તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બંગાળમાં પ્રથમ તબક્કાના વોટિંગ પછી હવે બધાંની નજર હાઈ પ્રોફાઈલ બેટલગ્રાઉન્ડ નંદીગ્રામ પર લાગેલી છે. BJP ઉમેદવાર શુભેન્દુ અધિકારી ઘણા દિવસોથી નંદીગ્રામમાં જ છે. જ્યારે TMC ઉમેદવાર અને CM મમતા બેનર્જી આગામી પાંચ દિવસ સુધી નંદીગ્રામમાં જ કેમ્પેન કરવાના નિર્ણય કર્યો છે. શુભેન્દુ હિન્દુ કાર્ડ રમી રહ્યાં છે, જ્યારે મમતા પોતાના વિકાસના કામો પર ફોકસ કરીને પ્રચાર કરી રહી છે. તેમને અહીંની 30 ટકા મુસ્લિમ વસ્તી પર ભરોસો છે. મમતાને આશા છે કે આ વોટ તેમને જ મળશે. 2016માં શુભેન્દુએ આ સીટ TMCની ટિકટ પર 68 હજારથી વધુ મતોથી જીતી હતી.
કોર્ટ અને ચૂંટણી આયોગમાં નેતાઓના ઝધડા
મતદાનમાં હવે થોડા જ દિવસો બાકી છે. BJP અને TMC બંને અહીંના સ્થાનિક નેતાઓ સુફિયાન શેખ, અબુ તાહેર અને મેધનાથ પાલને મુદ્દો બનાવીને લડી રહી છે. એક સમયે આ ત્રણેય શુભેન્દુના ખાસ હતા. હવે તાહેર અને શેખ દીદીની સાથે છે. શેખ દીદીનો ઈલેક્શન એજન્ટ છે. જ્યારે પાલ શુભેન્દુનો એજન્ટ છે. તાજેતરમાં જ કોર્ટમાં એક અરજી દાખલ કરીને શેખ અને તાહેરની વિરુદ્ધ ચાલી રહેલા કેસની ફરીથી તપાસની માંગ કરવામાં આવી છે. બીજી તરફ TMCએ મેધનાથ પાલની વિરુદ્ધ ઈલેક્શન કમીશનમાં ફરીયાદ કરી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે શુભેન્દુના ગુંડા પાલના ઘરમાં છુપાયા છે. આ ત્રણ જ નેતાઓનો નંદીગ્રામમાં ખાસ પ્રભાવ છે.
વિકાસ અને સાંપ્રદાયિકતાની વચ્ચે વહેંચાયા લોકો
જ્યારે ભાસ્કરે અહીંના લોકો સાથે વાત કરી તો TMC અને BJPને લઈને તેમનો મત વિકાસ અને સાંપ્રદાયિકતાના આધાર પર વહેંચાયેલો દેખાયો. સ્થાનિક કારોબારી મધુસુદન સાહુ કહે છે કે દીદી મુસ્લમાનોની સાથે ફુટબુલ રમી રહી છે કારણ કે કેન્દ્ર સરકારની તમામ સ્કીમોને પોતાના નામે કરી રહી છે. તેમણે અહીં હોસ્પિટલો તો શરૂ કરી પરંતુ સુવિધાઓ ન આપી. માત્ર નંદીગ્રામ જ નહિ સમગ્ર બંગાળના વિકાસ માટે BJPની જરૂરિયાત છે.
સ્થાનિક નાગરિક નજમુલ શેખ કહે છે કે દીદીએ હોસ્પિટલો, રસ્તાઓ અને સ્કુલો બનાવી છે. તેમણે કન્યાશ્રી અને સ્વાસ્થ્ય સાથી જેવી સ્કીમો ચલાવી છે. તમામ કામ શુભેન્દુએ જ કર્યા છે, જોકે દીદીએ તેમને આ કામ કરવાની છુટ આપી હતી. શુભેન્દુ માત્ર હિન્દુઓના વોટ માંગી રહ્યાં છે, જોેકે ઘણા હિન્દુઓ તો દીદીનું કામ પસંદ કરે છે.
હિન્દુ-મુસ્લમાનની વાત પ્રથમ વખત
આ વખતે ચૂંટણીમાં અલગ શું છે? આ સવાલ પર એક સ્થાનિક વૃદ્ધ કહે છે કે પ્રથમ વખત નંદીગ્રામમાં લોકો હિન્દુ-મુસ્લમાનની વાત કરી રહ્યાં છે. અમે સાથે રસાઈ બનાવીને નંદીગ્રામમાં સંઘર્ષ કર્યો હતો. આ નંદીગ્રામનું ચરિત્ર નથી. BJP આ ચરિત્ર લઈને અહીં આવી છે. ઘણા લોકોને આ સ્વીકાર્ય નથી.
ઘણો ખર્ચ કરી રહ્યાં છે શુભેન્દુ
નંદીગ્રામમાં શુભેન્દુના મોટા-મોટા પોસ્ટર અને કટઆઉટ જોવા મળી રહ્યાં છે. BJPના નિશાનવાળી ભગવા રંગની સાડી પહેરેલી મહિલાઓ પણ દેખાય છે. એક સ્થાનિક નેતા કહે છે કે શુભેન્દુ આ વખતે ઘણો ખર્ચ કરી રહ્યાં કારણ કે તેઓ પોતાની સાખ બચાવવા માંગે છે. જો તેઓ સફળ રહે છે તો દીદી માટે બંગાળ જીતવુ મુશ્કેલ થઈ જશે. જો શુભેન્દુ અહીં હારે છે તો દીદી બંગાળમાં ચોક્કસ જીતશે. આ વખતે બંને પક્ષો ચૂંટણી પ્રક્રિયા પર આરોપ લગાવશે અને વિવાદ કરશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.