તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમિલનાડુની 234, કેરળની 140 અને પુડ્ડુચેરીની 30 બેઠક પર વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે મતદાન થશે. ત્રણેય રાજ્યમાં એક જ તબક્કામાં મતદાન પૂરું થઈ જશે. આ સિવાય મંગળવારે આસામની 126 પૈકીની 40 બેઠક પર મતદાન સાથે સમગ્ર ચૂંટણી પૂરી થશે. આ તબક્કામાં મંત્રી હિમંત બિસ્વા સરમા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ રંજીત કુમાર દાસની બેઠક સામેલ છે.
પ.બંગાળની 31 બેઠક પર પણ મંગળવારે મતદાન થશે. ચૂંટણી પંચની આ તમામ 31 બેઠકને સંવેદનશીલ ગણાવતા પંચે કલમ 144 લાગુ કરી છે. અહીં 78 લાખ મતદારો 205 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. અહીંની 294 પૈકી 60 બેઠક પર પહેલા બે તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. રાજ્યસભાના સભ્યપદ પરથી રાજીનામું આપીને ચૂંટણી મેદાનમાં ઉતરેલા સ્વપન દાસગુપ્તાની તારકેશ્વર બેઠકની ચૂંટણી પણ ત્રીજા તબક્કામાં સામેલ છે. કેરળમાં 2.74 કરોડ મતદાર 957 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. અહીં ડાબેરી લોકતાંત્રિક મોરચો સત્તા જાળવી રાખવા સંયુક્ત લોકતાંત્રિક મોરચા સામે ટક્કર લઈ રહ્યો છે. તમિલનાડુમાં પહેલીવાર जयજયલલિતા અને કરુણાનિધીના વગર ચૂંટણી થઈ રહી છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.