તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. સૌથી પહેલા આસામના કોકરાઝારમાં ચૂંટણી સભામાં સંબોધન કર્યું હતુ. તેમણે કોંગ્રેસ અને બદરૂદ્દીન અજમલના ગઠબંધન પર હુમલો કરતાં કહ્યું હતુ કે કોંગ્રેસ એક મહાજૂઠ બનાવીને, જે પાર્ટીના નેતાઓએ કોકરાઝારને હિંસાની આગમાં ધકેલ્યું છે, આજે કોંગ્રેસે પોતાનો હાથ અને પોતાનું ભાગ્ય તે લોકોના હાથમાં સોંપી દીધું છે. કોંગ્રેસના કુશાસને કેવી રીતે કોકરાઝારને વર્ષો સુધી સળગવા દીધું તે આપ અને અમે ક્યારેય ભૂલી નહીં શકીએ. કોકરાઝારના યુવાનો, બહેનો અને દરેક નાગરિક હિંસાના તે સમયને ભૂલી શક્યા નથી.
મોદીના ભાષણની મહત્વપૂર્ણ વાતો
1. આસામના લોકોએ કોંગ્રેસને રેડ કાર્ડ બતાવી દીધું
સમગ્ર હિંદુસ્તાન જાણે છે કે અહીંના યુવાઓમાં ફૂટબોલ ખૂબ જ પ્રખ્યાત છે. તેમની જ ભાષામાં કહું તો કોંગ્રેસ અને તેને મહાજૂઠને ફરી રેડ કાર્ડ બતાવી દીધું છે. આસામના વિકાસ માટે આસામના લોકોને NDA પર વિશ્વાસ છે. આસામમાં શાંતિ અને સુરક્ષા માટે લોકોને NDA પર વિશ્વાસ છે.
2. આસામના લોકોને ડબલ એન્જિનની સરકાર પર વિશ્વાસ
આસામમાં પ્રથમ તબક્કાના મતદાનમાં લોકોએ NDAને ખૂબ જ આશીર્વાદ આપ્યા છે. આસામે ડબલ એન્જિનની સરકારના ભવ્ય વિજય પર મહોર લગાવી દીધી છે. આ ચૂંટણી મહાજૂઠ અને ડબલ એન્જિનના મહાવિકાસ વચ્ચે છે. કોંગ્રેસે અમારા સત્રો, અમારા નામઘરોને ગેરકાયદેસર કબજા ગેંગને હવાલે કર્યા, એનડીએએ તેમને મુક્ત કર્યા. કોંગ્રેસે બરાક, બ્રહ્મપુત્ર, પર્વતો, મેદાનો- બધાને ઉશ્કેર્યા, NDAએ તેમને વિકાસના સેતુ સાથે જોડ્યા છે.
3. કોંગ્રેસે બધી જ જનજાતિઓ સાથે દગો કર્યો
કોંગ્રેસે ચાના બગીચામાં કામ કરતાં લોકોને ક્યારેય પૂછ્યું પણ નથી. આ NDAની સરકાર છે જેણે ચા ના બગીચાઓમાં કામ કરતાં શ્રમિક ભાઈ- બહેનોની દરેક ચિંતાના સમાધાનના પ્રયાસ કર્યા છે. એવી કોઈ જ જનજાતિ નથી જેની સાથે કોંગ્રેસે વિશ્વાસઘાત ન કર્યો હોય. જ્યારે NDA સરકાર કોચ, રાજબોન્શી, મોરાન, મોટોક, સૂતિયામાં તમામ જાતિના લોકોના હિતમાં પગલાં ભર્યા છે. આ માટે નવું ડેવલપમેન્ટ કાઉન્સિલ બનાવવાનું કામ અહીં ચાલી રહ્યું છે.
