તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Election 2021
  • Surrounded By Koro Crisis, Modi Did Not Get Oxygen From Bengal Results, Now Election Vaccine Has To Be Administered In UP Uttarakhand

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદી સામે નવા પડકાર:કોરોના સંકટ વચ્ચે ઘેરાયેલા મોદીને બંગાળના પરિણામોથી ઓક્સિજન મળ્યો નહીં, હવે UP-ઉત્તરાખંડમાં લગાવવી પડશે ચૂંટણી વેક્સિન

નવી દિલ્હી13 દિવસ પહેલાલેખક: ગૌરવ પાંડે
  • દેશમાં કોરોનાની લહેર વચ્ચે હવે મોદી લહેર પડી નબળી

ખેલા હોબે…. હા, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ખેલા કરી બતાવ્યુ છે. TMC પ્રારંભિક વલણોમાં ભાજપ કરતા ઘણે આગળ છે. જ્યારે, કોરોના મહામારી વચ્ચે જ્યારે દેશભરમાં મોદી સરકારની વ્યાપક ટીકા થઈ રહી છે, ત્યાં સુધી કે ભાજપ સમર્થકો પણ સરકાર અને પાર્ટીના નેતૃત્વથી નારાજ છે. આ બધાની વચ્ચે, પશ્ચિમ બંગાળમાં હાર ભાજપ માટે કોરોનાના પોઝિટિવ રિપોર્ટ જેવુ છે. અહીં ભાજપને મતનો પૂરતો ઓક્સિજન મળી શક્યો નથી. જો કે, આસામમાં ભાજપ આગળ છે. આવી સ્થિતિમાં પાર્ટી વેન્ટિલેટર પર જવાથી ચોક્કસપણે બચી ગઈ છે.

કોરોનાની સુનામીની વચ્ચે, મોદી લહેર અટકી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શું આ પરિણામોની મોદીના કદ પર કોઈ અસર પડશે? આ અંગે રાજકીય વિશ્લેષક એસ અનિલ કહે છે કે મોદી અને ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત બંગાળમાં લગાવી દીધી હતી. તેણે એવું વાતાવરણ પણ બનાવ્યું કે ભાજપ જીતી રહ્યું છે. આ છતાં, TMCની જીત ભાજપ અને મોદી માટે કોઈ ઝટકાથી ઓછું નથી. હા, જો દીદી મમતા બેનર્જી નંદિગ્રામમાં હારે તો ભાજપને ખુશ રહેવાની તક જરૂર મળી શકે છે. ભાજપના આ પરાજય પાછળ અનેક કારણો છે, જેનું સૌથી મોટું કારણ અતિ આત્મવિશ્વાસ છે.

બંગાળ પૂર્વોત્તર ભારતનું સૌથી મોટું રાજ્ય છે. વિધાનસભા બેઠકોની બાબતમાં પણ, UP બાદ આ સૌથી વધુ 294 બેઠકો અહીં જ છે. આવામાં દેશના બીજા નંબરના સૌથી મોટા રાજકીય રાજ્યને જીતવું મોદી અને ભાજપને માટે સ્વપ્ન સાકાર થવા જેવુ હતું. આ સાથે, ભાજપ માટે આગામી વર્ષના માર્ચ-એપ્રિલ મહિનામાં યુપી, ઉત્તરાખંડ અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણીમાં ડબલ આત્મવિશ્વાસ સાથે જવાનો માર્ગ ખુલી જાત, પરંતુ બંગાળમાં હાર બાદ ભાજપને આ રાજ્યોમાં મત માટે વેક્સિનની જરૂર પડશે.

  • હવે આગામી વારો ઉત્તરપ્રદેશનો

દેશના સૌથી મોટા રાજકીય રાજ્ય યુપીમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 2017માં અહીં ભાજપે 312 બેઠકો જીતી હતી. 2014 અને 2019 ની સામાન્ય ચૂંટણીઓમાં પણ મોદીને વડાપ્રધાન બનાવાવામાં પામ UPનો મોટો ફાળો રહ્યો છે. 2014માં NDA UPમાં 80 માંથી 73 બેઠકો જીતી હતી. 2019માં NDAને 62 બેઠકો જીતી હતી. આવી સ્થિતિમાં, આગામી વિધાનસભાની ચૂંટણીઓ મોદી અને ભાજપના ભાવિ માટે મહત્વપૂર્ણ છે. ખુદ મોદી પણ UPના સાંસદ છે, તેથી ભાજપનું UPમાં બધું દાવ પર રહેશે.

  • ઉત્તરાખંડ ઉત્તરની રાહ જોઈ રહ્યું છે

દેવભૂમિ ઉત્તરાખંડમાં ભાજપ માટે બધું સામાન્ય નથી. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અહીં 70 માંથી 57 બેઠકો જીતી હતી. આ હોવા છતાં, આગામી ચૂંટણી પહેલા પાર્ટીને પોતાના મુખ્યપ્રધાન બદલવા પડ્યા છે. ત્રિવેન્દ્રસિંહ રાવતની જગ્યાએ તીરથસિંહ રાવતને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. હવે જોવાનું એ છે કે નવા મુખ્યમંત્રી ભાજપને ફરીથી સત્તામાં લાવવામાં સક્ષમ હશે કે કેમ? 2019ની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપ રાજ્યની તમામ 5 બેઠકો જીત્યું હતુ. અહીં પણ 2022માં માર્ચ-એપ્રિલમાં ચૂંટણીઓ યોજાવાની છે. એવામાં ઉત્તરાખંડને બચાવવા મોદી અને ભાજપ માટે એક મોટો પડકાર છે.

  • પંજાબ પર વિજય મેળવવો સરળ નથી

પંજાબમાં પણ UP અને ઉત્તરાખંડની સાથે આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે. અહીં ભાજપ હંમેશા અકાલી દળ સાથે ગઠબંધનમાં રહ્યું છે. હવે અહીંના ખેડૂત આંદોલનને કારણે અકાલી દળ ભાજપથી અલગ થઈ ગયુ છે. આવી સ્થિતિમાં ભાજપ માટે અહીં બેઠકો જીતવી સહેલી પણ સરળ નથી. ભાજપ પાસે રાજ્યમાં કોઈ ચહેરો પણ નથી. આવી સ્થિતિમાં ભાજપ અહીં મોદીના ચહેરા સાથે જ મેદાનમાં ઉતરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો