તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે 6 એપ્રિલે મતદાન થવાનું છે અને તેનાથી ઠીક 4 દિવસ પહેલા જ શુક્રવારે આઈટી વિભાગે ડીએમકેના વડા એમ.કે.સ્ટાલિનની દીકરી સેન્થામરઈ અને જમાઈ સબારેસનના ઠેકાણે દરોડા પાડ્યા હતા.
સબારેસન ડીએમકેના વડા સ્ટાલિનના સલાહકાર પણ છે. પાર્ટીમાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. આઈટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ચેન્નઈમાં સબારેસનના ચાર ઠેકાણે દરોડા શુક્રવારે સવારે પડાયા હતા. મતદાનથી થોડા દિવસ પહેલા આ દરોડાની કાર્યવાહીથી રાજકીય હિલચાલ વધી ગઈ છે. ડીએમકેએ આ મામલે કહ્યું કે રાજકીય કારણોસર આ કાર્યવાહી કરાઇ છે. જ્યારે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હવે સ્ટાલિનના જમાઈના ઘરે, પહેલા કમલ હાસનના ઘરે, શું એનડીઓનો ભાગ ન બનવું ગુનો છે? આઈટીએ અગાઉ ડીએમકે નેતા ઈ.વી.વેલુના ઠેકાણે દરોડા પાડ્યા હતા.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.