તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Election 2021
  • Assam
  • 345 Candidates Including Four Ministers In 39 Seats In The Fray, Here Is The Big Issue Of Hindu Bengali Citizenship, Last Time NDA Won 25 Seats

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસામમાં બીજા તબક્કાનું મતદાન:39 બેઠક પર ચાર મંત્રી સહિત 345 ઉમેદવાર મેદાનમાં, અહીં હિન્દુ બંગાળી નાગરિકતા મોટો મુદ્દો, ગત વખતે NDA 25 બેઠક જીત્યું હતું

ગુવાહાટી16 દિવસ પહેલાલેખક: દિલીપ કુમાર શર્મા
આસામમાં આજે બીજા તબક્કામાં 39 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. અહીં ભાજપ અને કોંગ્રેસે પોતાની સમગ્ર તાકાત લગાવી છે.
  • ભાજપ, કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ પ્રચારમાં મતદારોને ખુશ કરવા ઘણાં મોટાં વચનો આપ્યાં હતાં
  • 2016ની ચૂંટણીમાં NDA આ 39 બેઠકમાંથી 25 બેઠક જીત્યું હતું

આસામમાં ગુરુવારે બીજા તબક્કામાં 39 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. એમાં બંગાળી બહુલ બરાક ઘાટીની 15 બેઠક કોઈપણ પાર્ટી માટે આગામી સરકાર બનાવવામાં નિર્ણાયક સાબિત થઇ શકે છે. ચૂંટણીપ્રચારમાં શાસક ભાજપ, કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ મતદારોને ખુશ કરવા ઘણાં મોટાં વચનો આપ્યાં છે. આ વિસ્તારોમાં ચૂંટણીપ્રચાર માટે ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કમાન સંભાળી હતી, જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજ્યસભાના સાંસદ મલ્લિકાર્જુન ખડગે, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ જેવા મોટા નેતાઓએ પોતાની બધી તાકાત લગાડી દીધી હતી.

ખરેખર જ્યાં અસમિયા પ્રભુત્વ ધરાવતા બ્રહ્મપુત્રા ઘાટીના લોકોએ CAA એટલે કે નાગરિકતા સંશોધન કાયદાનો સખત વિરોધ કર્યો. એનાથી વિપરીત, બરાક ખીણના હિન્દુ બંગાળી લોકોએ આ કાયદાનું સમર્થન કર્યું હતુ. બરાક ખીણના ત્રણ જિલ્લામાં કુલ 15 વિધાનસભા બેઠક છે અને અહીંથી ભાજપને 2016ની ચૂંટણીમાં આઠ બેઠક મળી હતી, પરંતુ આ વખતે ગત ચૂંટણીની તુલનામાં ખાસ કરીને હિન્દુ બંગાળી મતદારોમાં શાસક પક્ષ ભાજપ સામે રોષ જોવા મળી રહ્યો છે. આનું મુખ્ય કારણ હજી સુધી રાજ્યમાં CAA લાગુ નહીં કરાયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

બુધવારે રાહુલ ગાંધીએ કામખ્યા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ પછી તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ પાંચ ગેરંટી આપી છે, આ અમારો ચૂંટણીનો મુખ્ય મુદ્દો છે.
બુધવારે રાહુલ ગાંધીએ કામખ્યા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ પછી તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ પાંચ ગેરંટી આપી છે, આ અમારો ચૂંટણીનો મુખ્ય મુદ્દો છે.

ઓલ આસામ બંગાળી યુથ સ્ટુડન્ટ ફેડરેશનના અધ્યક્ષ દીપક ડે કહે છે, ' આ વખતે ચૂંટણીમાં હિન્દુ બંગાળી બહુલ બેઠકો પર નાગરિકતાનો મુદ્દો ચૂંટણી મુદ્દો છે. CAAને અત્યારસુધી લાગુ કરવામાં આવ્યું નથી, જેથી ખાસ કરીને હિન્દુ બંગાળી એક અસમંજસની સ્થિતિમાં છે. 2016ની ચૂંટણીમાં BJPએ અમને લોકોને વિશ્વાસ આપ્યો હતો કે જો તેમની સરકાર આવશે તો હિન્દુ લોકોને ડિટેન્શન કેમ્પમાં મોકલવાના નામ પર કોઈ અત્યાચાર કરવામાં નહીં આવે. ભાજપે એવું પણ કહ્યું હતું કે નાગરિકતા અંગે જે અનિશ્ચિતતા બનેલી છે એને સૌથી પહેલા દૂર કરવામાં આવશે, પરંતુ અમારી મુશ્કેલીઓ દૂર થવાના બદલે છેલ્લાં પાંચ વર્ષમાં વધુ વધી ગઈ છે. રાજ્યમાં જો NRCની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી, એમાં 19 લાખ લોકોનાં નામ જ નથી, જેમાં સૌથી વધુ હિન્દુ બંગાળી છે.

એક સવાલના જવાબમાં બંગાળી સમુદાયના નેતા કહે છે કે આ સમયે રાજ્યમાં આવો કોઈ રાજકીય પક્ષ નથી કે જે આપણા સમુદાયની સમસ્યાઓ યોગ્ય રીતે ઉઠાવી શકે. અહીં મોટો વિરોધ પક્ષ કોંગ્રેસ પાસે પણ નાગરિકતાના મુદ્દે કોઈ સ્પષ્ટ વિઝન નથી.

