તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Election 2021
 • In Padikkal, Modi Said, "Just As Judas Betrayed Jesus For Silver, So LDF Betrayed Kerala For A Few Pieces Of Gold."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દક્ષિણ ભારતના પ્રવાસે PM મોદી:પડિક્કલમાં મોદીએ કહ્યું- જેમ જુડસે ઈસુને ચાંદી માટે દગો આપ્યો એ જ રીતે LDFએ સોનાના થોડાક ટુકડા માટે કેરળ સાથે દગો કર્યો

નવી દિલ્હી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોદીએ કેરળમાં પડિક્કલમાં જાહેરસભામાં સંબોધન કર્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળમાં પડિક્કલમાં જાહેરસભામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમના નિશાના પર કોંગ્રેસ, UDF અને LDF રહ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે જેમ જુડસ ઇસ્કેરિએટે ઇસુને ચાંદીની લાલચમાં દગો કર્યો હતો, એ જ પ્રમાણે LDFએ સોના અને ચાંદીના થોડાક ટુકડા માટે કેરળ સાથે દગો કર્યો. જુડસ, જીજસ ક્રાઈસ્ટના ધર્મદૂતોમાંના એક હતા, જેમણે ઇસુને દગો આપ્યો હતો.

મોદીએ કહ્યું- UDF અને LDFમાં મેચ ફિક્સિંગ
વડાપ્રધાને કહ્યું હતું કે કેરળના રાજકારણમાં વર્ષો સુધી સૌથી ખરાબ સિક્રેટ UDF અને LDFની દોસ્તીની સમજૂતી હતી. પ્રથમ વખત મતદાન કરનાર યુવાઓ પૂછી રહ્યા છે કે આ મેચ ફિક્સિંગ શું છે? 5 વર્ષ એક લૂંટે અને 5 વર્ષ બીજો લૂંટે છે. લોકો જોઈ રહ્યા છે કે કેવી રીતે UDF અને LDF લોકોને ભટકાવી રહ્યા છે. આ સ્પષ્ટ છે કે UDF અને LDFના બે હેતુ છે, પહેલો- વોટ બેન્કના રાજકારણને આગળ વધારવું અને બીજો- ખિસ્સાં ભરવાં.

મોદીએ મેટ્રોમેનનાં વખાણ કર્યાં
વડાપ્રધાને કહ્યું હતુ કે ભાજપ કેરળમાં વિકાસના વિઝનને આગળ રાખી રહી છે. એટલા માટે જે લોકો કામ અને વિકાસમાં વિશ્વાસ રાખે છે તેઓ ભાજપને સાથે આપી રહ્યા છે. રાજકારણમાં લોકો કંઈક મેળવવા માટે આવે છે, પરંતુ મેટ્રોમેન ઇ શ્રીધરને આખી જિંદગી દેશ માટે કામ કર્યું અને ઉંમરના આ પડાવમાં તેઓ કેરળની સેવામાં આવ્યા છે. શ્રીધરને લોકોને પ્રેરણા આપી છે.

મોદીએ ખેડૂતોને પણ સાધ્યા, મોદીના સંબોધનની મહત્ત્વની વાત

 • અમારી સરકાર કૃષિના વિકાસ અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. ઘણાં વર્ષો સુધી સરકારોએ MSP વધારવાનું વચન આપ્યું, પરંતુ અમારી સરકારને ખેડૂતો માટે MSP વધારવાનું સન્માન મળ્યું.
 • NDA સરકાર મેડિકલ અને ટેક્નિકલ શિક્ષણ પ્રાદેશિક ભાષામાં પણ ઉપલબ્ધ કરાવવા માટે કામ કરી રહી છે. અમારી સરકારે સામાજિક ન્યાયને આગળ વધારવાની દિશામાં કામ કરતી રહેશે, અમારો હેતુ એકંદરે વિકાસ છે.

ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમ પ્રવાસ

વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ મોદી પ્રથમ વખત દક્ષિણ ભારતના પ્રવાસે છે. મોદી તામિલનાડુના ધારાપુરમ અને સાંજે 4:35 વાગે પુડુચેરીમાં રેલી કરશે.

તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં પક્ષોની સ્થિતિ

 • તામિલનાડુમાં 2016માં 134 બેઠકો જીતીને AIADMKએ સરકાર બનાવી હતી. DMKને 97 બેઠકો મળી હતી.
 • દેશમાં લેફ્ટના છેલ્લો ગઢ બનેલા કેરળમાં 140 બેઠકો પર ચૂંટણી યોજાશે. અહીં લેફ્ટ પાર્ટીઓ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર છે. 2016ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અહીં માત્ર 1 બેઠક મળી હતી.
 • કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં 30 બેઠકો છે. અહીં વિધાનસભામાં 3 નામાંકિત સભ્યો હોય છે. અહીં અત્યારસુધી કોંગ્રેસ ગઠબંધનની સરકાર હતી, પરંતુ ગયા દિવસોમાં ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી હતી.
 • જેથી સરકાર લઘુમતીમાં આવી ગઈ. CM નારાયણસામીને રાજીનામું આપવું પડ્યું હતું. હાલમાં અહીં રાષ્ટ્રપતિશાસન લાગુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો