને ઝડપી લઈ તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.

ખેડા નડિયાદ LCB પોલીસને બાતમી મળી હતી કે, ચકલાસી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં સાડીપુરા નજીક કેટલાક ઈસમો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેથી પોલીસે ગતરાત્રે અહીંયા આવેલ મધુભાઈના કૂવા નજીક મંજુલાબેન વાઘેલાના ખેતરમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ઝાડીઓમાં છુપાવેલ ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઈસમો મણી પૂજા વાઘેલા અને વિક્રમ ઉર્ફે વીકી રમણ વાઘેલા (બન્ને રહે. ચકલાસી)ને ઝડપી લેવાયા હતા. પોલીસે પંચોને બોલાવી દારૂના જથ્થાની ગણતરી કરતાં 18 બોક્સમાં 864 ક્વાટર તથા 168 નંગ બીયર ટીન મળી કુલ રૂપિયા 1 લાખ 6 હજાર 700નો ઈંગ્લિશ દારૂ કબ્જે કર્યો હતો. આ દારૂનો જથ્થો ક્યાંથી લવાયો અને કોને આપ્યો તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...