4. કોંગ્રેસે આસામને હિંસામાં ધકેલ્યું
મોદીએ વધુમાં કહ્યું હતુ કે મને સંતોષ છે કે 2016માં બીટીઆરમાં શાંતિ અને વિકાસની જે વચન આપ્યું હતુ, તે બાબતે અમે ખૂબ જ પ્રમાણિક પ્રયાસ કર્યા છે. કોંગ્રેસનાં લાંબા શાસને આસામને બોમ્બ, બંદૂક અને બ્લોકેડમાં ધકેલી દીધું છે. NDAએ આસામને શાંતિ અને સન્માનની ભેટ આપી છે. અમારો પ્રયાસ છે કે દરેક જાતિને તેની પરંપરા, તેની ભાષા, તેના રોજગાર માટે સુરક્ષા પણ મળે, સન્માન પણ મળે તે દિશામાં સતત કામ ચાલુ છે.
5. શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા છે મંત્ર
તે અટલજીની જ NDAની સરકાર હતી, જેણે બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલનો અધિકાર આપને આપ્યો. આ NDAની વર્તમાન કેન્દ્ર સરકાર છે. જેણે કાયમી શાંતિ માટે ઐતિહાસિક બોડો અકોર્ડ પર મહોર લગાવી. આજે બીટીઆરનો વિસ્તાર પણ થયો છે અને વિકાસની નવી શરૂઆત પણ થઈ છે. બોડોલેન્ડના કાયમી વિકાસ માટે આમારો મંત્ર છે- પીસ, પ્રોગ્રેસ અને પ્રોટેકશન એટલે કે શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા. બોડો ભાષાને બંધારણના આઠમી અનુસૂચીમાં મુકવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. બોડો સમાજની ઓળખની સુરક્ષા અને સમૃધ્ધિ માટે એનડીએ સરકાર પ્રતિબદ્ધ છે.
6. શાંતિ અને વિકાસ માટે મિશન સાથે બધા જોડાયા
લાંબા સમય પછી આસામમાં શાંતિ પરત ફરી છે. જે સાથીઓ બંદૂક છોડીને પરત ફર્યા છે, તેમની દરેક શક્ય સહાય માટે NDA સરકાર પ્રતિબદ્ધ છે. હજી પણ જે સાથીઓ પરત ફર્યા નથી, તેમને મારો આગ્રહ છે કે શાંતિ અને વિકાસના આ મિશન સાથે આપ પણ જોડાઈ જાઓ.
7. અપમાનની સજા મહાજૂઠને મળશે
કોંગ્રેસનાં નેતા વારંવાર કહે છે કે આ તાળાં-ચાવી વાળા આસામની ઓળખ છે. કોંગ્રેસના અસત્ય અને તેના કાવતરાને સમજો. સત્તામાં વાપસી માટે કોંગ્રેસ આ લોકોની સામે સમર્પણ કરી ચૂક્યું છે. આ અપમાનની સજા કોંગ્રેસને તો મળશે જ, પણ મહાજૂઠને પણ મળશે.
બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી
પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. 294 બેઠકવાળી વિધાનસભા માટેનું પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચ (30 બેઠક)ના રોજ પૂજાયું હતુ. આગામી તબક્કામાં 1 એપ્રિલ (30 બેઠક), 6 એપ્રિલ (31 બેઠક), 10 એપ્રિલ (44 બેઠક), 17 એપ્રિલ (45 બેઠક), 22 એપ્રિલ (43 બેઠક), 26 એપ્રિલ (36 બેઠક), 29 એપ્રિલ (35 બેઠક) મતદાન યોજાશે.
2016માં કોંગ્રેસને હરાવીને આસામમાં સત્તામાં આવ્યું હતુ ભાજપ
આસામમાં કુલ 126 બેઠક છે. અહીં 2016માં છેલ્લી વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. આ પહેલા સતત 15 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી. 2016માં ભાજપ 60 બેઠકો જીતીને સત્તામાં આવ્યું હતુ. આ વખેતે અહીં 3 તબક્કામાં ચૂંટણી છે. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચે થઈ ચૂક્યું છે. બીજા તબક્કામાં મતદાન એક એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 6 એપ્રિલના રોજ યોજાશે .
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.