એક તરફ, ભાજપના નેતાઓ બંગાળની ચૂંટણી સભાઓમાં CAAને લાગુ કરવાની વાત સ્પષ્ટ કહી રહ્યા છે, જ્યારે આસામમાં આ કાયદા પર હજી સુધી કંઈ કહેવામાં આવ્યું નથી. અમારા લોકો માત્ર ચિંતા જ નહીં, પરંતુ મૂંઝવણની સ્થિતિમાં પણ છે.

હકીકતમાં ગુરુવારે બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં હિન્દુ બંગાળી મતદારો મોટી સંખ્યામાં છે. તો આ વખતે આ ક્ષેત્રનો નાગરિકતાનો મુદ્દો સૌથી મોટો ચૂંટણી મુદ્દો છે. 2011ની વસતિગણતરી પ્રમાણે આસામની કુલ વસતિ 3 કરોડ 11 લાખ છે, જેમાંથી 24% હિન્દુ બંગાળી છે, એટલે કે રાજ્યમાં લગભગ 75 લાખ હિન્દુ બંગાળી છે. આવી સ્થિતિમાં રાજ્યમાં કોઈપણ રાજકીય પક્ષની સરકાર બનાવવા માટે આ મતદારોનું સમર્થન મળવું ખૂબ જ જરૂરી છે.

બુધવારે આસામમાં ગૃહમંત્રી અમિત શાહે ઘણી સભાઓ કરી હતી. બિજનીની સભામાં તેમણે કોંગ્રેસ પર ભાગલાવાદ અને ઘૂસણખોરોમાં વધારો કરવાનો આરોપ લગાવ્યો હતો.
બુધવારે આસામમાં ગૃહમંત્રી અમિત શાહે ઘણી સભાઓ કરી હતી. બિજનીની સભામાં તેમણે કોંગ્રેસ પર ભાગલાવાદ અને ઘૂસણખોરોમાં વધારો કરવાનો આરોપ લગાવ્યો હતો.

આસામમાં અત્યારસુધી જે પાર્ટીએ સરકાર બનાવી છે એની કેબિનેટમાં હિન્દુ બંગાળી મંત્રી હંમેશાં રહ્યા છે, પરંતુ આટલાં વર્ષો પછી પણ આ સમુદાયની નાગરિકતા સવાલોના ઘેરામાં છે. રાજ્યના વરિષ્ઠ પત્રકાર ન્યૂઝ વેબસાઇટ નોર્થ ઈસ્ટના મુખ્ય સંપાદક અનિર્બાન રોય કહે છે, "આસામમાં ભાજપનો જન્મ બરાક ખીણમાં થયો હતો." જે સમયે લોકો આસામમાં ભાજપને યોગ્ય રીતે જાણતા પણ ન હતા, એ સમયે બરાક ખીણમાં 15માંથી 10 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ખરેખર, બંગાળી હિન્દુ લોકોએ ભાજપને આગળ વધારવામાં શરૂઆતથી જ ઘણું સમર્થન આપ્યું છે અને હજી પણ લોકોને આ પક્ષ તરફથી મોટી આશા છે, પરંતુ ખાસ કરીને આસામમાં સરકારની રચના બાદ નાગરિકત્વના મુદ્દે પક્ષના વલણથી હિન્દુ બંગાળી લોકોમાં શંકા ઊભી થઈ છે, તેથી આ વખતે ભાજપ માટે આ વખતની ચૂંટણી ગત વખત કરતાં વધુ મુશ્કેલ બની રહી છે.

બીજા તબક્કામાં કુલ 345 ઉમેદવાર મેદાનમાં છે, જ્યાંના મતદાતાઓ ચાર મંત્રી અને આસામ વિધાનસભાના ઉપાધ્યક્ષના ભાવિનો નિર્ણય કરશે. બીજા તબક્કાના મતદાનમાં ભાજપના મુખ્ય ચહેરાઓમાં ધોલાઇથી મંત્રી પરિમલ શુક્લબેદ્ય, રંગિયાથી ભોબેશ કાલિતા, જાગીરોડથી પીયૂષ હઝારિકા, સોનાઇના ઉપપ્રમુખ, અમીનુલ હક લસ્કર, દિફુથી સુમન રોગંગ, ઉદાલગુરીથી રીહાન દૈમારી સામે છે.

જ્યારે કરીમગંજ દક્ષિણ બેઠક પરથી પૂર્વ મંત્રી સિદ્દીક અહમદ, કરીમગંજ ઉત્તરના કોંગ્રેસના ધારાસભ્ય કમલખાઇ દે પુરકાયસ્થ અને એઆઇયુડીએફના વડા બદરુદ્દીન અજમલના ભાઈ સિરાજુદ્દીન અજમલ જમુનામુખથી ચૂંટણી લડી રહ્યા છે. 2016ની ચૂંટણીમાં ભાજપ અને તેની સાથી આસામ ગણ પરિષદે આ 39 બેઠકમાંથી 25 બેઠક જીતી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો